ઇન્કમ ટેક્સ તથા જી.એસ.ટી. બાબતે આપવામાં આવી મહત્વની રાહતો….વાંચો આ રાહતો ને સરળ ભાષામાં

Spread the love
Reading Time: 2 minutes

તા. 24.03.2020: એક તરફ કોરોના વાઇરસનો ડર તો બીજી તરફ 2018 19 ના ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની ચિંતા હતી બબીતાજી ને સતાવતી હતી…. તો બીજી તરફ  જેઠાલાલ હતા પરેશાન તેમના જી.એસ.ટી. રિટર્ન ભરવા બાબતે. અબ્દુલ ની ચિંતા હતી કંપોઝીશનની અરજી કરવા બાબતે. અને બીજી તરફ આત્મારામ ચિંતિત હતા પોતાના PAN સાથે Aadhar લિન્ક કરવા બાબતે. આ તમામ ચિંતા દૂર કરવા આજે નાણાં મંત્રી નિર્મળા સિથારમણ તથા રાજ્ય કક્ષા ના પ્રધાન અનુરાગ ઠાકુર દ્વારા પ્રેસ સાથે એક વિડીયો કોન્ફરસને સંબોધી ઘણી. આ પ્રેસ કોન્ફરન્સમાં ઘણી રાહતો આપવામાં આવી છે જે નીચે મુજબ છે.

:ઇન્કમ ટેક્સ:

  1. 2018 19 ના રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 30 જૂન 2020 સુધી વધારવામાં આવેલ છે.
  2. 2018 19 ના રિટર્ન માટે વ્યાજ હવે 9% વ્યાજ લાગશે.
  3. TDS મોડુ ભરવાથી 9% વ્યાજ લાગશે. જે હાલ માં 18% છે. આ વ્યાજ દર 30.06.2020 સુધી લાગુ થશે.
  4. આધાર PAN લીંકિંગ ની તારીખ 30.06.2020 સુધી વધારવામાં આવી.
  5. વિવાદ સે વિશ્વાસ સ્કીમ ની મુદત પણ 30.06.2020 સુધી વધારવામાં આવી. ત્યાર બાદ લાગશે વધારાના 10% નું ભારણ.
  6. નોટિસ, ઇંટીમેશન, અપીલ, કંપલાયન્સ, રોકાણ, કેપિટલ ગેઇન અંગેના રોકાણ, જવાબ દેવા અંગે ની મુદત વગેરે જેની મુદત 31.03.2020 હતી તે તમામ મુદત હવે 30 જૂન 2020 ગણાશે.

જી.એસ.ટી.

  1. માર્ચ, એપ્રિલ તથા મે ના જી.એસ.ટી. રિટર્ન (3B તથા કંપોઝીશન રિટર્ન) 30 જૂન સુધીમાં ભરવાના રહેશે. સિસ્ટમ ઉપર દબાણ ના પડે માટે આ અંગે અલગ અલગ તારીખ આપવામાં આવશે.
  2. 5 કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા કરદાતાઓ ને કોઈ વ્યાજ, લેઇટ ફી, પેનલ્ટી લગાડવામાં આવશે નહીં.
  3. 5 કરોડ કે તેથી વધુ ટર્નઓવર ધરાવતા કરદાતાઓને કોઈ લેઇટ ફી, લાગશે નહીં. પ્રથમ 15 દિવસ કોઈ વ્યાજ લાગશે નહીં. ત્યારબાદ 9% દરે વ્યાજ ભરવા પાત્ર રહેશે.
  4. કંપોઝીશન માટે ની અરજી 30.06.2020 સુધી કરી શકશે.
  5. નોટિસ, ઇંટીમેશન, અપીલ, કંપલાયન્સ, રોકાણ, કેપિટલ ગેઇન અંગેના રોકાણ, જવાબ દેવા અંગે ની મુદત વગેરે જેની મુદત 31.03.2020 હતી તે તમામ મુદત હવે 30 જૂન 2020 ગણાશે.

આ તમામ જાહેરાતો દ્વારા મહદ્દઅંશે નાગરિકોને રાહતો આપવામાં આવેલ છે. ખાસ મહત્વ ની બાબત એ છે કે આ રાહતો અંગે ની જાહેરાત ખૂબ સમયસર કરી નાણાં મંત્રાલયે દૂરંદેશી ભર્યું પગલું ભર્યું છે તે વાત નિર્વિવાદ છે. ભવ્ય પોપટ, રિપોર્ટર, GJ ન્યૂઝ

error: Content is protected !!
18108