એ.આર.ભટ્ટ સ્કૂલ આનંદ વાડી -ઉના મુકામે 52 મા તાલુકા કક્ષા યુવા ઉત્સવ 2019 ઉમંગ ઉત્સાહ અને તરવરાટ સાથે સમ્પન્
તા 30.8.2019:
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ -ગાંધીનગર ,
કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા જિલ્લા રમત ગમત અધિકારી કચેરી -ગીર સોમનાથ દ્વારા સંચાલિત દિનાંક 28 ઑગસ્ટ 2019 ના રોજ ઉના સ્થિત શ્રી એ.આર.ભટ્ટ સ્કૂલ આનંદવાડી ઉના મુકામે 52 મો યુવા ઉત્સવ ખૂબજ ઉલ્લાસ ઉમંગ રીતે યોજાય ગયો
જેમા સાહિત્ય – કલા અને સંગીત ની વિભિન્ન 33 સ્પર્ધાઓ 15 થી 29 વર્ષ ના 300 થી વધુ વિદ્યાર્થી ભાઈ બહેનોએ ખૂબ તરવરાટ પૂર્વક ભાગ લઈ ને પોતાની પ્રતિભા અને કૌશલ્ય ના દર્શન કરાવ્યા હતા.
સ્પર્ધાના આરંભે શાસ્ત્રોક્ત શ્લોક ગાન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ઉના ના ધારાસભ્ય શ્રી પુંજાભાઈ વંશ તથા ઉના તાલુકા મામલતદાર શ્રી કે.એમ.નિનામા ના હસ્તે કરી યુવા ઉત્સવ ખુલ્લો મૂકવા મા આવ્યો
કાર્યક્રમ ના યજમાન શ્રી એ.આર.ભટ્ટ સ્કૂલ ના ડાયરેક્ટર શ્રી ભરતભાઈ ભટ્ટ દ્વારા તેમજ શાળા પરિવાર તરફ થી પુષ્યગુચ્છ તેમજ સુતર ની આટી પહેરાવી ને અતિથિઓનું ઉમળકાભેર ભાવભર્યુ સ્વાગત કરવામા આવ્યું.
સમગ્ર સ્પર્ધાઓનું સૂત્ર સંચાલન શાળા ના પ્રાચાર્યા સુશ્રી રાજેશ્રી બહેન જોશી તેમજ કન્વીનર શ્રી શૈલેષભાઈ પટેલે કર્યું .
પ્રત્યેક સ્પર્ધાઓનું નિરીક્ષણ ધારાસભ્ય શ્રી ઉના પુંજાભાઈ વંશ તેમજ મામલતદાર શ્રી તથા સંસ્થા ના ડાયરેકટર શ્રી ભરતભાઈ ભટ્ટ અને શ્રીમતી ખ્યાતિ બહેને કરી પ્રત્યેક સ્પર્ધકોને પ્રોત્સાહિત કરી બિરદાવી પ્રેરિત કર્યા હતા અને ભવિષ્ય મા પ્રત્યેક યુવા ભાઈ બહેનો મા રાષ્ટ્રીય તેમજ આંતર રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી.
કાર્યક્રમ ના મધ્યાન્તરે પ્રત્યેક પ્રતિભાગી ભાઈ બહેનો અને અતિથિઓ ને સ્વાદિષ્ટ અને સાત્વિક ભોજન પણ શ્રી એ.આર.ભટ્ટ શાળા એ સ્નેહ થી પ્રસાદ સ્વરૂપે પિરસ્યું હતું. સાંજે 5:00 કલાકે આ સ્પર્ધાઓ ના સમાપન સમારોહ અન્તર્ગત પ્રત્યેક પ્રથમ દ્વિતીય અને તૃતીય વિજેતા સ્પર્ધક ને શ્રી એ.આર.ભટ્ટ સ્કૂલ તથા ધારાસભ્ય સભ્ય શ્રી ઉના તાલુકા શ્રી પુંજાભાઈ વંશ તરફથી વિશેષ પ્રતિભા સમ્પન્ન ઉના ના યુવા ગિટાર વાદકો માસ્ટર ક્રિષ્નન મહેતા તથા કુમારી મૃગનયની મહેતા જેઓ રાજ્ય કક્ષા તેમજ રાષ્ટ્રીય કક્ષાએ સમગ્ર ગુજરાત નામ ગૌરાન્વિત કર્યુ છે તેઓ ને બેસ્ટ એચિવમેન્ટ એવૉર્ડ આપી સમ્માનિત કર્યા.
ઉપરાંત કાર્યક્રમ મા ઉપસ્થિત અતિથિ ભિન્ન ભિન્ન શાળા કૉલેજ સંસ્થા ના આચાર્ય શ્રી -નિયામક શ્રી, સંચાલક શ્રી, શાળા પ્રતિનિધિ શ્રી, નિર્ણાયક શ્રી, પત્રકાર શ્રી ના કરકમળો થી પ્રમાણ પત્ર તેમજ પુરસ્કાર અર્પણ કરી કરધ્વનિ ના નાદ સાથે વિજેતાઓ ને સત્કાર્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા શ્રી. એ.આર.ભટ્ટ શાળા તથા સંકુલ ના પ્રત્યેકે સહયોગ કર્યો હતો જેમા રંગમંચ સજ્જા માઈક વ્યવસ્થા, ભોજન વ્યવસ્થા, તથા સુંદર અને રમણીય પટ્ટઆંગણ મા કાર્યક્રમ સફળતા પુર્ણ સમ્પન્ન થયો. કાર્યક્રમ નાઅંતે સંસ્થા ડાયરેક્ટર શ્રી ભરતભાઈ ભટ્ટે ધન્યવાદ જ્ઞાપન કર્યુ હતુ.
આ કાર્યક્રમ મા વિશેષ શ્રી પ્રફુલ્લ ભાઈ આચાર્ય -અધિવક્તા અને તાલુકાના કેળવણી મંડળ સભ્ય શ્રી રામજીબબાપા કેળવણી મંડળના સદસ્ય શ્રી નવનીતકાકા-સર્વોદય સંચાલક અને રચનાત્મક કાર્યકર
શ્રી નરેન્દ્ર ગોસ્વામી નિયામક શ્રી એસ.એસ.ડી. કૉલેજ ઉના
ડૉ. કમલેશભાઈ સંગીતકાર -ભારતીય શાસ્ત્રીય સંગીત સંસ્થાન -ઊના શ્રી દામોદરા -કન્વીનર યુવા ઉત્સવ સમિતિ ઉના એ પોતાની વિશેષ હાજરી આપી હતી.
ભવ્ય પોપટ એડિટર ટેકસ ટુડે ઉના