ગુજરાત વેટ વાર્ષિક રિટર્ન તથા ઓડિટ ની મર્યાદા વધારવામાં આવી. પણ શું ઓડિટ રિપોર્ટ 31.01.19 પછી 30 દિવસ માં અપલોડ કરી શકાય???
ઉના, તા: ૦૯.૦૧.૧૯; વાણિજ્યક વેરા કચેરી દ્વારા ગઈકાલે તારીખ 08.01.19 ના રોજ એક જાહેર પરિપત્ર બહાર પાડી 2017-18 ના વાર્ષિક રિટર્ન ભરવાની સમય મર્યાદા 31.01.19 સુધી વધારવામાં આવેલ છે. આ ઉપરાંત વેટ ઓડિટ મેળવવાની તથા અપલોડ કરવાની મર્યાદા પણ 31.01.19 સુધી વધારવામાં આવેલ છે. આ વધારા વિવિધ વેપારી મંડળો તથા ટેકશેશન એશો. ની રાજુઆતો ને ધ્યાને લઇ કરવામાં આવેલ છે. આ વધારા સાથે ટેક્સ પ્રેક્ટિશનરો માં આ સવાલ ચર્ચા નો વિષય બન્યો છે કે ” શું આ વધારો ખરેખર વધારો કહેવાય ?, કારણકે વેટ ઓડિટ અપલોડ કરવાની મુદત તો પહેલા પણ 30.01.2019 જ હતી.”
આ અંગે અભિપ્રાય આપતા જૂનાગઢ ના સિનિયર ટેક્સ એડવોકેટ રજનીકાંત કાલરિયા જણાવે છે કે “વેટ ઓડિટ મેળવ્યા બાદ 30 દિવસ માં અપલોડ કરવા ની જોગવાઈ વેટ કાયદા ના નિયમ 44 માં આપેલ છે. પણ વેટ ઓડિટ મેળવવા ની મુદત વેટ કાયદા ની કલમ 63 માં આપેલ છે. વેટ અન્વયે કોઈ લાભ ઓછા કરવાના થાય તો નોટિફિકેશન દ્વાર જ કરી શકાય. માટે માત્ર સમયમર્યાદા માં રાહત આપવાની કોઈ જોગવાઈ જાહેર પરિપત્ર થી થઈ શકે. પણ કાયદા દ્વારા ઓડિટ મેળવ્યા બાદ 30 દિવસ માં ઓડિટ અપલોડ કારવાની સમયમર્યાદા જાહેર પરિપત્ર થી બદલી શકાય નહીં” આ અભિપ્રાય તેઓનો અંગત અભિપ્રાય છે. આ અભિપ્રાય સાથે ટેક્સ ટુડે ના જેતપુર ખાતે ના પત્રકાર લલિત ગણાત્રા પણ સહમત થતા જણાવે છે કે “કાયદા-નિયમ જાહેર કરેલ મુદત પરિપત્ર દ્વારા ફેરફાર ના કરી શકાય પરંતુ આ અંગે જાહેરનામું જરૂરી બને”.
ટેક્સ ટુડે માને છે કે શક્ય હોય ત્યાં સુધી પરિપત્ર ની સમય મર્યાદા માં ઓડિટ અપલોડ કરી દેવું જોઈએ. પરંતુ જો કોઈ કારણોસર આ મુદત માં ઓડિટ દાખલ ના થાય તો ઉપરોક્ત બાબત ને દંડ લેવા સામે તકરાર નો મુદ્દો જરૂર બનાવી શકાય. બ્યુરો રિપોર્ટ ટેક્સ ટુડે