ખોટા હેડ માં ભરાયેલ જી.એસ.ટી. સાચા હેડ માં ડિપાર્ટમેંટ દ્વારા તબદીલ થઈ શકે: કેરેલા હાઇ કોર્ટ
તા: 15.11.2018: જી.એસ.ટી. એ મુખ્યત્વે ત્રણ કાયદા ઑ નો બનેલો છે. સેન્ટરલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (દરેક રાજ્ય ના કાયદા અલગ છે) તથા ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. પ્રવર્તમાન સંજોગો માં જો કોઈ રકમ ભૂલ થી ખોટા હેડ માં ભરાઈ જાઈ તો તે રકમ નું કરદાતા એ રિફંડ લેવાનું થતું, જે પ્રક્રિયા ને સમય લાગતો અને સાચા હેડ માં આ રકમ ત્વરિત જમા કરવાની રહેતી.
હાલ માં જ માનનીય કેરેલા હાઇ કોર્ટે એક કેસ માં (સાજી એસ., પ્રોપ: આદિત્ય એન્ડ અંબાડી ટ્રેડર્સ, રિટ પિટિશન નંબર 35868/2018) એવો મહત્વપુર્ણ ચુકાદો આપ્યો છે કે ખોટા હેડ માં ભરાયેલ જી.એસ.ટી. તે જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા સાચા હેડ માં તબદીલ થઈ શકે છે. આ માટે કરદાતા ને સાચા હેડ માં અલગ રકમ ભરવી તથા રિફંડ લેવાની પ્રક્રિયા કરાવાઈ નહીં. કોર્ટે જી.એસ.ટી. કાયદા ની કલમ 77 તથા જી.એસ.ટી. રિફંડ નિયમો ના નિયમ 4 નું અર્થઘટન કરતાં એવું નોંધ્યું છે કે જ્યારે રિફંડ એડ્જેસ્ટ કરવાની જોગવાઇઓ નિયમો માં હોય, કરદાતા પાસે ફરી રકમ ભરવી ખોટી ભરાયેલ રકમ નું રિફંડ લેવા ની પ્રક્રિયા કરાવવી યોગ્ય નથી.
જોકે સરકારી વકીલ ની એ દલીલ પણ કેસ માં માન્ય રાખી હતી કે આ પ્રક્રિયા કરવા માં બે મહિના જેટલો સમય જતો રહેશે. આ કેસ માં જે માલ જપ્ત કરેલ હતો તે તત્કાળ છોડવાનો હૂકુમ માનનીય કોર્ટે કર્યો હતો. બ્યૂરો રિપોર્ટ ટેક્સ ટુડે.