સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 02nd ડિસેમ્બર 2019

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના 20th April 2020 Edition
ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ
તારીખ: 2nd ડિસેમ્બર 2019
જી.એસ.ટી.
- અમારા અસીલ એમ્રોડરી નો જોબ વર્ક કરે છે. શું આ જોબવર્ક માટે વપરાતી ઈન્પુટ ક્રેડિટ મળી શકે?
જવાબ: હા, જોબવર્ક માટે વપરાતી ઈન્પુટ ક્રેડિટ જો જી.એસ.ટી. કાયદા હેઠળ કલામ 16 મુજબ ની શરતો પૂર્ણ થતી હોય તો મળે.આ અંગે જી.એસ.ટી. કાયદા ની કલમ 16 તથા 17 ખાસ વાંચી લેવા વિનંતી.
હવે ના પ્રશ્નો ટેક્સ ટુડે સેમિનાર નવેમ્બર 2019 માં ચર્ચા થયેલ તે પૈકી ના છે.
- સરકાર દ્વારા મિનિમમ સપોર્ટ પ્રાઇઝ ઉપર જે ખરીદી કરવામાં આવે તેવા માલ ની લોડીંગ તથા અનલોડીંગ ના લેબર ઉપર જી.એસ.ટી. લાગુ પડે? લાગુ પડે તો ક્યાં દરે જી.એસ.ટી. ભરવાનો રહે?
જવાબ: આ રકમ ઉપર વેરો ભરવાની જવાબદારી ના આવે. મિનિમમ સપોર્ટ પ્રાઇઝ ના લેબર ઉપર મુક્તિ 12/2017, તા. 28 જૂન 2017, ની એન્ટ્રી 54(e) માં થતો હોય, NIL રેટ લાગુ પડે.
- મારા અસીલ ટ્રેક્ટર દ્વારા લાઈમ સ્ટોન એક સ્થળે થી બીજા સ્થળે લઈ જવા માટે ની સેવા આપે છે. શું એ GTA કહેવાય? શું આ વ્યવહારો માટે નો વેરો RCM હેઠળ ભરવો પડે? જો RCM ના લાગે તો શું આ બાબતે કોઈ કરમુક્તિ નો લાભ મળે?
જવાબ: GTA સર્વિસ છે કે નહીં તે નક્કી કરવા બાબતે અમારા મતે “બિલ્ટ્રી” સૌથી મહત્વ ની બાબત છે. જો ટ્રાન્સપોર્ટર બિલ્ટ્રી આપે તો તે GTA ગણાય. જો કોઈ પોતાના ટ્રેક્ટર વડે માલ એક સ્થળે થી બીજે સ્થળે લઈ જવા માટે ની સેવા આપો તો નોટિફિકેશ 12/2017 ની એન્ટ્રી 18 મુજબ કરમુક્તિ નો લાભ મળે.
- અમારા અસીલ રેતી સપ્લાય નો ધંધો કરે છે. તેઓ રોયલ્ટી ભરી નદી માંથી રેતી લઈ કોન્ટ્રાકટર ને પહોચાડે છે. આ ધંધા માં તેઓ સાથે ટ્રાન્સપોર્ટ સર્વિસ પણ આપે છે. આ સપ્લાય માટે RCM લાગુ પડે? કે આ કંપોઝીટ સર્વિસ ગણી ને રેતી ઉપર ટેક્સ લાગે?
જવાબ: અમારા મતે આ સપ્લાય કંપોઝીટ સપ્લાય ગણાય. રેતી ઉપર લાગતો જી.એસ.ટી. નો દર લાગુ પડે. આ સેવા GTA ના ગણાય અને RCM લાગુ ના પડે.
ખાસ નોંધ:
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.