સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના 20th April 2020 Edition
(આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ
તારીખ: –20th એપ્રિલ 2020
જી.એસ.ટી.
- અમારા અસીલ કેટલ ફિલ્ડ ના વેપારી છે. તેઓ જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ છે. જેઓ પશુ આહાર, ખોળ અને અનાજ નું વેચાણ કરે છે. તેમની ખરીદી તથા વેચાણ બંને ટેક્સ ફ્રી છે. તેઓનું ટર્નઓવર 60 લાખ જેટલું છે. તેઓ કોઈ ટેકસેબલ વસ્તુ નું ખરીદ વેચાણ કરતાં નથી. શું તેઓ નોંધણી દાખલો રદ કરવા માંગે તો કરવી શકે? સંદીપ પટેલ, એકાઉન્ટન્ટ
જવાબ: અમારા મત મુજબ તમે જી.એસ.ટી. કાયદા ની કલામ 29(1)(c) મુજબ જી.એસ.ટી. ભરવાની જવાબદારી ના આવતી હોવાથી નોંધણી દાખલો રદ કરવી શકો છો. તમારા અસીલ જો પ્રોપરાઇટર હોય તે સિવાય GTA ઉપર RCM ભરવાની જવાબદારી આવતી હોય તો નોંધણી દાખલો રદ કરી શકાય નહીં.
- અમારા અસીલ ટાયર તથા ટ્યુબ ના વેપારી છે. અમારા અસીલ ના તમામ ગ્રાહક તેઓની દુકાનેથી જ તમામ ટાયર તથા ટ્યુબ ખરીદે છે. અમારે એ જાણવું છે કે શું કોઈ જી.એસ.ટી. કાયદા હેઠળ નોંધાયેલ વ્યક્તિ ને 50 કી.મી. ની અંદર 50 હજાર થી વધુ ની રકમ નું ઇંવોઇસ આપીએ તો ઇ વે બિલ બનાવવું ફરજિયાત છે?
જવાબ: નિયમ 138 મુજબ જે વ્યક્તિની માલ ની મુવમેંટ કરતો હોય તે વ્યક્તિએ ઇ વે બિલ બનાવવું જોઈએ. જ્યારે નોંધાયલ વ્યક્તિ દુકાન બેઠા ડિલિવરી આપવામાં આવતી હોય તો ઇ વે બિલ બનાવવા ની જવાબદારી તમારા અસીલ ની આવે નહીં.
50 કી,મી ની જે લિમિટ છે તે માત્ર કરદાતા પોતાના ધંધાના સ્થળેથી ટ્રાન્સપોર્ટર ને માલ મોકલે તો Part B ભરવાની મુક્તિ અંગે છે. અન્યથા જો જે તે ગામ ની મ્યુનિસિપલ લિમિટ ની બહાર માલ મોકલવામાં આવે અને રકમ 50000/- થી વધુ હોય તો ઇ વે બિલ બનાવવું ફરજિયાત છે.
:ખાસ નોંધ:
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.