શું ઇ વે બિલ નો પાર્ટ B બનાવવા ની જવાબદારી પણ વેપારી ની રહે? ? ભુલ કોઈની સજા વેપારી ને!!

Spread the love
Reading Time: 4 minutes

શું ઇ વે બિલ નો પાર્ટ B બનાવવા ની જવાબદારી પણ વેપારી ની રહે?

જી.એસ.ટી. કાયદા હેઠળ નીયમ 138(3) મુજબ જ્યારે નોંધાયેલ વ્યક્તિ ટ્રાન્સપોર્ટર ને EWB 01 નો પાર્ટ A ભરી ને આપે અને પાર્ટ B ભરવામાં ના આવ્યો હોય ત્યારે ટ્રાન્સપોર્ટર દ્વારા આ માલ અંગે નોંધાયેલ વ્યક્તિ દ્વારા આપવામાં આવેલ પાર્ટ A ની વિગતો પર થી પાર્ટ B જનરેટ કરશે. પાર્ટ B માં જરૂરી વિગત નાખવાની રહે છે તે મુખ્યત્વે ગાડી ના નંબર અંગે ની વિગત છે. આ વિગતો નોંધાયેલ વ્યક્તિ કરતાં ટ્રાન્સપોર્ટર પાસે જ હોઈ શકે. ખાસ કરી ને એવા સંજોગો માં કે જ્યાં માલ પાર્ટ લોડ ( એક ટ્રક માં ઘણા માલ એક સાથે મોકલવામાં આવતા હોઈ તેવા સંજોગો માં) માં મોકલવામાં આવતો હોઈ ત્યારે પાર્ટ B ભરવું નોંધાયેલ વ્યક્તિ કરતાં ટ્રાન્સપોર્ટર માટે જ શક્ય હોઈ છે. આવા કિસ્સાઓ માં માલ ટ્રાન્સપોર્ટર પાસે આવી ગયા ના ઘણા સમય પછી ઘણીવાર ટ્રક નંબર નક્કી થતો હોઈ છે.

ઇ વે બિલ માં પાર્ટ B ના ભર્યું હોવાના કારણે વેપારી ને દંડવામાં આવ્યા ના અનેક કિસ્સાઓ ધ્યાને આવ્યા છે.

ટેક્સ ટુડે ના જેતપુર ખાતે ના પ્રેસ રિપોર્ટર અને અગ્રણી ટેક્સ એડવોકેટ લલિત ગણાત્રા આ બાબતે પોતાના અસીલ ને થયેલ એક અનુભવ નું ઉદાહરણ આપી જણાવે છે કે જ્યારે વેપારી ટ્રાન્સપોર્ટર ને પોતાનો માલ આપે છે ત્યારે, ટ્રાન્સપોર્ટર પાસે ટ્રક નંબર ઘણી વાર નક્કી હોતો નથી. આવા સંજોગોમાં ટ્રાન્સપોર્ટર પોતે જ્યારે ટ્રક નંબર નક્કી થાય ત્યારે પાર્ટ B ભરતા હોઈ છે. પણ ક્યારેક ટ્રાન્સપોર્ટર થી ચૂક થયા ના સંજોગો માં વેપારી ને જી.એસ.ટી. કાયદા હેઠળ દંડ ની જવાબદારી ભોગવવી પડતી હોઈ છે, જે પાડા ના વાકે પખાલી ને દંડવાની વાત કહેવાય. વેપારીએ ટ્રાન્સપોર્ટર આઈડી નાખેલ છે પણ પાર્ટ B નથી ભરેલ કેમ કે તેને વાહન ના નંબર ખબર નથી માલ ક્યારે વાહનમાં લોડીંગ થાય છે તે પણ વેપારી ને ખબર નથી હોતી પણ કાયદો કહે છે કે વાહન નંબર નથી નાખ્યો એટલે વેપારીએ ચોરી કરી છે અને ઈવેબીલ નથી બનાવ્યું એમ ગણી તેના ઉપર ટેક્ષ અને પેનલ્ટી નો આદેશ કરવાનો થતો હોઈ છૅ. વેપારીએ દીવસના 24 કલાકમાં થોડી થોડી વારે પોતે વેબસાઈટ ઉપર પોતાના લોગીન માં જઈને ચેક કરે રાખવાનું કે ટ્રાન્સપોર્ટરે માલ રવાના કર્યો કે નહી અને જો કરી દીધો તો તેમાં પાર્ટ B ભર્યું છે કે નહી અને નથી ભર્યું તો તેનો સંપર્ક કરવાનો કે કેમ નથી ભર્યું!!!! જીએસટી કાઉન્સીલે આ અંગે ખરેખર વીચારવું જોઈએ કે શુ વેપારીએ ટ્રાન્સપોર્ટરે પાર્ટ B ભર્યું છે કે નહી તે ચેક કરે રાખવાનું કે વેપાર કરવાનો ?

જી.એસ.ટી. કાયદો કહે છે કે જો પાર્ટ B નથી ભર્યો તો 100 ટકા ટેક્ષ અને 100 ટકા પેનલ્ટી નો ઓર્ડર સ્થળ ઉપર તરત જ કરી નાખવામાં આવેંશે. કોઈ પણ પ્રકાર ની રજુઆત કે સાંભળવાની કોઈ પણ જોગવાઈ કાયદામાં કરવામાં આવી નથી. કોઈ પણ પ્રકાર ની પેનલ્ટી કોઈ પણ ટેક્ષ કરદાતા ઉપર કરવાની હોય તો તેને સાંભળ્યા વગર પેનલ્ટીનો ઓર્ડર કરી શકાય નહી . આ અંગે ભુતકાળમાં અન્ય રેવન્યુના કાયદાઓમાં સુપ્રીમ કોર્ટ ના ઘણા ઓર્ડર થયેલ છે જેમાં ઠરાવેલ છે કે Opportunity of Hearing not provided એટલે કે સાંભળ્યા વગર આવા પેનલ્ટીનો ઓર્ડર કરી શકાય નહી એવું લલિત ગણાત્રા નું પોતાનું વ્યક્તિગત મંતવ્ય છે. તદઉપરાંત આ રીતે થયેલ ટેક્ષ અને પેનલ્ટીના ઓર્ડરમાં થી પેનલ્ટી તો બાદ મળવા પાત્ર નથી પંરંતુ ટેક્ષ પણ પુરેપુરો ખરીદનાર વેપારી ને પણ બાદ મળવા પાત્ર નથી એવી પણ જોગવાઈ કરવામાં આવી છે અને તેણે તે ઈનપુટ તરીકે ત્યારે જ કલેઈમ કરવાનો છે જ્યારે  વેચનારે વેપારીએ બીજી વખત ટેક્ષ ભર્યો હોય એટલે કે એક વખત ઓર્ડર નો ટેક્ષ પેનલ્ટી સહીત નો અને બીજી વખત રીટર્ન ફાઈલ કરતી વખતે માલ વેચાણ નો. આવા સંજોગોમાં એક માલ ઉપર ખરેખર 300% ટકા ટેક્ષ ભરવાનો થાય છે.

આ અંગે વધુ માહિતી આપતા ટેક્સ ટુડે ના ખાસ જી.એસ.ટી. ના સ્પેશિયલ કરસપોનડ્ંટ CA મોનીષ શાહ, લલિતભાઈ ની વાત સાથે સહમત થતાં જણાવે છે કે આ મુશ્કેલી ઘણા કરદાતા ભોગવતા હોઈ છે. ભૂલ ટ્રાન્સપોર્ટર થી થઈ હોવા છાતા કરદાતા એ અધિકારી સમક્ષ ઉપસ્થિત થઈ ને પોતાના માલ અંગે ટેક્સની જવાબદારી ઉપરાંત દંડ ની જવાબદારી પણ નિભાવવી પડતી હોઈ છે. આવા કિસ્સા માં પોતાના માલ ને છોડાવવા મોટી રકમ ભોગવવા ની રહેતી હોઈ છે.

ઇ વે બિલ- કર ચોરી રોકવાનું સાધન કે વેપારીઓ ને પરેશાન કરવાનું સાધન ???
જી.એસ.ટી. કાયદા હેઠળ અમુક નિયમો ને આધીન જ્યારે માલ નું વહન થઈ રહ્યું હોય ત્યારે ઇ વે બિલ બનાવવું ફરજિયાત છે. આ ઇ વે બિલ નો મૂળભૂત હેતુ કર ચોરી રોકવાનો હોય છે. માલ વહન દરમ્યાન, મોબાઈલ ચેક પોસ્ટ દ્વારા માલ ની વિગતો ચકાસવા ની સતા જી.એસ.ટી. કાયદા માં આપેલ છે. ઇ વે બિલ એ કર ચોરી ડામવા ખૂબ જરૂરી છે તે બાબતે કોઈ બે મત નથી. અગાઉ ના કાયદા હેઠળ જ્યાં દરેક રાજ્યોમાં કર ચોરી રોકવા અલગ અલગ ફોર્મ રહેતા. આ કારણે અલગ અલગ રાજ્યો માં વેચાણ કરતાં વેપારીઓ ને પહેલા અલગ અલગ ફોર્મ્સ જનરેટ કરવાના થતાં. જ્યારે જી.એસ.ટી. હેઠળ ના ઇ વે બિલ તે તમામ રાજ્ય માં લાગુ પડતું સર્વમાન્ય ફોર્મ હોય, ઇ વે બિલ ના કારણે માલ ની હેરફેર, ખાસ કરી ને આંતર રાજ્ય હેરફેર સરળ બની છે તેમાં કોઈ બે-મત નથી. પરંતુ ઘણા કિસ્સાઓ માં એવું જોવા મળ્યું છે કે આ ઇ વે બિલ ના કારણે વેપારીઓ એ પોતાના તરફ થી કોઈ વાંક ના હોવા છતા, આર્થિક બોજો ભોગવવા નો થતો હોય છે. આવો જોઈએ આ અંગે એક રિપોર્ટ:
ઇ વે બિલ ક્યારે બનાવવા ના થાય:
જ્યારે વહન થતાં માલ ની કિમત 50000 થી વધુ હોય ત્યારે ઇ વે બિલ બનાવવું ફરજિયાત રહે છે.

ઇ વે બિલ કોણે બનાવવા ના રહે?
• ઇ વે બિલ બનાવવા ની જવાબદારી વેચાણ કરનાર નોંધાયેલ વેપારી ની આવે (જે વ્યક્તિ પાસે જી.એસ.ટી. નોંધણી નંબર હોય).

• બિન નોંધાયેલ વ્યક્તિ પાસે થી ખરીદી ના કિસ્સા માં ખરીદનાર એ ઇ વે બિલ બનાવવા ની જવાબદારી આવે.

ઇ વે બિલ ના પાર્ટ B માટે ટ્રાન્સપોર્ટર એ ખાસ તકેદારી રાખવી જોઈએ. જે કિસ્સાઓ માં શક્ય હોઈ ત્યાં કરદાતા (વેપારીએ) પોતે જ ઇ વે બિલ નો પાર્ટ B બનાવવો જોઈએ. સરકાર દ્વારા પણ આ મુશ્કેલી અંગે વેપારી ના હિત માં કોઈ સમાધાન આવે તે જરૂરી દેખાઈ રહ્યું છે.

ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે

એક્સપર્ટ ઓપીનિયન:
CA મોનીષ શાહ- અમદાવાદ
Adv. લલિત ગણાત્રા- જેતપુર

error: Content is protected !!