સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)

Spread the love
Reading Time: 3 minutes

25th May 2020 Edition

:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ

જી.એસ.ટી.

1. અમારા અસીલ રોડ રસ્તા બનાવવાના કોન્ટ્રાક્ટ ના કામ કરે છે. તેઓને 2019 20 માં 2.45 કરોડ ના રોડ બનાવવાના સરકારી કામો મળ્યા હતા. અમોએ આ સંપૂર્ણ કોન્ટ્રાક્ટ અન્ય જી.એસ.ટી. રજિસ્ટર્ડ વેપારીને સબ-લેટ કર્યો છે. આ કિસ્સામાં અમારા અસીલનું ટર્નઓવર 2019-20 ના વર્ષમાં કેટલું ગણાય?                                                                                                                    નીલમ પરમાર, અમદાવાદ
વાબ: જી.એસ.ટી. કાયદા હેઠળ ટર્નઓવર નક્કી કરવા સેક્શન 15 હેઠળ વેલ્યૂ ઓફ સપ્લાય જોવી જરૂરી છે. આ કાયદાની કલમ 15(1) હેઠળ તમારું ટર્નઓવર 2.45 કરોડનું જ ગણાય. તમે રજિસ્ટર્ડ વ્યક્તિને સબ કોન્ટ્રાક્ટ આપેલ છે તે સપ્લાય તમારા માટે ઇનવર્ડ સપ્લાય ગણાય.

2. મારો અસીલ વર્કસ કોન્ટ્રાક્ટર છે. જેનું રજિસ્ટ્રેશન એપ્રિલ ૨૦૧૯ થી કંપોઝીશન ટેકસેબલ પર્સન તરીકે હતું. ત્યાર બાદ ૦૭.૦૬.૨૦૧૯ થી નોર્મલ ટેક્સપેયર તરીકે તબદીલ થયેલ છે. કંપોઝીશન માં હતા ત્યારે 25 લાખની ખરીદી તેઓએ કરેલ છે જેની ક્રેડિટ ITC-૦૧ થી કરવાની રહી ગઈ છે. હવે માર્ચ મહિનામાં ૪૦ લાખ નું સેલ્સ ઇંવોઇસ બનાવ્યું છે. તો જો ક્રેડિટ ના મળે તો કરદાતાને મોટું નુકસાન થઈ શકે છે. તો હવે આ અંગે શું કરી શકાય? ઈન્પુટ ક્રેડિટ લેવાનો કરવા કોઈ વિકલ્પ રહે?                                                         સંદીપ પટેલ, ગાંધીનગર

જવાબ: કંપોઝીશનમાં થી બહાર નીકળવું કે કંપોઝીશનમાં જવા નોર્મલ અરજી કરવા ના નિર્ણયો ખૂબ સમજી વિચારી ને લેવા જરૂરી છે. કંપોઝીશન ની બહાર નીકળવા માટેની જી.એસ.ટી. કાયદા હેઠળ ની જોગવાઈ ૧૮(૧)(c) માં આપેલ છે. આ સાથે નો નિયમ ૪૦ વાંચતાં સ્પષ્ટ છે કે જો ITC 01 ફોર્મ ૩૦ દિવસમાં ના ભરવામાં આવે તો આ ક્રેડિટ મળી શકે નહીં. આ માટે હાઇકોર્ટમાં “રીટ પિટિશન” કરવાનો કાયદાકીય વિકલ્પ રહે છે. આ સિવાય જો ૩B માં મેન્યુલ ક્રેડિટ લઈ લેવામાં આવે અને આકારણી સમયે આ અંગે લડવાની તૈયારી રાખવાનો પણ એક જોખમી વિકલ્પ છે. આ કિસ્સામાં ITC ૦૩ ફોર્મ પ્રોપર ઓફિસર ને મેન્યુલી ઇનવર્ડ કરાવવું જોઈએ.

3. અમારું રહેણાંકી કોમ્પ્લેક્સ ના રહીશો નું એશોશીએશન છે. અમારા એપાર્ટમેંટ માં ૨૪ ફ્લેટ છે. અમારું વાર્ષિક મેઇનટેનન્સ ૧૮.૮૫ લાખ જેટલું છે. વધુમાં વધુ વ્યક્તિગ્ત મેઇનટેનન્સ ૭૩૦૦ રૂ નું છે. શું અમારા ઉપર જી.એસ.ટી. લાગે?          ઘનશ્યામ સોલંકી, બેંગલોર

જવાબ: આ પ્રકારના રહેણાંકી કોમ્પ્લેક્સ ના વેલ્ફેર એશો. માટે નોટિફિકેશન ૧૨/૨૦૧૭, ની એન્ટ્રી ૭૭ હેઠળ ૭૫૦૦ સુધી નું માહિનાનું પ્રતિ મેમ્બર મેઇનટેનન્સ લેવામાં આવતું હોય તો તેના ઉપર કોઈ જી.એસ.ટી. લાગતો નથી. આમ, ૭૫૦૦ થી નીચે નું મેઇનટેનન્સ હોય તમારા રહેણાંકી કોમ્પ્લેક્સ ના એશો. ઉપર કોઈ જી.એસ.ટી. ની જવાબદારી આવે નહીં તેવો અમારો મત છે.

:ખાસ નોંધ:
1. જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

2. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. આપના પ્રશ્ન સાથે તમારું પૂરું નામ, વ્યવસાય તથા ગામ નું નામ અચૂક લખવા વિનંતી. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

2 thoughts on “સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)

  1. In work s contract is moveble property so this contract is coposition and this composition contract involved service and good material but not prove identify main supply we not justify hue much use material or how much service involved this contract so which rate tax paid on goods or services

    1. In such case, you may opt to pay tax on the higher rate to be on conservative side.

Comments are closed.

error: Content is protected !!