ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટીશનર્સ દ્વારા 22 માં નેશનલ કન્વેન્શન નું મુંબઈ ખાતે આયોજન:
મુંબઈ તા: 17 ડિસેમ્બર 2019: મુંબઈ ની સહારા સ્ટાર હોટેલ ખાતે 14 તથા 15 ડિસેમ્બર 2019 ના રોજ ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ ના 22 માં નેશનલ કન્વેન્શન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કન્વેન્શન માં મુખ્ય અતિથિ તરીકે મુંબઈ હાઇકોર્ટ ના જજ સરી ઉજ્જલ ભૂયાન હાજર રહ્યા હતા. આ કન્વેન્શન માં ઇન્કમ ટેક્સ દ્વારા શરૂ કરવામાં આવેલ ઇ એસેસમેન્ટ ઉપર અમદાવાદ ના વરિષ્ઠ એડવોકેટ મુકેશ પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ વિષયો ઉપર વિવિધ તજજ્ઞો દ્વારા વકતાવ્યો આપવામાં આવ્યા હતા. આ કન્વેન્શન માં સમગ્ર દેશ માં થી 450 જેટલા ડેલિગેટ્સ એ ભાગ લીધો હતો. ઓલ ઈન્ડિયા ફેડરેશન એ એડવોકેટ, CA અને ટેક્સ પ્રેકટિશનરો ના સૌથી મોટા એશોશીએશન માનું એક છે. આ કન્વેન્શન માં એશોશીએશન ની રાષ્ટ્રીય કારોબારી ની ચૂટણી કરવામાં આવેલ હતી. એશોશીએશન ના પ્રમુખ તરીકે મુંબઈ ના એડવોકેટ નિકિતા બધેકા ની નિમણૂંક કરવામાં આવેલ છે. ગુજરાત ના વરિષ્ઠ કરવેરા સલાહકાર સમીર જાની, જુનાગઢ ની એશોશીએશન ના રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી તરીકે નિમણૂંક કરવામાં આવેલ છે. આ ઉપરાંત વડોદરા ના ભારત સ્વામી તથા અમદાવાદ ના ગૌરી ચંદનાની પોપટ રાષ્ટ્રીય કારોબારી માં ચુંટાઇ ને આવ્યા છે.