પુલવામાં માં થયેલ CRPF ઉપર ના હુમલા માં શહીદ થયેલ જવાનો ને અશ્રુભીની શ્રદ્ધાંજલિ: ટેક્સ ટુડે
ઉના, તા 15.02.19:
14 ફેબ્રુઆરી ના રોજ ફિદાયિન હુમલાવર દ્વારા જમ્મુ કાશ્મીર ના પુલવામાં ખાતે CRPF ના કાફલા પાર હુમલો કરવામાં આવેલ હતો. આ હુમલામાં 44 ભરસ્તીય જવાનો શાહિદ થઈ ગયા હતા. ખૂબ મોટા પ્રમાણમાં વિસ્ફોટકો થી ભરેલ ગાડી CRPF ની બસ સાથે અથડાવવા ના કારણે મોટી જાનહાનિ થયા ના અહેવાલો છે.
ટેક્સ ટુડે ની ઓફિસ ખાતે શહીદો ને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. આ તકે સિનિયર એડવોકેટ તથા નોટરી એન. જે બ્રહ્મભટ્ટ, એડવોકેટ અમરભાઈ દેશાવલ, એડવોકેટ વિમલભાઈ બ્રહ્મભટ્ટ, એકાઉન્ટન્ટ જયેશ ઠકરાર, ટેક્સ ટુડે રિપોર્ટર ઇમરાન ચોરવાડા, અમિત તન્ના, રવિ સખાનપરા તથા ટેક્સ ટુડે સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આ સાથે ઉના માં ખાઉં ગલી ખાતે યુવાનો દ્વારા શહીદો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મસૂર અઝહર ના પુતળા દહન વડે પાકિસ્તાન સામે આક્રોશ ઠાલવવા માં આવ્યો હતો. શનિવારે બપોર બાદ ઉના ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બંધ નું એલાન આપવામાં આવ્યા ના સમાચારો પણ માલી રહ્યા છે. ઉના સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એશો. દ્વારા એક સુર માં આ હુમલાને વખોડી કાઢવામાં આવ્યો છે.
અલગ અલગ રીતે શહીદો ને શ્રદ્ધાંજલી આપવામાં આવી રહી છે. પરંતુ એક બાબત ચોક્ક્સ છે કે શહીદો ના બલિદાન નો ખરો બદલો તો સેનાએ દ્વારા જ લેવામાં આવવો જોઈએ. મીડિયા માં મળતા સમાચારો મુજબ સેનાને જવાબ રૂપી કાર્યવાહી કરવાની સંપૂર્ણપણે છૂટ આપી દેવામાં આવેલ છે. પાકિસ્તાન ને છેલ્લા 20 વર્ષ થઈ વધુ જે “મોસ્ટ ફેવર્ડ નેશન” નો દરજ્જો આપવામાં આવ્યો હતો તે એકજ દિવસ માં પછી ખેંચી લેવામાં આવ્યો છે. આ નિર્ણયને પગલે પાકિસ્તાનને આર્થીક નુકસાની જશે તે નક્કી છે. આ તકે એ પણ આશા રાખું છું કે આવી કપરી પરિસ્થિતિમાં અન્ય પક્ષો પણ દેશ હિત ને લાગતા નિર્ણય માં સસરકાર ને સાથ આપશે.
ભવ્ય પોપટ એડિટર, ટેક્સ ટુડે