વર્ષ 2017-18 ના જી.એસ.ટી.ના વાર્ષિક રિટર્ન તથા ઓડિટની મુદત વધારવા જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ. તથા ધ સધર્ન ગુજરાત કોમર્શિયલ ટેક્સ બાર એશો. સુરત દ્વારા દ્વારા નાણાંમંત્રીને કરવામાં આવી વિનંતી
તા. 24.01.2020: જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ. દ્વારા નાણાં મંત્રી ને નાણાકીય વર્ષ 2017 18 ના જી.એસ.ટી. રિટર્ન ની છેલ્લી તારીખ 31 જાન્યુવારી થી વધારી 31 માર્ચ કરવા વિનંતી કરવામાં આવેલ છે. ચેમ્બર વતી સંસ્થા ના સેક્રેટરી અને જાણીતા કરવેરા નિષ્ણાંત અક્ષત વ્યાસ દ્વારા પત્ર લખી કરદાતાઓ ને જી.એસ.ટી. પોર્ટલ ઉપર કામ કરવામાં પડતી તકલીફો વિષે જણાવવામાં આવ્યું છે. પોર્ટલમાં રહેલી ખામીઓ ના કારણે વાર્ષિક રિટર્ન માટેની તારીખ વધારવી જરૂરી છે તેવું આ પત્ર માં જણાવવા માં આવ્યું છે. સમગ્ર દેશમાં જી.એસ.ટી. વાર્ષિક રિટર્ન અને ઓડિટ બાબતે ઘણી ફરિયાદો ઉઠવા પામી છે. જામનગર ચેમ્બર દ્વારા આ અંગે પહેલ કરી મુદત વધારવા પત્ર લખવામાં આવ્યો છે. આ પ્રકારેજ સુરત સ્થિત સધર્ન ગુજરાત કમર્શિયલ ટેક્સ બાર એશો. સુરત દ્વારા પણ ખૂબ વિગતવાર રજૂઆત નાણાંમંત્રીને કરવામાં આવેલ છે. ટેક્સ ટુડે સાથે વાત કરતાં એશો. ના પ્રમુખ એડવોકેટ પ્રશાંત શાહ જણાવે છે કે સમગ્ર દેશ માં ખૂબ ઓછા પ્રમાણ માં જી.એસ.ટી. ના વાર્ષિક રિટર્ન તથા ઓડિટ ભરી શકાયા છે. આનું મુખ્ય કારણ જી.એસ.ટી. પોર્ટલ ની ખામીઑ છે. આ ઉપરાંત GSTR 9 ઘણું અવ્યવહારિક ફોર્મ હોવાથી પણ કરદાતા આ ફોર્મ ભરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ કારણો ને ધ્યાને લઈ આ ફોર્મ ભરવાની મુદત વધારવામાં આવે તે ખૂબ જરૂરી છે. આશા રાખીએ કે અન્ય વેપારી એશોશીએશનો તથા વ્યવસાયી એશોશીએશન પણ આ અંગે રાજુવાત કરે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે