વતનથી દૂર મજૂરો, જાત્રાળુઓ, પ્રવાસીઓ, વિદ્યાર્થી તથા અન્ય ફસાઇ ગયેલ લોકો માટે સારા સમાચાર!!! લોકડાઉન માં આપવામાં આવશે મુક્તિ:

Spread the love
Reading Time: 2 minutes

શું લોકડાઉન વધવાના આ છે સંકેતો???

તા. 30.04.2020: 25 માર્ચથી લાગુ કરવામાં આવેલ લોકડાઉન ના કારણે અનેક લોકો પોતાના વતન થી દૂર ફસાઈ ગયેલ છે. આ લોકોમાં વતન થી દૂર વિવિધ જગ્યાઓ ઉપર કામ કરી રહેલા મજૂરો, ધાર્મિક જાત્રાએ નીકળેલા જાત્રાળુ, પર્યટકો, અભ્યાસ અર્થે વતન થી દૂર ભણી રહેલ વિદ્યાર્થીઑ તથા અન્ય કારણસર પોતાના વતન થી દૂર રહેલ લોકોનો સમાવેશ થાય છે. 1 મહિનાથી વધુ સમય સુધી તેઓએ વતન થી દૂર હોવાના કારણે અનેક મુશ્કેલીઑનો સામનો કરેલ છે.

આવા લોકો માટે હવે સારા સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકાર ના ગૃહ ખાતા દ્વારા લોકડાઉન દરમ્યાન આ પ્રકાર ના લોકો માટે હેરફેર ની છુંટ આપતો આદેશ બહાર પાડ્યો છે. આ આદેશ માં રાજ્ય સરકારો/કેન્દ્ર શાશીત પ્રદેશો ને નીચે મુજબ દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે.

લોક ડાઉનના કારણે ફસાયેલા મજૂરો, ધાર્મિક જાત્રાએ નીકળેલા જાત્રાળુ, પર્યટકો, અભ્યાસ અર્થે વતન થી દૂર ભણી રહેલ વિદ્યાર્થીઑ તથા અન્ય કારણસર પોતાના વતન થી દૂર રહેલ લોકોને હેરફેર ની છૂટ આપવામાં આવે. આ છૂટ આપવા સમયે નીચેની માર્ગદર્શિકા નું પાલન રાજ્ય સરકારો/કેન્દ્ર શાશીત પ્રદેશ ની સરકાર દ્વારા કરવાનું રહેશે.

  • દરેક રાજ્ય તથા કેન્દ્ર શાશીત પ્રદેશ દ્વારા આ હેરફેર માટે એક “નોડલ સતાધિકારી” ની નિમણૂંક કરવામાં આવશે.
  • દરેક રાજ્ય તથા કેન્દ્ર શાશીત પ્રદેશ દ્વારા આવા લોકોના આવન-જાવન અંગે એક સમાન વિધિ (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર) બનાવવામાં આવશે.
  • દરેક રાજ્ય તથા કેન્દ્ર શાશીત પ્રદેશ ના નોડલ ઓથોરિટી દ્વારા પોતાના તાબા નીચેના આવા લોકોની નોંધણી કરવામાં આવશે.
  • આવા લોકોનું જ્યારે “ગ્રૂપ” માં હોય તો જે-તે રાજ્ય તથા કેન્દ્ર શાશીત પ્રદેશ દ્વારા એક બીજા સાથે સંપર્ક કરી રોડ દ્વારા આવા લોકોની હેરફેર કરવા અંગે સહમત થવાનું રહેશે.
  • આવા લોકોનું સ્ક્રિનિંગ જે રાજ્ય કે કેન્દ્ર શાશીત પ્રદેશમાં હાલ તેઓ છે તેમના દ્વારા કરવામાં આવશે. જો આવા લોકોમાં કોરોનાના લક્ષણો ના જણાય તો તેમને જવા દેવામાં આવશે.
  • આવા લોકોની હેરફેર માટે બસો નો ઉપયોગ કરવામાં આવશે.
  • આવી બસોને યોગ્ય રીતે સેનેટાઇઝ કરવાની રહેશે તથા તેમાં સામાજિક દૂરી નું ખાસ ધ્યાન રાખવાનું રહેશે.
  • આ સ્થળાંતર દરમ્યાન જે રાજ્યો કે કેન્દ્ર શાશીત પ્રદેશમાંથી આ બસો પસાર થાય તેમણે આ બસોને પસાર થવા દેવાની રહેશે.
  • પોતાના વતન ઉપર પહોચતાં, સ્થાનિક આરોગ્ય અધિકારી દ્વારા આવા લોકો ની તપાસ કરવામાં આવશે.
  • આવા લોકોને સામાન્ય રીતે “હોમ ક્વારંટાઈન” રાખવામા આવશે.
  • જો આરોગ્ય અધિકારીઓને જરૂર જણાય તો આવા લોકો ને “ઈન્સ્ટીટ્યુશનલ ક્વારંટાઈન” પણ રાખવામા આવી શકે છે.
  • આવા લોકો ઉપર સમયાંતરે આરોગ્ય ચકાસણી કરવાની રહેશે.

ઉપરોક્ત દિશા નિર્દેશ રાજ્ય સરકારો તથા કેન્દ્ર શાશીત પ્રદેશોને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. આ નિર્દેશો ઉપર રાજ્ય સરકારો તથા કેન્દ્ર શાશીત પ્રદેશો દ્વારા ત્વરિત કાર્યવાહી કરવાની રહેશે. સ્થાનિક મામલતદાર ને આ અંગે પોતાના તાબામાં આવતા આ પ્રકારના લોકો ની યાદી તૈયાર કરવા રાજ્ય સરકારો તથા કેન્દ્ર શાશીત પ્રદેશો દ્વારા જણાવવામાં આવે તેવી શક્યતાઓ છે.

શું આ છૂટછાટ આપવા અંગેનો નિર્ણય એ બાબત નો સંકેત આપે છે કે સમગ્ર દેશમાં લોક ડાઉન 3 મે પછી પણ વધારવામાં આવશે?? આ પ્રશ્ન લોકો માં ચર્ચા નો વિષય બન્યો છે.

રાજ્ય સરકારો તથા કેન્દ્ર શાશીત પ્રદેશો આ દિશા નિર્દેશ ઉપર ત્વરિત પગલાં લઈ આ પ્રકારે ફસાઈ ગયેલ લોકો ની મદદ કરશે તેવી આશા લોકો સેવી રહ્યા છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે

error: Content is protected !!