ગુજરાતના નાણાંમંત્રી શ્રી નીતિન પટેલ દ્વારા ગુજરાત રાજ્ય નું 2019 20 નું બજેટ રજૂ કરવામાં આવ્યું
તા.02 જુલાઈ 2019, અમદાવાદ: ગુજરાત રાજ્ય ના નાણાં મંત્રી શ્રી નીતિન પટેલ દ્વારા નાણાકીય વર્ષ 2019 20 નું બજેટ 02 જુલાઈ ના રોજ ગુજરાત વિધાનસભા માં રજુ કરવામાં આવ્યું હતું. આ બજેટ માં કરવેરા ક્ષેત્ર નહિવત ફેરફારો કરવામાં આવ્યા છે.
સ્ટેમ્પ ડ્યુટી માં ફેરફાર
એફિડેવિટ માટે ની સ્ટેમ્પ ડ્યુટી 20/- રૂ થી વધારી ને રૂ 50 કરાઇ
એડોપશન ડિડ, મેરેજ રજીસ્ટ્રેશન તથા પાર્ટનરશીપ ડિડ અને વારસાઈ મિલ્કત વરસદારોની તરફેણ માં રિલીઝ કરવા માટે ની ડિડ માટે ની ફિક્સ સ્ટેમ્પ ને રૂ 100/- થી વધારી રૂ 200/- કરાઈ
જે અંગે સ્ટેમ્પ ડ્યુટી એકટ માં કોઈ નિયત સ્ટેમ્પ ડ્યુટી ના નિર્ધારેલ હોઈ તેવા ઈન્સ્ટ્રુમેન્ટ માટે ના દર ને રૂ 100/- થી વધારી રૂ 300/- કરાઈ.
વેટ, મોટર સ્પિરિટ એકટ, CST, એન્ટ્રી ટેક્સ, સુગર કેન પરચેસ ટેક્સ માટે 15.08.2019 થઈ 6 મહિના માટે એમનેસટી સ્કીમ લાવવા માં આવશે. 100 કરોડ સુધી ના મૂળ ડિમાન્ડ વાળા કેસો લઇ શકશે આ સ્કીમ નો ફાયદો. મૂળ રકમ ભરશે તો વ્યાજ તથા દન્ડ માં આપવામાં આવશે મોટી રાહતો.
આમ, નાણાં મંત્રી દ્વારા 572.12 કરોડ પૂરાંત વાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.
ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે