શાળા ના પ્રવાસ ના વાહનો માટે રોડ ઉપર રાત્રી ના 11 થી સવારે 6 સુધી “નો એન્ટ્રી”!!

Spread the love

Reading Time: < 1 minuteબાળકો ની “સેફટી” હંમેશા સર્વોપરી

Spread the love
Reading Time: < 1 minute

તા:27.12.18 ઉના: હાલ માં શાળાઓ તથા ટ્યુશન ના પ્રવાસો માં બનેલ ગમખ્વાર અકસ્માતો ને ધ્યાને લઇ ને ગુજરાત કેબિનેટ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે રાત્રી ના 11 થી સવારે 6 કલાક દરમ્યાન બાળકો સાથે ની કોઈ પ્રવાસી બસ પ્રવાસ ખેડી શકશે નહીં. આ બાબત ની જાહેરાત નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિન પટેલ દ્વારા કરવામાં આવેલ હતી. આ અંગે ટૂંક સમય પ્રાથમિક અને માધ્યમિક બોર્ડ જાહેરનામું લાવી શકે છે. એવીનપન શક્યતા છે કે ટ્યુશન લાસીસ ને પણ આ નિયમ ના દાયરામાં લેવા રોડ ટ્રાન્સપોર્ટ વિભાગ પણ જાહેરનામું બહાર પાડી શકે છે. જાહેરનામું આવે કે ના આવે, બાળકો ની “સેફટી” માટે આમ કરવું ખાસ જરૂરી છે. અનેક શાળાઓ દ્વારા શિયાળ માં નાના તથા મોટા પ્રવાસો ના અયોજમ થતા હોય છે. અચાનક આવેલા આ નિર્ણયને પગલે અનેક શાળાઓએ પોતાના પ્રવાસ ના આયોજનો માં ફેરફાર કરવો પડશે. બ્યુરો રિપોર્ટ ટેક્સ ટુડે

error: Content is protected !!