ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા 2017-18 ના વર્ષ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ ના કરનાર વ્યક્તિઓ ને આપવામાં આવશે ઓનલાઈન નોટિસ

Spread the love
Reading Time: 2 minutes

તા: 23.01.2019, ઉના: ઇન્કમ ટેક્સ નું નિયમન કરતી સંસ્થા સેન્ટરલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સ દ્વારા રિટર્ન “ના” ભરતા કરદાતાઑ ને ઓનલાઈન નોટિસ આપવાની શરુવત થયા ના અહેવાલો છે. જે કરદાતા દ્વારા 2017 18 ના વર્ષ માં મોટી રકમ ના વ્યવહારો કરવામાં આવ્યા હોય પણ તેમનું રિટર્ન ભરવા નું બાકી હોય તેવા કરદાતા ને SMS તથા ઇ મેઈલ વડે જાણ કરવામાં આવી રહી છે. મોટી રકમ ના વ્યવહારો માં બેન્ક માં કરવામાં આવતી મોટી જમા રકમો, બેન્ક માં થતાં અન્ય વ્યવહારો, બેન્ક ફિક્સ ડિપોસીટ, ગાડી ની ખરીદી વી. માં કરવામાં આવેલ TDS/TCS, એક્સપોર્ટ-ઇમ્પોર્ટ ના વ્યવહારો, વિદેશો માં રકમ મોકલવા કે મેળવવા ના વ્યવહારો વગેરે વ્યવહારો નો સમાવેશ થાય છે તેવું એક અખબારી યાદી માં જાહેર કરવામાં આવ્યું છે.

આ અંગે ની નોટિસ મળ્યા ના કિસ્સામાં કરદાતા એ ઇન્કમ ટેક્સ વેબસાઇટ માં  લૉગિન થઈ, “કંપલાયન્સ પોર્ટલ” ઉપર જઈ રિટર્ન ના ભરવા અંગે નો ખુલાસો આપવાનો રહેશે. આ ખુલાસા ની પ્રિન્ટ આઉટ પોતાની પાસે રાખી શકે છે. આ ખુલાસો નોટિસ મળ્યા ના 21 દિવસ માં કરી આપવાનો રહેશે. જે કરદાતા રિટર્ન ભરી આપે તેને પોતાનો ખુલાસો રિટર્ન ભર્યું છે તે મુજબ નો આપી દેવો જોઈએ. કરદાતા પોતાનું રિટર્ન ભરી આપે અથવા તેણે આપેલ ખુલાસો અધિકારી ને સંતોષજનક જણાઈ તેવા સંજોગો માં આપેલ નોટિસ દફતરે કરવામાં આવશે. પણ જે કિસ્સાઓ માં રિટર્ન ભરવામાં નહીં આવે, નોટિસ સામે ખુલાસો આપવામાં નહીં આવે તો આવકવેરા કાયદા હેઠળ ની કાર્યવાહી કરવામાં આવી શકે છે.

2017-18 ના ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31.03.19 છે. ત્યાર બાદ આ રિટર્ન ભરી શકશે નહીં. તમામ કરદાતાઓ જેમને આવકવેરા રિટર્ન ભરવાની જવાબદારી આવે છે તેમણે પોતાનું રિટર્ન સમયસર ભરી આપવું ખૂબ જરૂરી છે. આ ઉપરાંત જે કરદાતાઓ ને આ અંગે ના નીચે મુજબ ના મેસેજ આવે તેમણે પોતે અથવા પોતાના કર સલાહકાર નો ત્વરિત સંપર્ક કરવો ખૂબ જરૂરી છે.

ઇન્કમ ટેક્સ દ્વારા આપવામાં આવી રહેલ મેસેજ નીચે મુજબ હોય છે.

Attention (XXXX1234X) Your PAN has been flagged for non-filling of ITR for FY2017-18. File ITR or Submit online response on Compliance Portal by logging into e-filling portal(My Account)-ITD

બ્યૂરો રિપોર્ટે ટેક્સ ટુડે

error: Content is protected !!