જુના GSTR 1 ભરવામાં લેઈટ ફીની મુક્તિ ની તારીખમાં થશે વધારો. 17 જાન્યુવારી સુધી ભરી શકાશે લેઈટ ફી વગર GSTR 1: ફાઇનાન્સ મીનિસ્ટ્રી નું ટ્વીટ

Spread the love
Reading Time: < 1 minute

તા. 10.01.2020: જુના GSTR 9 લેઈટ ફી વગર ભરવાંની છેલ્લી તારીખ 10 જાન્યુવારી છે. આ મુદત માં વધારો કરી હવે 17 જાન્યુવારી સુધી આ રિટર્ન લેઈટ ફી વગર ભરી શકશે. આ અંગે હજુ કોઈ નોટિફિકેશન આવ્યું નથી પરંતુ મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ દ્વારા આ અંગે ટ્વીટ કરવામાં આવેલ છે. છેલ્લા અમુક સમયથી GST પોર્ટલ પર રિટર્ન ભરવામાં ટેક્નિકલ મુશ્કેલી આવતી હોવાની ખબરો મળી રહી છે. આ કારણેજ મુદત વધારવામાં આવી હોવાનું ટેક્સ પ્રેક્ટિશનર્સ માની રહ્યા છે. જોકે ફાઇનાન્સ મિનિસ્ટ્રી દ્વારા ટ્વીટ માં જણાવવામાં આવ્યું છે કે ઘણા મોટા પ્રમાણમાં આ માફીનો લાભ લઇ કરદાતાઓ રિટર્ન ભરી રહ્યા છે આ કારણેજ મુદત માં વધારો કરવામાં આવી રહ્યો છે. જોકે કરણ જે હોઈ, કરદાતા માટે તો આમ ખાવા થી મતલબ છે, ગોટલીઓ ગણવા જવાનું કોઈ કારણ જ નથી!!! આ વધારો કરદાતાઓ માટે ફાયદાકારક તો ચોક્ક્સ રહેશે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે

error: Content is protected !!