ઉના વકીલ મંડળ ની પ્રથમ કારોબારીમાં કરવામાં આવી હોદેદારો ની વરણી

Spread the love
Reading Time: < 1 minute

ઉના, તા. 07.01.2020: ઉના વકીલ મંડળ (ઉના બાર એશોશીએશન) ની તાજેતર માં યોજાયેલ ચૂંટણીમાં પ્રમુખ તરીકે પ્રેમજીભાઈ બારૈયા ચૂંટાઈ ને આવ્યા હતા. પ્રમુખ ઉપરાંત કારોબારી સભ્યો ની ચૂંટણી માં 14 સભ્યો ચૂંટાઈ ને આવ્યા હતા. ઉના વકીલ મંડળ ની પ્રથમ કારોબારી મિટિંગ આજરોજ તા. 07 જાન્યુઆરીના રોજ મળી હતી. આ મિટિંગમાં કારોબારી સમિતિ ના હોદેદારો ની નિમણુંક કરવામાં આવેલ હતી. ઉના વકીલ મંડળની કારોબારીમાં નીચે મજબ ના હોદેદારોની પ્રસ્તાવના પ્રમુખ પ્રેમજીભાઈ બારૈયાએ કરતા તમામ હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે.

ઉપપ્રમુખ:         દિવ્યરાજ સિંહ ચુડાસમા

સેક્રેટરી:            કમલભાઈ પડશાળા

જોઇન્ટ સેક્રેટરી:  ભવ્યભાઈ ડી પોપટ

ખજાનચી:         નિલેશભાઈ ડાભી

સહ ખજાનચી:   પરીક્ષિતભાઈ ડોબરીયા

લાઇબ્રેરિયન:      હરેશભાઈ બામણીયા તથા

રશ્મિબેન એન જોશી

પ્રોગ્રામ ઓર્ગેનાઇઝર: વિમલભાઈ એન બ્રહ્મભટ્ટ તથા                                      પ્રણવભાઈ ભટ્ટ તથા                                                  પ્રશાંતભાઈ વી સોલંકી

શિસ્ત કમીટી:            વિમલભાઈ દેસાઈ તથા                                              હિતેષભાઈ એમ દુધાત

ઉના વકીલ મંડળ ના નવન્યુક્ત હોદેદારો ને ખાસ અભિનંદન પાઠવ્યા બાદ પ્રમુખ પ્રેમજીભાઈ બારૈયાએ તમામ હોદેદારો તથા કારોબારી સભ્યો ને વકીલ મંડળ ના હિતમાં  સક્રિય રીતે ફરજ બજાવવા અપીલ કરી હતી. બ્યુરો રિપોર્ટ ટેક્સ ટુડે

 

 

 

error: Content is protected !!