ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિશનર્સ ની અપીલ: PM CARES ફન્ડ માં આપો દાન

Spread the love
Reading Time: < 1 minute

રૂ 1000 અથવા તેથી વધુ દાન આપે તમામ મેમ્બર્સ: એડવોકેટ નિકિતા બધેકા, નેશનલ પ્રેસીડંટ

તા. 29.04.2020: ભારત ના ટેક્સ પ્રોફેશનલસના સૌથી મોટા એશોશીએશન એવા ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિશનર્સ દ્વારા COVID 2019 ની આ મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાના તમામ મેમ્બર્સ ને PM CARES ફન્ડ માં દાન આપવા અપીલ કરી છે. સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ નિકિતાબેન બધેકા દ્વારા તમામ સભ્યોને ખાસ અપીલ કરવામાં આવેલ છે કે દરેક સભ્યો ઓછામાં ઓછું 1000 નું દાન આપે. યથાશક્તિ વધુ દાન આપે તે આવકારદાયક છે.

સંગઠનના નેશનલ જનરલ સેક્રેટરી અને જૂનાગઢના જાણીતા કરવેરા સલાહકાર સમીરભાઈ જાની દ્વારા પણ ખાસ સભ્યો ને દાન ની આ પહેલ કરવા અપીલ કરી છે. સંગઠનના વેસ્ટ ઝોન ચેરમેન ભાષકરભાઈ પટેલ દ્વારા પશ્ચિમી ઝોન ના તમામ મેમ્બર્સ ને આ દાન 30 એપ્રિલ પહેલા એસોસીએશન ના પોર્ટલ ઉપરથી આપવા અપીલ કરી છે. આ દાન માટે સભ્યો નીચેની લિંક ઉપરથી દાન કરી શકશે. એસોસીએશન દ્વારા અપેલ દાન માટે સભ્ય ને 80G હેઠળ આવકવેરા કાયદા હેઠળ બાદ મળશે.

હું, ભવ્ય પોપટ, ટેક્સ ટુડે ના એડિટર તરીકે તથા ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટિશનર્સ (WZ) ના જોઇન્ટ સેક્રેટરી તરીકે અમારા વાંચકો, મિત્રો ને વિનનતે કે PM CARES ફંડ માં યથાશક્તિ ફાળો આપો.

ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટિશનર્સ દ્વારા PM Cares ફંડમાં દાન આપવા નીચેની લીક ઉપર ક્લિક કરો:

http://www.aiftponline.org/wp-content/themes/the-bootstrap/covid19/

 

error: Content is protected !!