જાણો શું છે MSME ?-જો હું MSME હોવ તો શું ફાયદો થય શકે ?

Spread the love
Reading Time: 2 minutes

 

 

 

By ચિંતન પોપટ, CA

 

૧. Micro, Small and Medium Enterprises (M.S.M.E.) નો અર્થ શું છે ?

ભારત સરકારે માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ (એમ.એસ.એમ.ઇ.ડી) એક્ટ, 2006 લાગુ કર્યો છે, જેમાં સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો/સર્વિસિસ છે, જેમને નીચે મુજબ મુખ્યત્વે ૨ ભાગ મા વિભાજીત કરવામાં આવ્યું છે.

૧  ઉત્પાદક જે કોઈ પણ જાતના માલના ઉત્પાદન સાથે સંકળાયેલા છે

૨. સર્વિસ ‌એન્ટરપ્રાઇઝ,જે એન્ટરપ્રાઇઝ ઉત્પાદન સિવાયની કામગીરીમાં સંકળાયેલા છે

ભારત સરકારની નવી જાહેરાત (COVID-૧૯ ના અનુલક્ષ પ્રમાણે), હવે ઉપર જણાવેલ વિભાજન નો ભેદભાવ મહદ અંશે દૂર કરવામાં આવ્યા છે.

૨. M.S.M.E. પ્રમાણે કઈ કઈ મર્યાદા પ્રમાણે  વિભાજન કરવામાં આવે છે ?

ભારત સરકારે, Micro (શૂક્ષ્મ), Small(નાના) અને Medium (મધ્યમ) એમ ૩ ભાગમાં વિભાજિત કરેલા છે.

આ વિભાજન નીચે પ્રમાણે કરવામાં આવે છે :

વિભાજન  Micro (શૂક્ષ્મ) Small(નાના) Medium (મધ્યમ)
મશીનરીમાં રોકાણ ૧ કરોડ થી ઓછું ૧ કરોડ થી ૧૦ કરોડ ૧૦ કરોડ થી ૨૦ ક કરોડ
ટર્નઓવર ૫ કરોડ થી ઓછું ૫ કરોડ થી ૫૦ કરોડ ૫૦ કરોડ થી ૧૦૦ કરોડ

 

ઉપર જણાવેલ કોષ્ટક મુજબ દરેક બંને શરતોનું પાલન કરવાનું રહે છે.

૩. MSME ના રજિસ્ટ્રેશનથી કયા કયા લાભો મેળવી શકાય છે ?

MSME ના રજિસ્ટ્રેશનથી નીચે દર્શાવેલા લાભો મળી શકે છે:

* બેંક માથી પ્રાઇમરી લેંડિંગ સેક્ટર અંતર્ગત ૫ કરોડ સુધીની ટર્મ લોનની વ્યવસ્થા,

* બેંક માથી ૧ કરોડ સુધીની વર્કિંગ કૅપિટલ લોનની વ્યવસ્થા

* બેંક માથી ૧૦ લાખ સુધીની સિક્યોરિટી વગર લોનની વ્યવસ્થા

* કંપની નૅ ટ્રેડમાર્ક રજીસ્ટર માં ગવરમેન્ટ ફી ૫૦% સુધીની સબસિડી,

* ISO સર્ટિફિકેટ માટે ૭૫% અથવા ૭૫૦૦૦ સુધીની સબસિડી,

* ક્રેડિટ રેટિંગ રિપોર્ટ માટે ૭૫% અથવા ૪૦૦૦૦ સુધીની સબસિડી,

* બેંક માં કરંટ ખાતું ખોલાવવા માટે એક સરકારી આધાર(પ્રૂફ) તરીકે

* સર્વીસ અને મેનયુફેકચર ઈન્ડસ્ટ્રીઝ માટે નુ લાઈસન્સ મેળવવાની સરળતા

* બેંક માંથી લીધેલ ઓવરડ્રાફટ પર‌ ૧% વ્યાજની મુક્તિ.

* ઈન્ડસ્ટ્રીઝ પ્રમોશન માટે વિવિધ સબસીડી નો લાભ

* એમએસએમઇ નોંધણી સરકારી ટેન્ડર મેળવવામાં મદદ કરે છે

 

૪.કોવિડ૧૯ પછી ભારત સરકારે એમએસએમઇ માટે વધારાના લાભો જાહેર કર્યા છે ?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીએ જાહેર કરેલા રૂ .20 લાખ કરોડના પેકેજના ભાગ રૂપે નાણા પ્રધાન નિર્મલા સીતારામને સૌ પ્રથમ  MSME માટે ૩ લાખ કરોડની કોલેટરલ મુક્ત લોનની જાહેરાત કરી છે નીચે મુજબ મળવા પાત્ર છે.

* જે એન્ટરપ્રાઇઝની ૨૫ કરોડ ની લોન બાકી હોઈ અને જે એન્ટરપ્રાઇઝનું ટર્નઓવર ૧૦૦ કરોડ સુધીનું હશે. તે લોકો ને કોઈ પણ વધારાની જામીનગીરી વગર લોન મળી શકશે. લોન ની મુદત ૪ વર્ષ સુધી ની રહેશે અને ૧૨ મહીના સુધી વ્યાજની રાહત મળશે. આ સ્કીમ નો લાભ ૩૧.૧૦.૨૦૨૦ સુધી લઈ શકાશે.

* NPA થયેલ લોન કે જેનો ધંધો કાર્યરત હોઈ, એવા એકમો માટે પણ આ લોન નો લાભ આપવામાં આવશે.

* ઇક્વિટિ ફંડિંગ અને ફૂંડો ના ફંડ અંતર્ગત વધારનું ભંડોળ ઉપલભ્ધ થશે જેનાથી MSME એકમોને ફંડ ઇક્વિટિ ના સ્વરૂપે આપવામાં આવશે.

૫.કોવિડ૧૯ પછી ગુજરાત સરકારે ક્યાં લાભો જાહેર કર્યા છે ?

* ગુજરાત સરકારે પણ રાજ્યના નાના વેપારીઓ,મધ્યમ વર્ગ, કારીગરો,ફેરિયાઓ,રિક્ષા ચાલકો, વ્યવશીઓ માટે પણ ૧ લાખ લોન માત્ર ૨% વાર્ષિક વ્યાજે લોન આપવામાં આવશે જેમાં રાજ્ય સરકાર ૬% વ્યાજનું ભારણ ચૂકવશે.

* ઉપર જણાવેલ લોન માટે, ૬ મહિના માટે વ્યાજ કે મુદ્દલ ચૂકવવામાં રાહત મળશે. આવા પ્રકારની લોન ૩૦ સરખા હપ્તામાં પરત કરવાની રહશે.

આમ ઉપર જણાવેલ લાભ મેળવા અથવા વધારાની જાણકારી લેવાં સંપર્ક કરો CA ચિંતન પોપટ ૯૭૨૫૩૨૧૭૦૦ અથવા મેઈલ કરો ca.chintanpopat@gmail.com

 

error: Content is protected !!