સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડ્વોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
તારીખ: 16 સપ્ટેમ્બર 2019
- મારા એક અસીલ નો બિઝનેસ મેટરનિટી પેડ બનાવવાનો છે. આ વસ્તુ કરમુક્ત છે. ખરીદી ઉપર લાગેલ ITC ની ક્રેડિટ મળે? વિજય પ્રજાપતિ
જવાબ: ના, કલમ 16 હેઠળ કરમુક્ત માલ ના વેચાણ માટે ખરીદેલ માલ ની ITC મળી શકે નહીં.
- મારા એક અસીલ યાર્ન ટ્રેડિંગ કરે છે. તેઓ ને ખરીદી ઉપર ચૂકવવા ની થતી રકમ મોડી ચૂકવે છે તે બદલ વ્યાજ ચૂકવે છે. શું આ વ્યાજ ઉપર કલમ 194A હેઠળ TDS કરવાની કોઈ જવાબદારી આવે? આ અંગે પરાગ એમ. શાહ VS ITO ITA No 2075/Ahd/2008 Co No 120/Ahd/2008 ધ્યાને લઈ ને જવાબ આપવા વિનંતી. હરેશ સાભડિયા, સુરત
જવાબ: એક્ટ માં અંગે ખાસ ખુલાસા નથી. પરંતુ તમે જણાવેલ પરાગ એમ. શાહ કેસ ની જેમ જ અન્ય ચૂકદા છે જેમાં એવો નિર્ણય આપવામાં આવ્યો છે કે ખરીદી માટેના વિલંબિત ચુકવણી માટે નું વ્યાજ એ ઉછીની લીધેલ રકમ ના ગણાઈ અને આ રકમ ઉપર TDS ની જવાબદારી અમારા મતે ના આવે.
- મારા અસીલ ના કિસ્સામાં 2017 18 ના વર્ષ ના B2B બિલ ઉમેરવા ના રહી ગયા છે. શું અમારા અસીલ ના ખરીદનાર ને આ બિલો ની ક્રેડિટ મળે? આર.વી. ભોજાણી
જવાબ: હા, જો ખરીદનાર જી.એસ.ટી. કાયદા ની કલમ 16 માની શરતો પૂર્ણ કરે તો GSTR 2A માં ના હોવા છતાં પણ ક્રેડિટ મળે. આ બિલ GSTR 1 માં દર્શાવવા ના રહી ગયા હોય તો ચાલે પરંતુ આ બિલો ઉપર નો ટેક્સ 3B દ્વારા કે DRC 03 દ્વારા ભરેલો હોવો અનિવાર્ય છે.
- અમે જ્વેલરી નો શો રૂમ ધરાવીએ છીએ. સોના નું વેચાણ અમે લેબર સાથે કરીએ છીએ. આ વેચાણ માં જ્યારે હું સોનું તથા લેબર અલગ અલગ દર્શાવું તો મને કંપોઝીટ સપ્લાય ગણી 3% જી.એસ.ટી. નો લાભ મળે? મહેશ દોંગા, ઉના
જવાબ: હા, અમારા મત મુજબ સોના ના વેચાણ માં ભલે લેબર અલગ દર્શાવવા માં આવે છતાં પણ સોનું એ પ્રિન્સિપાલ સપ્લાય હોય, આ વ્યવહાર ઉપર 3% ના દરે (સોના ના દરે) જી.એસ.ટી. લાગે.
- મે પોલીસ ખાતા પાસેથી જેલ ના કેદીઓ ને ખાવાનું પીરસવાનો કોન્ટ્રાક્ટ લીધેલ છે. આ કોન્ટ્રાક્ટ ઉપર ક્યાં દરે જી.એસ.ટી. લાગે? જી.એસ.ટી. નંબર મરજિયાત ધોરણે મે જુલાઇ મહિના માં લીધો. આ અગાઉ ના (જી.એસ.ટી. રજીસ્ટ્રેશન પહેલા ના) મારા બિલો આવવાના બાકી છે. શું આ બિલ ઉપર જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવે? શું આ રકમ ઉપર TDS ની જવાબદારી આવે? એક વેપારી, ઉના
જવાબ: તમારા કોન્ટ્રાક્ટ ઉપર આઉટ ડોર કેટરિંગ ના દરે 18% જી.એસ.ટી. ભરવાનો રહે. જુલાઇ પહેલા (રજીષ્ટ્રેશન પહેલા) ના સમય માં અમારા મતે ચૂકવનર ની TDS કરવાની જવાબદારી ના આવે.
- મારા અસીલ એ 10 માર્ચ 2019 ના રોજ GST નંબર લીધો. તેઓ નો ધંધો જનરલ ઈન્સ્યોરન્સ નો છે. તેઓને કંપની માથી કમિશન મળે છે. આ કમિશન ઉપર કપની RCM મુજબ વેરો ભારે છે. તો શું મારા અસીલ GST નંબર કેન્સલ કરવી શકે?
જવાબ: હા, તમારા અસીલ GST હેઠળ કલમ 22 કે 24 હેઠળ નોંધણી દાખલો ધરાવવા જવાબદાર રહેતા ના હોય, એ GST કેન્સલ કરવી શકે છે.
ખાસ નોંધ:
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.