સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)
સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)
ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડ્વોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
તારીખ:06મે2019
- મારા અસીલ બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન નું કામ કરે છે. તેઓ જી.એસ.ટી. હેઠળ નવો નોંધણી નંબર લેવાના છે. શું તેમણે નવો નંબર લેવામાં 1% તથા 5 % વળી સ્કીમ માં જવું ફરજજીયાત છે? કે તેઓ રેગ્યુલર સ્કૂમ માં જઇ ને 5% ભરી શકે છે?
મનીષ જોશી, ભાવનગર
જવાબ:જો બિલ્ડીંગ કન્સ્ટ્રકશન રેસીડેન્ટ કે મીક્સડ કે જેમાં 15 ટકા કોમર્સીયલ છે તો જ તેને નવી સ્કીમ લાગુ પડે છે નહીતર તેને આ સ્કીમ નો લાભ મળી શકતો નથી. જણાવ્યા મુજબ જો આ સ્કીમ લાગુ પડે છે તો તેને 01.04.19 થી દરેક નવા રજીસ્ટ્રેશન વાળા ને નવા ઓપશનમાં રહેવું ફરજીયાત છે.
- હાલ માનનીય હાઇકોર્ટ ના આવેલ ચુકાદા ના અનુસંધાને અમોને ડિપાર્ટમેંટ માથી અમોને મૌખિક આઉટપુટ (ગ્રોસ) ટેક્સ ઉપર વ્યાજ ભરવા જણાવેલ છે. તો શું અમારે આ વ્યાજ ભરી આપવું જોઈએ કે આ ચુકાદા ઉપર સુપ્રીમ કોર્ટ માંથી કોઈ ચુકાદો આવી શકે છે? આ અંગે સરકાર શ્રી તરફથી કોઈ ખુલાસો આવે તેવી કોઈ શક્યતા છે? અધિકારી ને આ સમયે કઈ રીતે જવાબ આપી શકીએ તે અંગે માર્ગદર્શન આપવા વિનંતી? પાર્થ વાલાણી, વઢવાણ
જવાબ:જીએસટી એક્ટ ની સેકશન 50 બહુ જ ક્લીયર છે. આ સેકશન મુજબ જો રીટર્ન મોડુ થાય તો ગ્રોસ રકમ ઉપર જ વ્યાજ ભરવાની જવાબદારી થાય છે. પ્રોપઝડ એમેન્ડમેન્ડ જો જુની તારીખ થી લાગુ થાય તે રીતે આવે તો ગ્રોસ ને બદલે નેટ પર વ્યાજ ભરવાની જવાબદારી થશે. સુપ્રીમ કોર્ટ માં તે પાર્ટી જાય અને તેનો શુ નીર્ણય આવે તે કહેવું મુશ્કેલ છે. એટલે જો નોટીસ ઈસ્યુ થઈ ગઈ હોય તો મુદત ના મળે એમ હોય તો જવાબદારી પુરી કરવાની જ રહી
- અમારા અસીલ નાણાકીય વર્ષ 2018-19 માં કંપોજીશન પરમીશન ધરાવતા હતા. અમોએ ટર્નઓવર 20 લાખ થી નીચે હતું. અમે નોંધણી નંબર રદ કરાવવો છે. અમારી પાસે 10 લાખ નો સ્ટોક છે. શું આ સ્ટોક ઉપર અમારે 1% લેખે વેરો ભરવો પડે? આ માલ નું વેચાણ થતું નથી અને અમે આ માલ ઉપર ક્રેડિટ પણ લીધેલ નથી? પાર્થ વાલાણી, વઢવાણ
જવાબ: સ્ટોક બાબતમાં સેકશન 29(5) મુજબ લીધેલ ઈનપુટ કે તેની ઉપર થતો આઉટપુટ જે વધારે હોય તે ભરવાનો થાય છે. કોમ્પોઝીશન વાળા એ ઈનપુટ ક્લેઈમ કરી ના હોય તેને સ્ટોક પર કોમ્પોઝીશન ના રેઈટ મુજબ આઉટપુટ પર વેરો ભરવાનો થાય છે
- માલિકી પેઢી ના માલિક ના નામે અથવા ભાગીદારી પેઢી માં ભાગીદાર ના નામે કાર હોય તો તેમની જૂનું કાર નું વેચાણ કરવામાં આવે તો જી.એસ.ટી. ની શું જવાબદારી આવે? આવા કિસ્સામાં જ્યારે કાર જી.એસ.ટી. કાયદા આવ્યા પહેલા ખરીદેલ હોય, કાર ની WDV 31.3.2019 ના રોજ 425000/- છે. કાર નું વેચાણ 451000/- માં કરવામાં આવે છે. આ કિસા માં કઈ રકમ ઉપર વેરો ભરવાનો થાય? કેટલા ટકા લેખે વેરો ભરવાનો થાય? જી.એસ.ટી. હેઠળ ટેક્સ ઇંવોઇસ કઈ રકમ નું બનાવવા નું થાય? રમેશ સોઢા, એકાઉન્ટન્ટ, જુનાગઢ
જવાબ : આપના કીસ્સામાં WDV અને વેચાણ કીમત ના નફા ના તફાવત ઉપર તે કોમોડીટી ને લાગુ પડતા રેઈટ પર વેરો ભરવાનો થાય છે.આપે રુ. 26000/- પર ટેક્ષ ભરવો પડશે
- નોન બ્રાન્ડ શ્રીખંડ ના જી.એસ.ટી ના દર વિષે જણાવવા વિનંતી? મયુર ચૌહાણ, એકાઉન્ટન્ટ
જવાબ: સ્વીટ મીટ છે એટલે 5 ટકા લેખે વેરો ભરવાનો થશે.
- નવેમ્બર 2017 માં CGST&SGST વધુ ભરાઈ ગયો છે. વધુ ભરેલ ટેક્સ ને કેવી રીતે પાછી મેળવી શકાય? મયુર ચૌહાણ, એકાઉન્ટન્ટ
જવાબ વધારે ભરેલ રકમ જો કેશ લેઝર માં છે તો તેનું અચુક રીફંડ મળવા પાત્ર છે. પણ જો વેરો 3બી માં બે વખત બતાવી ને સેટઓફ કરી નાખેલ હોય તો આ બાબત નું રીફંડ મળે તેવી કોઈ જોગવાઈ કાયદામાં નથી
- અમારા અસીલ સુરેન્દ્રનગર મુકામે જી.એસ.ટી નંબર ધરાવે છે. અગાઉ કેન્દ્રિય વેચાણવેરા કાયદા હેઠળ જે 3B હેઠળ વેચાણ થઈ શકતું તેવી કોઈ જોગવાઈ જી.એસ.ટી. કાયદા માં છે? અમારા વેપારી મુંબઈ થી મશીનરી ખરીદે છે. વેચનાર અમારા અસીલ ના નામનું વેચાણ બિલ તથા ઇ વે બિલ બનાવી ટ્રાન્સપોર્ટ માં માલ મોકલે છે. એ જ દરમ્યાન અમોને મશીનરી બાબતે રાજસ્થાન થી ઓર્ડર માલ્ટા અમો ટ્રાન્સપોર્ટર ને રસીદ એન્દોર્સ કરી આપીએ છીએ તેમજ તેઓને અમારું બિલ રાજસ્થાન વળી પાર્ટી નું, તથા ઇ વે બિલ બનાવી મોકલી આપીએ છીએ. આવા સંજોગો માં માલ સુરેન્દ્રનગર આવતો નથી. માલ જ્યાં વહન માં હોય ત્યાથીજ રાજસ્થાન વેચાણ કરીએ છીએ. શું અમે જે વ્યવહાર કરીએ છીએ તે બરોબર છે? પાર્થ વાલાણી, વઢવાણ
જવાબ – ઈ-વે બીલ ની જોગવાઈ મુજબ બીલ ટુ શીફ્ટ ટુ મુજબ વહેવાર બતાવી શકાય છે. તમારા બુક્સ માં ખરીદી વેચાણ ની એન્ટ્રી પડતી હોય તો માલ ભલે સુરેન્દ્રનગર આવતો ના હોય તો પણ આ વહેવાર વેલીડ છે
ખાસ નોંધ:
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
અમારા અગાઉ ના સવાલ જવાબ વાંચવા ક્લિક કરો
અંક 1: 25.03.2019
https://taxtoday.co.in/news/9908
અંક 2: 01.04.2019
https://taxtoday.co.in/news/9978
અંક 3: 08.04.2019
https://taxtoday.co.in/news/9978
અંક 4: 15.04.2019
https://taxtoday.co.in/news/10007
અંક 5: 22.04.2019
https://taxtoday.co.in/news/10029
અંક 6: 29.04.2019
https://taxtoday.co.in/news/10065
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.