GST હેઠળ વેપારી પર કરચોરી નો આરોપ-એડવોકેટ ને સમન્સ કેટલો વ્યાજબી!!
તા: 10.01.19, ઉના: ગોંડલ ખાતે GST ચોરી નું એક કૌભાંડ બહાર પાડયા નો દાવો ગુજરાત રાજ્ય ના GST ખાતા દ્વારા કરવામાં આવી રહ્યો છે.આ અંગે ની તપાસ કાર્યવાહી માં ગોંડલ ના એક ટેક્સ એડવોકટ ને સમન્સ આપી GST અધિકારી સામે ઉપસ્થિત રહેવા ફરવામાવવામાં આવ્યું હતું. કરચોરી ના આરોપ વેપારી ઉપર લગાવવામાં આવે અને સખતાઈ તેના ટેક્સ એડવોકેટ ઉપર કરવામાં આવે તે કેટલા અંશે વ્યાજબી કહેવાય ?? આ અંગે નો વિરોધ દર્શાવવા ટેક્સ એડવોકેટ આસોસિએશન ઓફ ગુજરાત, ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર આસોસિયશન તથા નેસનલ એકશન કમિટી ઓફ GST પ્રોફેસનલ્સ દ્વારા સંયુક્ત રીતે રાજ્ય GST ખાતા ના ઉચ્ચ અધિકારીઑ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત માં ખાસ બાર કાઉન્સીલ ઓફ ગુજરાત ના પ્રમુખ દીપેન દવે તથા કમિટી મેમ્બર અનિલ કૈલા ઉપરાંત સિનિયર ટેક્સ પ્રોફેસનલ્સ વારીશ ઇસાણી , અપૂર્વ મહેતા વગેરે હજાર રહ્યા હતા.
આ તમામ સભ્યો એ ભારપૂર્વક જણાવ્યુ હતું કે પુરાવા ના કાયદા 1872 ની કલમ 126 મુજબ કોઈપણ વકીલ ને પોતાના અસીલ બાબતની માહિતી આપવા દબાણ કરી શકાય નહિ. જો આવી માહિતી વકીલ દ્વારા આપવામાં આવે તો તે એડવોકેટ 1961 હેઠળ અનિચ્છનિય છે. આમ , કોઈ ટેક્સ એડવોકેટ ને પોતાના અસીલ ની બાબત માં સમન્સ ન પાઠવી સાદા પત્ર દ્વારા વિનંતી ના સ્વરે કાયદા ને આધીન વિગતો માંગવી જોઈએ. એડવોકેટ માત્ર પોતાના અસીલ ની પરવાનગી હોય તો જ આ વિગતો આપવા બંધાયેલો ગણાશે. તેઓ એ વધુ માં જણાવ્યુ હતું કે એડવોકેટ પોતાના E-MAIL કે મોબાઇલ પર અસીલ ના OTP મેળવવા થી અસીલ ના ગેરકાયદેસર કામ માં ભાગીદાર બની જતો નથી. તમામ અશોસીએશન ને સંયુક્ત રીતે આગ્રહ કર્યો હતો કે એડવોકેટ ને આપેલ સમન્સ પાછો ખેચી લેવામાં આવે. આ મુલાકાત માં ખાસ કમિશનર અજય ગુપ્તા એ બાબતે સૈદ્ધાંતિક રીતે સહમત થયા હતા.