શું તમે સરકાર ને COVID 19 બાબતે સૂચનો કરવા માંગો છો? તો આ રહ્યો સરળ વિકલ્પ….

Spread the love
Reading Time: 2 minutes

સૌ કોઈની ઈચ્છા હોય કે પોતે દેશ ની પ્રગતિમાં ભાગીદાર બને. ઘણીવાર લોકો પાસે અવનવા સૂજાવ હોય છે જે તેઓ પ્રધાનમંત્રી સહિતના સત્તાધીકરીઓ ને પહોચડવાની ઈચ્છા ધરાવતા હોય છે. પણ મોટાભાગ ના લોકોને આ સૂજાવ/સૂચનો કેવી રીતે પ્રધાનમંત્રી સુધી પહોચડવા તે અંગેની જાણકારી હોતી નથી. આજે આ લેખમાં આ અંગે જાણકારી આપવા પ્રયાસ કર્યો છે.

આ સૂચનો/સૂજવો વડા પ્રધાન કાર્યાલય સુધી પહોચડવાનો સૌથી સરળ તથા સુગમ રસ્તો છે www.mygov.in વેબસાઇટ અથવા mygov એપ.

કેન્દ્ર સરકાર ની mygov.in વેબસાઇટ

મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા mygov.in નામક ખૂબ સરસ વેબસાઇટ ચલાવવામાં આવે છે. આ વેબસાઇટ ઉપર તમે ગૂગલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વી. દ્વારા લૉગિન કરી શકો છો અથવા એ વેબસાઇટ તમારું વેબસાઇટ ઉપર ડાઈરેક્ટ લૉગિન બનાવી શકો છો. આ સાઇટ લૉગિન કર્યા બાદ તમને ઘણા વિકલ્પો મળશે. જેમકે હાલ કોઈ બાબત ઉપર ખાસ વિચાર વિમર્શ જરૂરી હોય, સજેશન જરૂરી હોય તેવી બાબત ને ખાસ ત્યાં રાખવામા આવેલ હોય છે. જેમ અત્યારે સમગ્ર વિશ્વ કોરોના વાઇરસ સંકટ સામે લડી રહ્યું છે ત્યારે આ સંકટ સામે લડવા નાગરિકો પોતાના સૂચનો ત્યાં આપી શકે છે. આ ઉપરાંત આ વેબસાઇટ ઉપર Idea Box નામક એક વિકલ્પ છે જ્યાં નાગરિકો પોતાના અવનવા વિચારો સરકાર ને આપી શકે છે. આ ઉપરાંત આ વેબસાઇટ ઉપર પોતાની ફરજો અંગે વાર્તા અપલોડ કરવા ના વિકલ્પ પણ છે. આમ આ વેબસાઇટ લોકો ને પોતાના વિચારો સરકાર સુધી પહોચડવા ખૂબ ઉપયોગી થઈ શકે છે.

કેન્દ્ર સરકાર ની mygov એપ

ઉપર ની તમામ સેવાઓ આપણે એનરોઈડ તથા IOS ની એપ ઉપર પણ મળી શકે છે. આ એપ આપ નિશુલ્ક આપ ડાઉનલોડ કરી શકાય છે. mygov એપ તમામ નાગરિકો ના મોબાઈલ માં ઇન્સ્ટોલ કરવી ખૂબ જરૂરી છે.

હાલ, 21 દિવસ નો લોકડાઉન છે. તમામ નાગરિકો ને ઘરમાં રહેવા જણાવવામાં આવ્યું છે. આ દિવસો નો સદ્દઉપયોગ કરી આ એપ ખાસ તમામ વાંચકો ડાઉનલોડ કરી પોતાના સૂચનો સરકાર ને આપે. અન્ય નાગરિકો દ્વારા આપવામાં આવેલ સૂચનો વાંચી પણ શકાય છે. આ તકે વાંચકો ને ખાસ વિનંતી કે આ એપ ડાઉનલોડ કરી આ એપ માં સક્રિય ભાગીદારી નોંધાવો અને દેશ ની પ્રગતિમાં ભાગીદાર બનો. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે.

વેબસાઇટ વિઝિટ કરવા: www.mygov.in પર લૉગિન કરો. આજેજ એનરોઈડ/IOS પર એપ ડાઉનલોડ કરો.

error: Content is protected !!