નિર્મલા સિથારમણ દ્વારા જાહેર કરવામાં આવ્યું આર્થિક પેકેજ-પાર્ટ 4
તા. 16.05.2020: નિર્મલા સિથારમણ દ્વારા આજે વિશેષ આર્થિક પેકેજ નો ભાગ 4 રજૂ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ પોતાના ભાષણમાં જણાવેલ આત્મ નિર્ભર ભારત એટ્લે એકલું અટુલું ભારત નહીં પરંતુ વૈશ્વિક ક્ષેત્રે વધુ સ્પર્ધાત્મક ભારત. આજની જાહેરાત સ્ટ્રક્ચર રીફોર્મ્સ (નીતિ ગત સુધારાઓ) અંગે છે તેવી જાહેરાત કરેલ છે. ભારત ભરમાં 3376 ઇન્ડસ્ટ્રીયલ પાર્ક/SEZ છે તેને ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફોર્મેશન સિસ્ટમ સાથે જોડવામાં આવશે. તમામ આવા પાર્ક ને 2022 સુધીમાં “રેંકિંગ” આપવામાં આવશે.
નવા ચેમ્પિયન સેક્ટર તરીકે કોલસો, મિનિરલસ, ડિફેન્સ ઉત્પાદન, એર સ્પેસ મેનેજમેંટ-નાગરિક ઉડયન, એટોમિક એનર્જી,
આ આર્થિક પેકેજ ની મહત્વની બાબતો નીચે મુજબ છે.
- કોલ ક્ષેત્રે કમર્શિયલ માઇનિંગ માટે છૂટ આપવામાં આવશે. હાલ માં જે કોલ સેક્ટર છે તે સરકારી અંકુશ હેઠળ છે. આ ક્ષેત્રે હરીફાઈ લાવવા, પારદર્શિતા લાવવા ખાનગી ક્ષેત્ર ને આમંત્રિત કરવામાં આવશે. વિશ્વમાં 3જા નંબર નો કોલસા નો ભંડાર હોવા છતાં ભારતે કોલસાની આયાત કરવી પડે તે બાબત ઘણી આશ્ચર્યજનક ગણાય. કોલસાના 50 બ્લોક તાત્કાલિક માઇનિંગ માટે આપવામાં આવશે. આ માટે 50000 કરોડ ની ફાળવણી સરકાર દ્વારા કરવામાં આવશે. કોલસાના ખનન દરમ્યાન પર્યાવરણ ને સૌથી ઓછું નુકસાન થાય તેવી ટેકનૉલોજિનો ઉપયોગ થાય તેવા પ્રયત્ન કરવામાં આવશે. દરેક મંત્રાલય માં પ્રોજેકટ ડેવલોપમેંટ સેલ બનાવવામાં આવશે. રાજ્યો ની નીતિઓ મુજબ કેન્દ્ર સરકાર તેમણે રેંકિંગ આપશે. સોલાર એનર્જી બાબતે ખૂબ ધ્યાન આપવામાં આવશે.
- મિનરલ ક્ષેત્રે “સિમલેસ કંપોઝીટ એક્પ્લોરેશન કમ માઇનિંગ કમ પ્રોડકશન રિજીમ” આવશે. જે અંતર્ગત ખનન પ્રવૃતિ તથા ઉત્પાદન ક્ષેત્રે ઘણી અનિશ્ચિતતા તથા વિધિઓ દૂર થશે. સાથે જરૂરિયાત વાળા મિનરલ્સની નીલામી સાથે કરવામાં આવશે. આમ કરવાથી ઉત્પાદન ખર્ચ ઘટશે. ઉદાહરણ તરીકે બોકસાઈટ તથા એલ્યુમિનિયમ ની નીલામી સાથે કરવામાં આવશે. કેપ્ટિવ તથા નોન કેપ્ટિવ માઇનસ બંન્ને માટે વધારાના મિનરલ વેંચવા અંગે સરળતા લાવવામાં આવશે. માઇનિંગ લીઝ માટે ચૂકવવાની થતી સ્ટેમ્પ ડ્યૂટી ઘટાડવામાં આવશે.
- ભારત ને ડિફેન્સ ક્ષેત્રે સ્વનિર્ભર બનાવવાની નેમ સરકાર દ્વારા લેવામાં આવેલ છે. ભારતમાં ઉત્પન થતાં શસ્ત્રો વધારવામાં આવશે. અમુક ખાસ શસ્ત્રો જેની જાહેરાત કરવામાં આવશે તેમનું ઉત્પાદન ભારતમાં જ કરવામાં આવશે અને આ લિસ્ટ દર વર્ષે વધારવામાં આવશે. આ લિસ્ટ મુજબ ના શસ્ત્રો ભારત સિવાય બહારથી ખરીદી શકશે નહીં. ડિફેન્સ આર્ટિકલ્સ નું ઉત્પાદન કોર્પોરેટ ધોરણે કરવામાં આવશે. નાણાં મંત્રીએ ખાસ ભાર મૂકી ને જણાવ્યુ હતું કે આ બાબત ને પ્રાઈવેટાઈઝ કરવામાં નથી આવતું. ડિફેન્સ મેન્યૂફેકચરિંગ કંપનીઓ ને શેર માર્કેટ માં લિસ્ટ કરવામાં આવશે અને સામાન્ય નાગરિકો શેર પણ ધારણ કરી શકશે. આ ક્ષેત્ર માં ફોરેન ડાઇરેક્ટ ઇન્વેસ્ટમેંટ (FDI) 49% થી વધારી 74% કરવામાં આવ્યું છે. ડિફેન્સ ને લગતી ખરીદીઓ ને ટાઈમ બાઉન્ડ કરી આપવામાં આવશે. ડિફેન્સ ચીજ વસ્તુઓની ખરીદીની પ્રક્રિયા વ્યાવહારિક પણ બનાવવામાં આવશે.
- ભારતમાંની માત્ર 60% જેટલી “એર સ્પેસ” નો જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બાકી ની “એર સ્પેસ” ડિફેન્સ કારણોસર ઉપયોગ કરી શકતા નથી. આ કારણે લોકોએ વધુ લાંબા રુટ ઉપર યાત્રા કરવી પડે છે. સરકાર વધુ માં વધુ “એર સ્પેસ” નો ઉપયોગ કરવા પ્રયત્નો કરશે. આમ કરવાથી ગેસોલીન ની બચત થશે, પાઇલટ, ક્રૂ તથા યાત્રીઓ નો સમય બચશે અને તેની સાથે પર્યાવરણ ની પણ જાળવણી થશે. આમ કરવાથી વાર્ષિક 1000 કરોડ ની બચત થશે. ભારતમાં નાગરિક ઉદયન માટે ખૂબ મોટી તકો છે.
- અગાઉ એરપોર્ટ ઓથોરીટી દ્વારા 3 એરપોર્ટ ની જાળવણી તથા સંચાલન માટે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ માટે આપી દીધા છે. આ ઉપરાંત બીજા રાઉન્ડમાં 6 એરપોર્ટ આ રીતે આપવાની નીલામી ની પ્રક્રિયા ટૂંક સમયમાં ચાલૂ થશે. આ સિવાય ત્રીજા રાઉન્ડમાં બીજા 6 એરપોર્ટ જાળવણી માટે અને સંચાલન માટે આપવામાં આવશે. આ એરપોર્ટ માં ખાનગી ક્ષેત્ર દ્વારા 13000 કરોડ જેટલું રોકાણ કરશે તેવો અંદાજ છે. એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા ને એક સાથે 2300 કરોડ મળશે. યાત્રીઓ ને આમ થવાથી વિશ્વ કક્ષા ની સગવડો મળશે.
- ભારત એ વિશ્વ ની એરક્રાફ્ટ જાળવણી, રિપેર્સ માટેનું મોટું હબ બનશે. આ સગવડ ને MRO (Maintenance, Repairs & Overhaul) કહેવામા આવે છે. હાલ, મોટાભાગના ભારતના એરોપ્લેન ની જાળવણી તથા રિપેર્સ વિદેશોમાં થઈ રહી છે. ભારત પાસે આ ક્ષેત્રે વિપુલ તકો રહેલી છે. MRO માટે સરકાર દ્વારા ટેક્સ માં છૂટછાટ આપવામાં આવશે. આમ થવાથી વિશ્વ ના મોટા એન્જિન બનાવતા ઉત્પાદકોએ એન્જિન રિપેર્સ ની સગવડો ભારતમાં શરૂ કરશે. આમ કરવાથી એરોપ્લેન ની જાળવણી તથા રિપેર્સ નો ખર્ચ ઘટશે. આનો લાભ યાત્રીઓ ને પણ મળશે.
- પાવર સેક્ટરને કેન્દ્ર શાશિત રદેશમાં પ્રાઈવેટાઇઝેશન કરવામાં આવશે. ગ્રાહકોના આદિકારોનું ખાસ ધ્યાન રકવામાં આવશે. સમગ્ર દેશમાં લોડ શેડિંગ જેવી બાબતો ને નિયંત્રિત કરવામાં આવશે. આમ કરવાથી વિદ્યુત ઉત્પાદન વધશે અને ગ્રાહકોને વધુ સારી સગવડો મળશે. પ્રિ પેઇડ મીટર ની શરુવત કરવામાં આવશે. આ અંગે ની સબસિડી હવે ડાયરેક્ટ બેન્ક ક્રેડિટ (DBT) દ્વારા આપવામાં આવશે. પાવર ડિસ્ટ્રિબ્યુશન માં તેજી આવશે. આ અંગે ની શરૂઆત કેન્દ્ર શાશીત પ્રદેશો થી કરવામાં આવશે. કેન્દ્ર સરકાર મને છે કે આ યોજના જોઈ તમામ રાજ્યો પોતાના રાજ્ય માં આનું અનુકરણ કરવા પ્રયત્નશીલ બનશે.
- સરકાર દ્વારા સામાજિક માળખાકીય સુવિધાઓ માટે 81 કરોડ ની ફાળવણી કરવામાં આવશે. આ સામાજિક માળખાકીય સાગવાડોમાં હોસ્પિટલ, શાળા વી નો સમાવેશ થશે. સામાન્ય રીતે વાયબીલીટી ગેપ ફંડિંગ કેન્દ્ર કે રાજ્ય સરકાર 20% સબસિડી આપતી હતી. પરંતુ આ પ્રકારના પ્રોજેકટ માટે વાયબીલીટી ગેપ ફંડિંગ માટે 30% જેટલી સબસિડી આપશે.
- અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે પણ ખાનગી ક્ષેત્રે ની કંપનીઓ ને ISRO સાથે કામ કરવા આમંત્રિત કરવામાં આવશે. આ ખાનગી ક્ષેત્ર ની કંપની ઑ માટે ISRO ની સગવડો નો લાભ આપવામાં આવશે. ભવિષ્યમાં ગ્રહો ની શોધ હોય કે અન્ય ગ્રહો ની મુલાકાતમાં ISRO સાથે ખાનગી ક્ષેત્રે ની કંપનીઓ કામ કરી શકશે. લિબરલ જીઓ ડેટા ખાનગી ક્ષેત્ર ને આપવામાં આવશે. આ બાબતે દેશ ની સિક્યોરિટી નું ખાસ ધ્યાન રાખવામા આવશે.
- કેન્સર જેવી ગંભીર બીમારીઓ માટે ગહન સંશોધન તથા “મેડિકલ આઇસોટોપ્સ” ના ઉત્પાદન બાબતે PPP (પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ) મોડલ ઉપર સંશોધન કેન્દ્રો બનાવવામાં આવશે. ખાદ્ય ક્ષેત્રે જાળવણી બાબતે PPP મોડલ ઉપર રોકાણ વધારવામાં આવશે. ભારતના ટેક્નોલોજિકલ ક્ષેત્ર ના સ્ટાર્ટ અપ ને વેગ આપવા સરકાર પ્રયત્નો કરશે.
આ હતી આર્થિક પેકેજ ના ભાગ 4 ની જાહેરાતો. આવતીકાલે 11 કલાકે આર્થિક પેકેજ ની છેલ્લી જાહેરાતો સવારે 11 વાગ્યે કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. ભવ્ય પોપટ, એડિટર-ટેક્સ ટુડે