અન્ય વિકલ્પ હોવા છતાં કુદરતી ન્યાયના સિદ્ધાંતો બાબતની રિટ પિટિશન માટે માનનીય ગુજરાત હાઇકોર્ટે કહ્યું: માત્ર ન્યાય કરવામાં આવે તે જરૂરી નથી પણ ખરેખર ન્યાય થયો છે તે લાગવું પણ છે જરૂરી

Spread the love
Reading Time: 2 minutes

ઇમ્પોર્ટન્ટ જજમેંટ વિથ ટેક્સ ટુડે: વિવા ટ્રેડકોમ વી. સ્ટેટ ઓફ ગુજરાત

સલગ્ન કાયદો: ગુજરાત વેલ્યૂ એડેડ ટેક્સ એક્ટ, 2003

ચુકાદો આપનાર ફોરમ: ગુજરાત હાઇકોર્ટ

માનનીય જજ: શ્રી વિક્રમનાથ તથા જે. બી. પારડીવાલા

વેપારી વતી વકીલ: એડવોકેટ કુંતલ એ પરિખ,

સરકાર વતી: મનીષા લવકુમાર શહ

 

કેસની હકીકતો:

  • વેપારી કાપડના ઉત્પાદનની તથા વેચાણની પ્રવૃતિઑ કરતાં હતા.

 

  • તેઓ ગુજરાત વેટ હેઠળ નોંધાયેલ હતા.

 

  • તેઓની 2015 16 ની આકારણી હાથ ધરવામાં આવી હતી.

 

  • આકારણી દરમ્યાન કરદાતા દ્વારા કરવામાં આવેલ રદ થયેલ નોંધણી નંબર વાળા વેપારીઓની ખરીદી હતી જે નામંજૂર કરવામાં આવી હતી.

 

  • તેના ઉપર 56,12,988/- નું માંગણું ઉપસ્થિત કરવામાં આવ્યું હતું જેમાં ટેક્સ ઉપર 150% લેખે પેનલ્ટીના, 26,14,746/-નો સમાવેશ થતો હતો. આ આકારણી આદેશ 18 માર્ચ 2020 ના રોજ પસાર કરવામાં આવ્યો હતો.

 

વેપારી તરફે રજૂઆત:

  • વેપારી તરફે રજૂઆત કરવામાં આવેલ હતી કે તેમને ડિપાર્ટમેંટ દ્વારા જે ડીલરના નંબર રદ થવાથી ઉમેરો કરેલ છે, તે અંગે ની વિગતો વેપારીને આપવામાં આવેલ ન હતી.

 

  • વેપારીને આ ડિલરોની ઊલટ તપાસ કરવાનો મોકો આપવામાં આવ્યો નથી.

 

  • વેપારીએ પોતાના સમર્થનમાં ગુજરાત હાઇ કોર્ટનો કેસ B K ટ્રેડર્સ vs ગુજરાત રાજ્ય તથા શ્રી ભૈરવ મેટલ કોર્પોરેશન vs ગુજરાત રાજ્ય, રજૂ કરવામાં આવ્યા હતા.

 

સરકાર તરફે રાજુઆત:

  • વેપારી પાસે હાઇકોર્ટમાં રીટ પિટિશન કરવા સિવાય પણ અપીલ સહિતના અન્ય વિકલ્પો હોય રિટ પિટિશન ના દાખલ કરવામાં આવે.

 

  • વેપારીને 17 માર્ચના રોજ, જે ખરીદીઓ નોંધણી દાખલો રદ થયેલ વેપારીઓની છે તેમની તમામ વિગતો આપવામાં આવી હતી.

 

  • વેપારી દ્વારા રજૂ કરવામાં આવેલ બન્ને કેસોના તથ્યો અલગ છે. આ કેસને ઉપર જણાવેલ કેસો લાગુ પડે નહીં.

 

કોર્ટનો ચુકાદો:

  • આ કેસના પ્રશ્નો B K Traders તથા શ્રી ભૈરવ મેટલ કોર્પોરેશનના ચૂકદા જેવાજ છે.

 

  • વેપારી પાસે અન્ય અપિલના વિકલ્પો હોવા છતાં રિટ પિટિશન ચલાવવી આ કેસમાં જરૂરી છે.

 

  • કરદાતાને નોંધણી દાખલો રદ્દ થયેલા વેપારીઓની વિગતો 17 માર્ચના રોજ આપી 18 માર્ચના રોજ ઓર્ડર કરવામાં આવ્યો છે જે યોગ્ય ના ગણાય.

 

  • આમ, 18 માર્ચ 2020 ના રોજ કરવામાં આવેલ આદેશ રદ કરવામાં આવે છે.

 

  • ડિપાર્ટમેંટને કેસ ફરી રિમાન્ડ કરવામાં આવે છે.

 

  • બે અઠવાડીયામાં વેપારીએ વધારાના પુરવારો રજૂ કરવાના રહેશે.

 

  • ડિપાર્ટમેંટ દ્વારા ત્રણ માહિનામાં નવો આદેશ કરવામાં આવે તે ઇચ્છનીય છે.

(આ ચૂકદાઓનું અર્થઘટન ભવ્ય પોપટનું અંગત અર્થઘટન છે. વાંચકોના લાભાર્થે આ ચુકાદો આ લેખ સાથે જોડેલ છે.)

SCA87992020_GJHC240297102020_2_18082020

 

error: Content is protected !!