ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા 20000/- ઉપર ના સ્થાવર મિલકત ના વ્યવહારો અંગે નોટિસ આપવામાં આવી શકે છે!

Spread the love
Reading Time: < 1 minute

ઉના, તા: 20.01.19; વિવિધ પ્રેસ એહવાલો ઉપરથી મળતી માહિતી મુજબ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્થાવર મિલકત નું રજીસ્ટ્રેશન કરતી સબ રજિસ્ટ્રાર ઓફિસ પાસે થી માહિતી મેળવી, સ્થાવર મિલકત ના સંદર્ભે 20000/- (વીસ હજાર પુરા) થી વધુ ની રકમ રોકડ માં મેળવેલ હોઈ તો રકમ જેટલી જ પેનલ્ટી લગાડવા નોટીસ આપવામાં અવ્યના અહેવાલો છે. આ કામગીરી દિલ્હી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા શરૂ કરવામાં આવી છે. જે વ્યક્તિએ આવી રકમ ચૂકવેલ છે તેમને પણ આ અંગે નોટિસ આપ્યા ના અહેવાલ છે.

આ અંગે ઉનાના જાણીતા એડવોકેટ તથા ટેક્સ કંસલટન્ટ દીપકભાઈ પોપટ, જણાવે છે કે સ્થાવર મિલ્કત વેંચતા વેચનાર દ્વારા રોકડ માં મહત્તમ 20000 સુધી ની રકમ લઇ શકાય છે. જો આથી વધુ રકમ રોકડમાં લેવામાં આવે તો જેટલી રકમ રોકડ માં લીધી હોઈ તેટલી રકમ નો દંડ વેચનાર ને અધિકારી દ્વારા કરી શકાય છે. ખરીદનાર ને આ દંડ ના નિયમો લાગુ પડતા નથી. પરંતુ તેમને આ રકમ નો સ્ત્રોત પૂછવાનો અધિકાર હંમેશા આવકવેરા ખાતા ને છે. એક રેવન્યુ પ્રેક્ટીશનર સાથે ટેક્સ એડવોકેટ હોવા ના કારણે હું ચોક્કસ સલાહ આપીશ કે સ્થાવર મિલકત ના વેચાણ સમયે નીચેની ચીજ વસ્તુ ખાસ ધ્યાને લેવો જોઇએ.

1. 20000 થી ઉપરની રકમ ક્યારેય રોકડમાં સ્વીકારવી નહીં.

2. જંત્રી વેલ્યુ થી ઓછો દસ્તાવેજ ક્યારેય કવો જોઈએ નહીં.

3. મિલકત પેટે ચૂકવવો પડતો ટેક્સ, ચુકવણી ની પદ્ધતિ વી. ની ચર્ચા પોતાના ટેક્સ એડવોકેટ સાથે વેચાણ પહેલા કરી લેવી જોઈએ.

બ્યુરો રિપોર્ટ

ટેક્સ ટુડે

error: Content is protected !!