સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 13th july

Spread the love
Reading Time: 7 minutes

Experts

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)

13th July 2020 Edition

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહ, અમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર

CA દિવ્યેશ સોઢા, પોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ

તારીખ: -13th july 2020

જી.એસ.ટી.

 

 

  1. અમો દરેક પ્રકારના ફરસાણ,નમકીન, ખારી, બિસ્કિટ તથા બેકરી ને લગતી વિવિધ વસ્તુઓ નું ઉત્પાદન કરી અમારા પોતાના નામની કોથળી માં વેચાણ કરીયે છીએ. અને U/S 10 હેઠળ કમ્પોઝીશન ડીલર છીએ. વેચાણ પર 1% ટેક્સ ભરીએ છીએ. અમારું વાર્ષિક ટર્નઓવર 1.5 કરોડ થી ઓછું છે તો વેચાણ પર કેટલો ટેક્સ લાગે ?                                                                                                                                      પાર્થ પનારા

જવાબ :- ઉત્પાદક હોવાથી તમારા કુલ વેચાણ ઉપર 1% ના દરે કંપોઝીશન વેરો ભરવા જવાબદારી આવે તેવો અમારો મત છે.

 

  1. અમારા અસીલ GST હેઠળ રજીસ્ટરડ છે અમે બનાવેલ રહેણાંક એપાર્ટમેંટ અંગે હાલ સુધી કોઈ બુકિંગ કે એડવાન્સ લીધેલ નથી. તેઓ નું બાંધકામ પૂર્ણ થઈ ગયેલ છે. ૨ થી 3 બ્લોક દસ્તાવેજ થી વેચાણ કરેલ છે જે GST રીટર્ન માં EXEMPT  વેચાણ તરીકે દર્શાવેલ છે. હવે અમારા નીચે મુજબ પ્રશ્નો છે.
  • હવે તેઓ બાકીના બ્લોક પૈકી અમુક બ્લોક ભાડે આપવા માંગે છે. તો આ અંગે રેન્ટ એગ્રીમેન્ટ બનાવી શકાય કે નહિ,
  • તેમજ આ ભાડા ની આવક ઉપર GST લાગે કે નહિ?
  • અમે GST નંબર કેન્સલ કરાવી શકીએ કે કેમ? કારણકે તેમનું Supply Exempt જ થવાનું છે
  • કમ્પ્લીશન થઇ ગયા બાદ બુકિંગ રકમ લઈએ તો GST લાગે કે કેમ?                                                                       ધર્મેશ પરમાર, જુનાગઢ

જવાબ:-  આપના પ્રશ્નો અંગે અમારો મત નીચે મુજબ છે. પણ આ જવાબ એ ધારણા સાથે છે કે આપના અસીલ ને કંપલીશન સર્ટિફિકેટ મળી ગયું છે.

  • આપના અસીલ રેન્ટ એગ્રીમેન્ટ ચોક્કસ બનાવી શકે.
  • સામાન્ય રીતે ભાડા ની આવક ઉપર જી.એસ.ટી. લાગે. પરંતુ રહેણાંકી મકાન ભાડે આપવા બાબતે સેન્ટરલ ટેક્સ (રેઇટ) નોટિફિકેશન 12/2017, તા. 28.06.2017 ની એન્ટ્રી 12 મુજબ “NIL” રેટેડ જાહેર થયેલ હોય, કોઈ જી.એસ.ટી. ભરવાની જવાબદારી ના આવે.
  • જી.એસ.ટી. હેઠળ માત્ર જો રહેણાંકી મિલ્કત ભાડે આપવા ની પ્રવૃતિ હોય તો જી.એસ.ટી. નંબર ધરાવવો ફરજિયાત નથી. જો પાછલા વર્ષ નું ટર્નઓવર નિયત મર્યાદાથી (સેવા હોવાથી 20 લાખ) નીચે હોય તો જી.એસ.ટી. નંબર રદ કરવી શકીએ.
  • કંપલીશન સર્ટિફીકેટ આવી ગયા બાદ તૈયાર સ્થાવર મિલ્કત માટે બુકિંગ લેવામાં આવતું હોય જી.એસ.ટી. લાગુ પડે નહીં.
  1. એક કન્સ્ટ્રકસન પ્રાઈવેટ લિમિટેડ કંપની એ સોલાર પૅનલ ડિસ્ટ્રિબ્યુટરશીપ લીધેલ છે તો હવે સોલાર પૅનલ સપ્લાય કરે તો 5% જી.એસ.ટી. લાગે . પરંતુ આપણે કોઈ પાર્ટી સાથે સોલર પેનલ ઈન્સ્ટોલેશન સાથે ( જેમાં બધુ જ આવી જાય )તો તેમાં કેટલા ટકા જી.એસ.ટી. લાગશે ?                                                                                                                                                                                                                               વિજય વાઘેલા

જવાબ:- આ કન્સ્ટ્રક્શન કરતી પ્રાઈવેટ લિમિટેડ કંપની જે સોલર સપ્લાય તથા ઈંસ્ટોલેશન ના કામ કરે અને સપ્લાય ની રકમ જો સાથે મળે તો આ પૈકી 70 % રકમ એ વસ્તુ ના વેચાણ માટે છે તથા 30 % રકમ સેવા પ્રદાન કરવા માટે ની છે તેમ CGST (રેઇટ) નોટિફિકેશન 24/2018, તા. 31.12.2018 જોઈ જવા વિનંતી.

 

  1. અમારી કન્સ્ટ્રક્શન ધરાવતી પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં 4 ડાઇરેક્ટર છે. તો પોતાની કાર કંપનીના કામ માટે વાપરે છે. તો કાર રિપેરિંગ તથા ટાયર ખરીદી સમયે ડાઇરેક્ટર હોવાને લીધે કંપની નો જી.એસ.ટી. નંબર નાખી બિલ તથા પેમેન્ટ કંપની ના બેન્ક અકાઉન્ટ માથી ચૂકવાય છે તો કંપની ના GST ITC બાદ લઈ શકાય? લઈ શકાય તો જી.એસ.ટી. કાયદા ની કઈ સેક્શન હેઠળ લેવામાં આવે?                                             વિજય વાઘેલા

જવાબ:- આ જવાબ એમ માની ને આપવામાં આવે છે કે કાર એટ્લે એવી કાર જેની “સિટિંગ કેપેસિટી” 13 કરતાં ઓછી છે. આ પ્રકારની કાર ખરીદી સમયે ક્રેડિટ જી.એસ.ટી. કાયદા ની કલમ 17(5)(a) મુજબ મળતી નથી. કલમ 17(5)(ab) મુજબ આ પ્રકારની કાર માટે કરેલ રિપેર્સ ની ક્રેડિટ પણ બાધ્ય કરેલ હોય તમને આ ક્રેડિટ મળી શકે નહી તેવો અમારો મત છે.

 

  1. અમારા અસીલ એક બિલ્ડર છે. તેમના 2 પ્રોજેકટ છે. એક કમર્શિયલ પોજેક્ટ (પ્રોજેકટ A) જે 2010 માં પુર્ણ થઈ ગયો છે પણ ઓકયુંપંસી સર્ટિફિકેટ હજુ મળ્યું નથી. બિલ્ડરે આ ફ્લેટ ભાડા ઉપર આપ્યા છે. બીજો પ્રોજેકટ (પ્રોજેકટ B) રહેણાંકી પ્રોજેકટ છે. આ પ્રોજેકટ નું ઓકયુંપંસી ડિસેમ્બર 2018 માં મળી ગયું છે. બિલ્ડરે પ્રોજેકટ A ના ભાડાની આવકમાંથી પ્રોજેકટ B ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ કે જે જુલાઇ 2017 થી ડિસેમ્બર 2018 સુધીની હતી તે મજરે લીધેલ છે. હવે પ્રશ્ન એ છે કે?
  • શું આ મજરે લીધેલ ક્રેડિટ કાયદેસર ગણાય? 
  • પ્રોજેકટ B મેતે ડિસેમ્બર 18 ના ITC રિવર્સલ કેવી રીતે ગણાય? ખાસ કરી ને જ્યારે ITC હવે શૂન્ય થઈ ગઈ હોય?                                                                                                                                                                                                                                                      અશોક ગોસાર  

જવાબ:- અમારા મતે તમે જે ક્રેડિટ લીધેલ છે તે યોગ્ય છે. હવે જ્યારે “ઓકયુંપંસી સર્ટિ” મળેલ છે અને ક્રેડિટ રિવર્સ કરવા પાત્ર બને છે ત્યારે તમારે જી.એસ.ટી. નિયમોના નિયમ 42 મુજબ આ ક્રેડિટ માસિક ધોરણે રિવર્સ કરવી પડે. હા જે વર્ષ પૂર્ણ થઈ ગયા છે તેના મતે વાર્ષિક ધોરણે રિવર્સલ કરી શકો છો. યાદ રહે વ્યાજ ભરવાની જવાબદારી માસિક રિવર્સલ ગણી ને નક્કી કરવામાં આવશે.

 

  1. ક્લબ ની મેમ્બરશીપ ઉપર જી.એસ.ટી. લાગતો નથી. શું આ વાત સાચી છે? આ અંગે કોઈ નોટિફિકેશન હોય તો ધ્યાન દોરવા વિનંતી.                                                                                                                                                                                                                             અભય વડેરા

જવાબ:- ક્લબ મેમ્બરશીપ ઉપર જી.એસ.ટી. લાગતો નથી તે બાબતના કોઈ નોટિફિકેશન નથી તેવું અમે માનીએ છીએ. આ બાબતે અમુક AAR ઉપલબ્ધ છે. આ AAARનો હાર્દ એ આવે છે કે ક્લબ એ પોતાના મેમ્બર્સ ને જે સેવાઓ આપે છે તે “ફરધરન્સ ઓફ બિઝનેસ” ના ગણી શકાય અને તે જી.એસ.ટી. કાયદા ની કલામ 7 ની બહાર પડે છે. આમાં “રોટરી ક્લબ ઓફ મુંબઈ ક્વિન નેકલેસ (મહારાષ્ટ્ર AAR), MAH/AAAR/SS-RJ/15/2019-20, ઓર્ડર તા. 06.11.2019 ખૂબ મહત્વનુ છે. વાચકો ના લાભાર્થે આ AAAR ના ઓર્ડર ની કોપી જોડેલ છે. તે જોઈ જવા વિનંતી.

AAAR ઓર્ડર ની કોપી:

  1. અમારા અસીલો માં અમુક કિસ્સાઓ માં ટ્રાન્સપોર્ટર અનરજીસ્ટર્ડ હોય છે અને કનસાઈનમેંટ નોટ આપે છે જેમાં GST RCM હેઠળ ભરવા ની નોંધ હોય છે. અમુક કિસ્સાઓમાં ટ્રાન્સપોર્ટર રજિસ્ટર્ડ હોય છે અને રિવર્સ ચાર્જ મુજબ 5% જી.એસ.ટી. અમારા અસિલે ભરવો તેમ દર્શાવી કનસાઈનમેંટ નોટ આપે છે. શું આ બંને RCMની ક્રેડિટ મળવા અમારા અસીલને મળવાપાત્ર છે?

                                                                                                                                                               વિરેશ ખરાડી, ટેક્સ કન્સલ્ટન્ટ, વલ્લભ વિદ્યાનગર

જવાબ:- હા, ભરેલ RCM ની ક્રેડિટ તમારા અસીલ ને જી.એસ.ટી. કાયદા ની કલમ 16 તથા 17 ની શરતો પૂર્ણ કરતાં હોય તો મળવા પાત્ર છે.

 

  1. અમારા અસીલ ના એકજ PAN ઉપર 2 જી.એસ.ટી. નંબર છે. આ બંને નંબર એકજ રાજયમાં છે. એ એક જી.એસ.ટી. નંબર થી બીજા જી.એસ.ટી. નંબર ને સેલ્સ બિલ આપે છે. પરંતુ એકજ ઇન્કમ ટેક્સ ની દ્રસ્તીએ એકજ PAN ગણી એકજ એકમ હોવાથી એક બીજા ને પેમેન્ટ નથી કરતાં. તો શું જી.એસ.ટી. કાયદા હેઠળ ખરીદનાર જી.એસ.ટી. નંબર આ ખરીદી ની ક્રેડિટ લઈ શકે? કે 180 દિવસમાં પેમેન્ટ કરવા અંગે નો નિયમ એમને લાગુ પડે?                                                                                                                                                                                        રાજ ધનેશા, વેરાવળ

જવાબ: હા, અમારા માટે 180 દિવસમાં પેમેન્ટ કરવા અંગે નો “પ્રોવિસો” આવા કિસ્સામાં પણ લાગુ પડે. એકજ PAN હોવા છતાં જો પેમેન્ટ ના કરવામાં આવે તો ક્રેડિટ રિવર્સલ ના પ્રશ્નો ઉપસ્થિત

 

 

                      :ખાસ નોંધ:

  1. જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

  1. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.


આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને
taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

 

error: Content is protected !!