વેપાર-દુકાનો ને લોકડાઉન માંથી મુક્તિ !!! શું તમારી દુકાન ખૂલી શકશે???? વાંચો આ વિશેષ લેખ

Spread the love
Reading Time: 5 minutes

ગુજરાત સરકાર દ્વારા 25 એપ્રિલ ના રોજ ઠરાવ બહાર પાડવામાં આવ્યો:

1. મ્યુનિસીપલ કોર્પોરેશન તથા મ્યુનીસીપાલિટી ના વિસ્તારો માટે: 

આ દુકાનો શરૂ થઈ શકશે:

  • શોપ એક્ટ (ગુમાસ્તા ધારા) હેઠળ નોંધાયેલ તમામ દુકાનો, જેમાં નીચે નો સમાવેશ થાય છે…

રહેણાંકી વિસ્તારો નજીક જે દુકાનો હોય,

કોમ્પ્લેક્સ સિવાય અલગ અલગ દુકાન આવેલ હોય,

રહેણાંકી કોમ્પ્લેક્સ માં આવેલ દુકાનો

આ દુકાનો શરૂ થઈ શકશે નહીં:

  • માર્કેટ માં આવેલ દુકાનો
  • માર્કેટ માં આવેલ કોમ્પ્લેક્સ માં આવેલ દુકાનો
  • મોલ તથા મોલ માં આવેલ દુકાનો

ધ્યાન રાખવા ની બાબતો:

  • આ દુકાનોએ પોતાના કુલ જાહેર કરેલ કર્મચારીઑ માંથી 50% સુધી ના કર્મચારીઓ સાથે કામ ચલાવવા નું રહેશે. (ગુમાસ્તા ધારામાં જાહેર કરેલ કર્મચારીઓ ના 50%)(મોટા ભાગ ના વેપારીઓ ને એ પણ યાદ નહીં હોય કે પોતે ગુમાસ્તા ધારા હેઠળ કેટલા કર્મચારીઓ જાહેર કરેલ છે)
  • આ દુકાનોમાં કર્મચારીઓ એ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે.
  • આ દુકાનોએ શોશીયલ ડિસ્ટન્સિંગ નું પાલન કરવાનું રહેશે.

 

2. મ્યુનિસીપલ કોર્પોરેશન તથા મ્યુનીસીપાલિટી ના વિસ્તારો સિવાય (ગ્રામ્ય વિસ્તારો માટે): 

આ દુકાનો શરૂ થઈ શકશે:

  • શોપ એક્ટ (ગુમાસ્તા ધારા) હેઠળ નોંધાયેલ તમામ દુકાનો, જેમાં નીચે નો સમાવેશ થાય છે…

કોમ્પ્લેક્સ સિવાય અલગ અલગ દુકાન આવેલ હોય,

રહેણાંકી કોમ્પ્લેક્સ માં આવેલ દુકાનો

કોમર્શિયલ કોમ્પ્લેક્સ માં આવેલ દુકાનો

આ દુકાનો શરૂ થઈ શકશે નહીં:

  • મોલ તથા મોલ માં આવેલ દુકાનો

ધ્યાન રાખવા ની બાબતો:

  • આ દુકાનોએ પોતાના કુલ જાહેર કરેલ કર્મચારીઑ માંથી 50% સુધી ના કર્મચારીઓ સાથે કામ ચલાવવા નું રહેશે. (ગુમાસ્તા ધારામાં જાહેર કરેલ કર્મચારીઓ ના 50%)(મોટા ભાગ ના વેપારીઓ ને એ પણ યાદ નહીં હોય કે પોતે ગુમાસ્તા ધારા હેઠળ કેટલા કર્મચારીઓ જાહેર કરેલ છે)
  • આ દુકાનોમાં કર્મચારીઓ એ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે.
  • આ દુકાનોએ શોશીયલ ડિસ્ટન્સિંગ નું પાલન કરવાનું રહેશે.

નીચેના નિયમો મ્યુનિસિપલ કોર્પોરેશન, મ્યુનિસિપાલિટી તથા ગ્રામ્ય વિસ્તાર તમામ માટે લાગુ પડશે.  

  • જાહેર કરેલ રેડ ઝોન માં ઉપર જણાવેલ મુક્તિ લાગુ પડશે નહીં.
  • દારૂ નું વેચાણ, ટોબેકો નું વેચાણ, પાન, ગુટખા જેવી ચીજ વસ્તુઓ નું વેચાણ બંધ રહેશે.
  • વાળંદ ની દુકાનો, સલૂન, સ્પા, ચા ની દુકાનો (ચા ની લારી તથા હોટેલ), રેસ્ટોરંટ, હોટેલ બંધ રહેશે.
  • ઇ કોમર્સ કંપની ઑ (જેવીકે ફ્લિપ કાર્ટ, એમેઝોન વી.) માત્ર જરૂરી જાહેર કરેલ વસ્તુઓ ની ડિલિવરી જ કરશે.

શું ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ ઠરાવ બાદ પણ દુકાનો એ સ્થાનિક કલેક્ટર/SDM/મામલતદાર ના આદેશ ની રાહ જોવી પડે?

આ પ્રશ્ન ઘણા ધંધાર્થીઓ ના મન માં ઉઠી રહ્યો છે. આ અંગે મારૂ મંતવ્ય છે કે જો સ્થાનિક સ્તર ઉપર કલેક્ટર/SDM/મામલતદાર ઉપર ના ઠરાવ ઉપરાંત કોઈ વધારાની કાળજી અંગે જાહેરનામું બહાર પાડવા માંગતા હોય તો તેઓએ આદેશ કરવણો રહે. પરંતુ જો આ અંગે તેઓ તરફથી કોઈ આદેશ ના થાય તો ગુજરાત સરકાર ના ઠરાવ ને માન્ય ગણી દુકાનો ખોલી શકાય છે.

શું ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ ઠરાવ બાદ દુકાન ખોલવા તથા બંધ કરવા કોઈ સમય નિશ્ચિત રહેશે?

આ પ્રશ્ન પણ અનેક ધંધાર્થીઓ ના મન માં ઉઠી રહ્યો છે. આ અંગે મારો મત એવો છે કે ગુજરાત સરકાર દ્વારા કોઈ સમય બાધ જાહેર કર્યો નથી. પરંતુ જો સ્થાનિક સ્થિતિ ને નિયંત્રિત કરવા કલેક્ટર/SDM/મામલતદાર આ અંગે સમય ઠરાવી શકે. મોટા ભાગ ના વિસ્તારોમાં આ અંગે સમય ના જાહેરનામા કરવામાં આવશે તેવું મારૂ માનવું છે.

શું એડવોકેટ, CA, એન્જિનિયર ની ઓફિસો હવે શરૂ થઈ શકે છે?

આ પ્રશ્ન અમારા ઘણા વ્યવસાયીઓ માં ચર્ચાનો વિષય બન્યો છે. મારા મત મુજબ વ્યવસાયી પોતાની ઓફિસ આ આદેશ મુજબ ખોલી શકે નહીં. આનું કારણ એ છે કે આ આદેશ થી શોપ લાઇસન્સ ધરાવતી દુકાનો ને છૂંટ આપવામાં આવેલ છે. જૂજ વ્યવસાયી શોપ લાઇસન્સ ધરાવતા હોય છે. દુકાન ધરાવતા વ્યવસાયી જેમની પાસે શોપ લાઇસન્સ હોય તેઓ પોતાની દુકાન ખોલે તો કદાચ તેમની સામે આ ઠરાવ નું અર્થઘટન કામ આવે અને તેઓ ઉપર કાયદાકીય રીતે કોઇ કાર્યવાહી ના થઈ શકે તેવું મારૂ માનવું છે.

ગુજરાત સરકારનો ઠરાવ: SHOPS ORDER

ભવ્ય પોપટ,એડિટર, ટેક્સ ટુડે.


તારીખ 24 એપ્રિલ 2020 થી વેપાર-ધંધાઓ માં મળશે લોકડાઉન માંથી મુક્તિ!!

રાજ્ય સરકારો દ્વારા જાહેર કરવાની રહેશે માર્ગદર્શિકા

આ રાહતો નો ઉપયોગ સગવડતા માટે અને અનિવાર્ય હોય ત્યાંજ કરવા ટેક્સ ટુડે ગ્રૂપ ની ખાસ અપીલ: કોરોના નો ખતરો હજું ટળ્યો નથી!!!

 

 

 

By Bhavya Popat, Advocate, Editor-Tax Today.

 

તા. 25.04.2020: લોકડાઉન 2.0 માં 20 એપ્રિલ થી ઘણી છૂટછાંટ આપવામાં આવી રહી છે. આ છૂટ માં સૌથી મોટી ગણી શકાય તેવી છૂટ તારીખ 24 એપ્રિલ ના રોજ આપવામાં આવેલ છે. આ છૂટછાંટ અંગે સરળ ભાષામાં નીચે સમજૂતી આપેલ છે: દુકાનો-વેપાર ને  જે મુક્તિ આપવામાં આવેલ છે તેને નીચેના બે વિભાગ માં વહેંચવામાં આવી છે. 

મ્યુનિસીપલ કોર્પોરેશનમાં તથા મ્યુનિસીપાલિટી માં હોય તે સિવાય ની દુકાનો:

  • આ કિસ્સામાં જે દુકાનો “શોપ એન્ડ એસ્ટાબ્લીશમેંટ” નું પ્રમાણપત્ર (ગુમાસ્તા ધારાનું) ધરાવતી હોય તે દુકાનો ખૂલી શકશે.
  • આ દુકાનોમાં રહેણાંકી કોમ્પ્લેક્સમાં આવેલ, માર્કેટ કોમ્પ્લેક્સ (*કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આવેલ દુકાનો એમ સમજી શકાય) માં આવેલ દુકાનો ખૂલી શકશે.
  • આ વિસ્તારોમાં આવેલ મલ્ટી બ્રાન્ડ મોલ, સિંગલ બ્રાન્ડ મોલ ખૂલી શકશે નહીં.
  • આ દુકાનોએ પોતાના કુલ જાહેર કરેલ કર્મચારીઑ માંથી 50% સુધી ના કર્મચારીઓ સાથે કામ ચલાવવા નું રહેશે.
  • આ દુકાનોમાં કર્મચારીઓ એ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે.
  • આ દુકાનોએ શોશીયલ ડિસ્ટન્સિંગ નું પાલન કરવાનું રહેશે.

   

મ્યુનિસીપલ કોર્પોરેશનમાં તથા મ્યુનિસીપાલિટી વિસ્તારમાં પડતી દુકાનો: 

  • આ કિસ્સામાં જે દુકાનો “શોપ એન્ડ એસ્ટાબ્લીશમેંટ” નું પ્રમાણપત્ર (ગુમાસ્તા ધારાનું) ધરાવતી હોય તે દુકાનો ખૂલી શકશે.
  • આ દુકાનોમાં રહેણાંકી કોમ્પ્લેક્સમાં આવેલ દુકાનો ખૂલી શકશે.
  • માર્કેટ કોમ્પ્લેક્સ (*કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આવેલ દુકાનો એમ ગણી શકાય) માં આવેલ દુકાનો ખૂલી શકશે નહીં.
  • આ વિસ્તારોમાં આવેલ મલ્ટી બ્રાન્ડ મોલ, સિંગલ બ્રાન્ડ મોલ ખૂલી શકશે નહીં.
  • આ દુકાનોએ પોતાના કુલ જાહેર કરેલ કર્મચારીઑ માંથી 50% સુધી ના કર્મચારીઓ સાથે કામ ચલાવવા નું રહેશે.
  • આ દુકાનોમાં કર્મચારીઓ એ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે.
  • આ દુકાનોએ શોશીયલ ડિસ્ટન્સિંગ નું પાલન કરવાનું રહેશે.

*માર્કેટ કોમ્પ્લેક્સ નો અર્થ અગાઉ મોલ માં આવેલ દુકાનો એમ કર્યો હતો. પણ આ બાબતે જાણકારો સાથે ચર્ચા થતાં આ અર્થ કોમર્શિયલ કોમ્પ્લેક્સ તરીકે ગણેલ છે.

 

ઉપરોક્ત જાહેરાતો સંદર્ભે નીચેની બાબતો ધ્યાન રાખવી ખૂબ જરૂરી છે.

રેડઝોન જાહેર કરેલ વિસ્તારમાં આ જાહેરનામું લાગુ પડશે નહીં.

  1. રાજ્ય સરકાર (સામાન્ય રીતે કલેક્ટર/નાયબ કલેક્ટર) આ અંગે સ્થાનિક સ્તર ઉપર જાહેરનામું બહાર પાડે છે. એ જાહેરનામું/આદેશ બહાર પાડે પછી આ દુકાનો ખૂલી શકશે.

ખુલાસો જરૂરી હોય તેવા મુદ્દાઓ:

      લોકડાઉનમાં આપવામાં આવેલ આ રાહતો ચોક્કસ વેપારી વર્ગ ને ખુશ કરશે. પરંતુ અમુક મુદ્દાઓ અંગે ખુલાસા કરવા જરૂરી છે. અમુક એવા પ્રશ્નો જેના જવાબ મેળવવા ખૂબ જરૂરી છે.  

  1. શોપ એક્ટ લાઇસંસ ગુજરાત જેવા ઘણા રાજ્યમાં, શરતો ને આધીન મરજિયાત થઈ ગયું છે. આવા કિસ્સાઓ માં જો દુકાનો શોપ અને એસ્ટાબ્લીશમેંટ કાયદા હેઠળ નોંધાયેલ ના હોય તો શું તેને આ લોકડાઉન માં મુક્તિ ના મળે?

 

  1. કેન્દ્ર સરકાર ના જાહેરનામામાં દુકાનો ને સમયબાધ દૂર કરવા (ખાસ કરી ને જરૂરિયાત ની વસ્તુ પૂરી પાડતી) ની જાહેરાતો છતાં, મોટા ભાગના અધિકારીઓએ દ્વારા સમયબાધ સાથે ના જાહેરનામા બહાર પાડવામાં આવે છે(મોટા ભાગે સવારે 9 થી 12 સુધી છૂટ આપતા). શું આ બાબત યોગ્ય છે???

 

  1. કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરી આપવામાં આવી હોવા છતાં રાજ્ય સરકાર ના અધિકારીઓએ દ્વારા જાહેરનામા બહાર પાડવામાં વિલંબ કરવામાં આવે છે તેવું જાણવામાં આવ્યું છે. આ સમય દરમ્યાન વેપારીઓ માં અસંમનજસની સ્થિતિ ઊભી થાય છે. આ બાબત નિવારવા રાજ્ય સરકારોએ ખાસ પ્રયત્ન કરવા જરૂરી નથી??

 

  1. મ્યુનિસિપલ કોર્પોરેશન તથા મ્યુનિસીપાલિટીની હદમાં આવેલ માર્કેટ કોમ્પ્લેક્સ એટ્લે શું?? શું માત્ર મોલ માં આવેલ દુકાનોને માર્કેટ કોમ્પ્લેક્સમાંની દુકાનો ગણી શકાય કે તમામ કોમર્શિયલ કોમ્પ્લેક્સ ની દુકાનો ને માર્કેટ કોમ્પ્લેક્સ ની દુકાનો ગણી શકાય???   

 

ટેક્સ ટુડેના મધ્યમથી અમારી અધિકારીશ્રીઓ ને અપીલ છે કે ઉપરોક્ત પ્રશ્ન અંગે ના ખુલાસાઓ વેપારીઓ ના હિત માં કરે. વેપારીઓ ને પણ આ તકે ખાસ અપીલ કે કોરોના વાઇરસ ને ફેલાતો રોકવા પૂરતી તકેદારી રાખવામા આવે. જો આ બાબતે કાળજી ના રાખવામા આવી તો લોકડાઉનમાંથી મુક્તિ પરત પણ લઈ શકે છે….

આ અંગેનો મૂળ ઓર્ડર ડાઉનલોડ કરો: Shop opennning 24.04

 

21 thoughts on “વેપાર-દુકાનો ને લોકડાઉન માંથી મુક્તિ !!! શું તમારી દુકાન ખૂલી શકશે???? વાંચો આ વિશેષ લેખ

    1. શોપ લાઇસન્સ હોય અને દુકાન હોય તો ચાલુ કરી શકાય મારા મતે

    1. હા, શોપ એક્ટ લાઇસન્સ હોવું જોઈએ.

  1. Sir, Ithank you for giving clear information.. is there any guidelines regarding opening of mobile phone authorized service center in commerical complex ??

    1. In My view you can open if you have shop act lic and your shop in not in a commercial complex or market area.

    2. In My view you can open if you have shop act lic and your shop in not in a commercil complex

Comments are closed.

error: Content is protected !!