ઇનકમ ટેક્સની લેઇટ ફી પણ થઈ શકે છે દૂર !! મદ્રાસ હાઇકોર્ટમા રિટ પિટિશન, એશોશીએશનો ની પણ રાજુવાત

Spread the love
Reading Time: < 1 minute

ઉના 21/01/2019 : ઇનકમ ટૅક્સ રિટર્ન નિયત તારીખ પછી ભરવામાં ઇનકમ કાયદા હેથડ 1000 થી માંડી ને 10000 સુધીની લેઇટ ફી લગાડવામાં આવતી હોય છે. આ  લેઇટ ફીની સંવેધાનિક વૈધતા મદ્રાસ હાઇકોર્ટમા પડકારવામાં આવેલ છે.  મળતી માહિતી મુજબ મદ્રાસ હાઇકોર્ટમા ચીફ જસ્ટિસની બેન્ચ દ્વારા અરજકરતા CA નીરજ માઠી અજહગણની અરજી ઉપર પ્રાથમિક સુનાવણી હાથધરી ઇનકમ ટૅક્સ ડિપાર્ટમેંટને નોટિસ આપેલ છે. અરજકરતાએ આ લેઇટ ફી ને કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરુદ્ધ હોવાનું પોતાની અરજીમા જણાવેલ છે. આ ઉપરાંત ઇન્કમ ટેક્સ રિટર્ન સાઇટ માં મોડા શરૂ થયા ની દલીલ પણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત પણ અનેક અન્ય દલીલો ને પણ પોતાની અરજીમા લીધા છે.

આ લેઇટ ફીના કારણે અનેક કરદાતાઓને આર્થિક બોજો પડેલ છે. હાઇકોર્ટના આ કેસ અંગેના નિર્ણય ઉપર ઘણા લોકોની મીટ મંડાયેલ રહેશે. આ રિટ પિટિશન ઉપરાંત ટેક્સ એડવોકેટ એશો ઓફ ગુજરાત (TAAG)ના સેક્રેટરી એડવોકેટ સુનિલ કેશવાણએ ના જણાવ્યા મુજબ ગત સપ્ટેમ્બર મહિના માં એશો દ્વારા CBDT ને અંગે ખાસ રાજુવાત કરવામાં આવેલ છે. GST હેઠળ લેઇટ ફી સરકાર દ્વારા માફ કરી આપવામાં આવેલ છે. તો આ તકે ઇનકમ ટૅક્સ ખાતા દ્વારા પણ આ લેઇટ ફી ઓછામાં ઓછી પ્રથમ વર્ષ માટે સેંટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સ માફ કરી દેવામાં આવે  તેવી અપીલ ટેક્સ  કરે પોતાના વાચકો વતી કરે છે.

 

રવિ સખનપરા ટૅક્સ ટૂડે

 

[Total_Soft_Poll id=”3″]

 

error: Content is protected !!