ઉના તાલુકાની ઉચ્ચતર માધ્યમિક સ્કૂલની ક્રિકેટ ટૂર્નામેંટમાં સેઈંટ જોસેફ હાઇ સ્કૂલ વિજેતા

Spread the love
Reading Time: < 1 minute

ઉના 23/01/2019: દર વર્ષ ઉના તાલુકાની હાયર સેકન્ડરી સ્કૂલો વચ્ચે ની ક્રિકેટ સ્પર્ધાનું આયોજન સેઈંટ જોસેફ હાઇ સ્કૂલ દ્વારા કરવામાં આવે છે. આ વર્ષ 10 ટીમો દ્વારા આ ટુર્નામેન્ટમાં ભાગ લેવામાં આવ્યો હતો. ફાઇનલ મેચમાં સેઈંટ જોસેફ હાઇ સ્કૂલ સામે સ્વામીનારણ સ્કૂલ ટકરાઇ હતી.આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. આ મેચ  5 વિકેટથી જીત મેળવી સેઈંટ જોસેફ સ્કૂલ દ્વારા ફરી આ ટુર્નામેન્ટ માં કબ્જો કરી લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ સેઈંટ જોસેફ હાઇ સ્કૂલ આ ટૂર્નામેંટમાં ચેમ્પિયન રહી હતી. બ્યુરો રિપોર્ટ ટેક્સ ટુડે

error: Content is protected !!