જી.એસ.ટી વાર્ષીક રીટર્ન GSTR-9 ભરવાની છેલ્લી તારીખ 31 ડીસેમ્બર, ફોર્મ હજુ વેબસાઈટ પર આવ્યું નથી: વેપારી, એકાઉન્ટન્ટ અને ટેક્ષ પ્રોફેશનલ્સ માટે કપરા ચઢાંણ
તા. 28-11-2018
જી.એસ.ટી.આર.– 9 માં જુલાઈ 17 થી માર્ચ18 સુધી ના 9 મહીના ના અપલોડ કરેલ જી.એસ.ટી.આર 1 જી.એસ.ટી.આર 3બી અને જી.એસ.ટી.આર 2A ને પોતાના ચોપડા ના આકડાં સાથે મેળવી ને ફાઈનલ આકડા ભરવાના થાય છે તે ઉપરાંત ક્રેડીટ નોટ, ડેબીટ નોટ, વર્ષ દરમ્યાન કરેલ સુધારા વધારા ની વીગત પણ આપવાની થાય છે.
વેપારીઓ, એકાઉન્ટન્ટ મીત્રો અને ટેક્ષ પ્રોફેશનલ્સ માટે બીજા ફોર્મ કરતા આ રીટર્ન બહુ જ અઘરુ રહેવાનું છે તેવું માનવામાં આવી રહ્યું છે. તદઉપરાંત આ ફોર્મ ભર્યા પછી સુધારા પણ થઈ શકે એવી કોઈ જોગવાઈ જી.એસ.ટી. માં કરવામાં આવેલ નથી. આ વાર્ષીક ફોર્મ ભરવામાં ની છેલ્લી તારીખ માં હવે એક જ મહીનો બાકી હોવા છતાં વેબસાઈટ પર હજુ સુધી આ ફોર્મ મુકવામાં આવ્યું નથી અને તેથી જ સ્વાભાવીક રીતે એકાઉન્ટીંગ ના સોફ્ટવેર માં પણ આ ફોર્મ હજુ તૈયાર થઈ ને આવેલ નથી. જી.એસ.ટી.એન. વેબસાઈટ ની મર્યાદાઓ જોતા આ ફોર્મ 31 ડીસેમ્બર પહેલા ભરવું દરેક માટે કપરા ચંડાણ જેવું સાબીત થશે એવું દેખાઈ રહ્યું છે: પ્રેસ રીપોર્ટેર લલીત ગણાત્રા (ટેક્ષ એડવોકેટ) – ટેક્ષ ટુડે ન્યુઝ.