ધી ગુજરાત સેલ્સ ટૅક્સ બાર એસોસીએશન દ્વારા વેટ ઓડિટની મુદતમા વધારો કરવા રજૂઆત

Spread the love
Reading Time: < 1 minute

ઉના 23/01/2019:ગુજરાત રાજ્યના વેટ પ્રેક્ટિસ કરતાં અડવોકેટ, CA, ટૅક્સ કન્સલટન્ટ ના સર્વોચ્ચ એશો. ધી ગુજરાત સેલ્સ ટૅક્સ બાર એસોસીએશન દ્વારા વાણિજ્ય વેરા મુખ્ય કમિશ્નર ને વર્ષ 17-18 ના વેટ ઓડિટની મુદત 31/03/2019 સુધી વધારવા માટે રજૂઆત કરવામાં અવેલ છે. એસોસીએશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે જીએસટી હેઠળના કરવાના થતાં કર્યોના કારણે વેટ ઓડિટ સમયસાર કરવું ખૂબ મુશ્કિલ જણાય રહ્યું છે. આ ઉપરાંત વેટ ઓડિટની મુદત વધારવાથી સરકારી તિજોરીની કોઈ નુકસાન જવાનું સંભવ નથી. આ ઉપરાંત વધુમાં જણાવેલ છે કે મહારાષ્ટ રાજ્યમાં પણ વેટ ઓડિટની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. એસોસીએશન દ્વારા ઉપરની રાજુવાતો ને ધ્યાને લઇ કમિશનરને ખાસ રજૂઆત કરવામાં આવી છે કે ગુજરાતમાં પણ વેટ ઓડિટની મુદતમાં વધારો કરી મુદત ને 31/03/2019 સુધી વધારવામાં આવે. ટેક્સ ટૂડે પણ અપીલ કરે છે કે વેપારીઓ તથા ટેક્સ પ્રેક્ટીશનર ના બહોળા હિત માં આ મુદતમાં વધારો કરી આપવામાં આવે. આ પ્રકાર ની માંગણી રાજકોટ કમર્શિયલ ટેક્સ બાર ઍશો દ્વારા પણ કરવામાં આવી છે. ગુજરાત ના અન્ય એશો. પણ આ પ્રકારની માંગણી ટૂંક સમય માં કરશે તેવી માહિતી સૂત્રો પાસે થી મળી રહી છે.

બ્યુરો રિપોર્ટ ટેક્સ ટુડે

error: Content is protected !!