ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપર રિટર્ન ભરવાના થઇ ગયા છે શરૂ!!
હાલ, ITR ૧ તથા ITR ૪ કરવામાં આવ્યા છે શરુ.
નાણાકીય વર્ષ 2025-26 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરવાની પ્રક્રિયા ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપર શરૂ થઈ ગઈ છે. દર વર્ષે લાખો કરદાતાઓ યોગ્ય માહિતીના અભાવે ખોટું ITR ફોર્મ પસંદ કરે છે અથવા સમયમર્યાદા ચૂકી જાય છે, જેના કારણે દંડ, નોટિસ અથવા રિફંડમાં વિલંબ જેવી સમસ્યાઓ ઉભી થાય છે.
આવકવેરા વિભાગ દ્વારા અલગ અલગ પ્રકારના કરદાતાઓ માટે અલગ ITR ફોર્મ નક્કી કરવામાં આવ્યા છે. દરેક વ્યક્તિએ પોતાની આવકના સ્ત્રોત, વ્યવસાય, મૂડીલાભ, વિદેશી સંપત્તિ વગેરેના આધારે યોગ્ય ફોર્મ પસંદ કરવું જરૂરી બને છે. આજે આ લેખમાં ક્યાં પ્રકારની આવક હોય તો કરદાતાએ કયું રીટર્ન ભરવું તે અંગે માહિતી આપવા પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ લેખમાં નીચેના મુદ્દા આવરી લેવા પ્રયાસ કરવામાં આવ્યો છે.
- કોને ITR ભરવું ફરજિયાત છે?
- કયું ITR ફોર્મ કોના માટે છે?
- કઈ તારીખ સુધી રિટર્ન ભરવું?
- ખોટું ફોર્મ ભરવાથી શું અસર થાય?
- મોડું રિટર્ન ભરવાથી શું દંડ થાય?
- રિફંડ, AIS અને Form 26ASનું મહત્વ
ITR એટલે શું?
ITR એટલે Income Tax Return. આ એક એવું વાર્ષિક ફોર્મ છે જેમાં કરદાતા પોતાની કુલ આવક, ખર્ચ, કપાતો (Deduction), ચૂકવેલ ટેક્સ અને બાકી ટેક્સની વિગતો ઇન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટ સમક્ષ રજૂ કરે છે. દરેક નાણાકીય વર્ષ પૂર્ણ થયા બાદ આગામી વર્ષમાં ITR ભરવાનું રહે છે.
કોને ITR ભરવું ફરજિયાત છે?
ઘણા લોકો માને છે કે ટેક્સ ભરવો ન પડે તો ITR ભરવાની જરૂર નથી. પરંતુ આ માન્યતા સંપૂર્ણ સાચી નથી.
નીચેના સંજોગોમાં ITR ભરવું ફરજિયાત બને છે:
- કરપાત્ર આવક મર્યાદાથી વધુ હોય
- બેંકમાં મોટો ટ્રાન્ઝેક્શન
નીચેની પરિસ્થિતિઓમાં આવક મર્યાદાથી ઓછી હોવા છતાં ITR ફરજિયાત થઈ શકે:
- Current Accountમાં ₹1 કરોડથી વધુ જમા
- Savings Accountમાં ₹50 લાખથી વધુ જમા
- વિદેશ પ્રવાસ ખર્ચ ₹2 લાખથી વધુ
- વીજળી બિલ ₹1 લાખથી વધુ
- TDS કપાયેલ હોય
- કંપનીના Director હોય
કોઈપણ Private Limited અથવા Public Companyમાં Director હોય તો ITR ભરવું ફરજિયાત છે.
- Foreign Asset અથવા Foreign Income હોય
વિદેશમાં:
- Bank Account
- Shares
- Property
- Crypto Assets
- Foreign Income
હોય તો પણ ITR ફરજિયાત બને છે.
- TDS Refund મેળવવું હોય ત્યારે
ઘણા Salaried Employees અથવા FD Interest ધરાવતા લોકોનું TDS કપાય છે. આ TDS નું Refund મેળવવા ITR જરૂરી છે.
વિવિધ ITR Forms અને કઈ આવક માટે કયું ITR ભરવાનું રહે છે.
આવકવેરા વિભાગે અલગ અલગ પ્રકારના કરદાતાઓ માટે ITR-1 થી ITR-7 સુધીના ફોર્મ જાહેર કર્યા છે.
ચાલો સરળ ભાષામાં સમજીએ:
ITR – 1 (Sahaj)
આ સૌથી સામાન્ય અને સરળ ફોર્મ છે.
કોના માટે?
નીચેની આવક ધરાવતા Resident Individual માટે:
- Salary/Pension Income
- One House Property
- Other Sources (Interest વગેરે)
- કુલ આવક ₹50 લાખ સુધી
કઈ આવક ન હોવી જોઈએ?
- Capital Gain
- Business Income
- Foreign Asset
- More than One House Property
ઉદાહરણ
નોકરી કરતા કર્મચારી, પેન્શનર, FD Interest ધરાવતા વ્યક્તિ માટે આ ફોર્મ છે
ITR – 2
કોના માટે?
જે વ્યક્તિને:
- Capital Gain થાય
- Multiple House Property (એક થી વધુ ઘર હોય)
- Foreign Income/Asset હોય
- કોઈ કંપનીમાં Director હોય
- Listed Sharesમાં રોકાણ હોય
પરંતુ Business Income ન હોય.
ઉદાહરણ
- શેર માર્કેટમાંથી આવક, મિલ્કત વેચાણથી નફો, NRI હોય, ESOP Income ધરાવતા કર્મચારી
ITR – 3
કોના માટે?
જે વ્યક્તિ અથવા HUF ને:
- Business Income
- Professional Income
હોય.
ઉદાહરણ
- CA
- Doctor
- Advocate
- Freelancer
- Trader
- Contractor
- Shop Owner
જો Audit લાગુ પડે તો પણ ITR-3 ભરાય.
ITR – 4 (Sugam)
આ Presumptive Taxation Scheme એટલે કે અંદાજીત આવક યોજના માટેનું સરળ ફોર્મ છે. આ ફોર્મ નાના ધંધાકીય સાહસો માટેનું ફોર્મ છે.
કોના માટે?
જે વ્યક્તિ:
- Section 44AD
- Section 44ADA
- Section 44AE
અંતર્ગત presumptive income જાહેર કરે.
ઉદાહરણ
- નાના વેપારીઓ
- Consultant
- Freelancer
- Small Professionals
ITR – 5
કોના માટે?
- Partnership Firm
- LLP
- AOP
- BOI
ITR – 6
કોના માટે?
કંપનીઓ માટે.
(Section 11 હેઠળ Trust સિવાય)
ITR – 7
કોના માટે?
નીચેની સંસ્થાઓ:
- Trust
- Charitable Institution
- Political Party
- Religious Institution
ITR ભરવાની છેલ્લી તારીખો
આવકવેરા વિભાગ દ્વારા વિવિધ કરદાતાઓ માટે અલગ અલગ Due Dates નક્કી કરવામાં આવી છે.
પગાર, વ્યાજની આવક ધરાવતા કરદાતાઓ માટે ૩૧ જુલાઈ
ઓડીટ કરાવવા જવાબદાર નાં હોય તેવા ધંધાકીય આવક ધરાવતા કરદાતા ૩૧ ઓગસ્ટ
ઓડીટ કરાવવા જવાબદાર હોય તેવા ધંધાકીય આવક ધરાવતા કરદાતા ૩૧ ઓક્ટોબર
મોડું ITR ભરવાથી શું નુકસાન?
ઘણા લોકો છેલ્લી તારીખ બાદ રિટર્ન ભરતા હોય છે. પરંતુ તેનાથી અનેક મુશ્કેલીઓ ઊભી થાય છે.
- Late Filing Fees
Section 234F મુજબ:
- આવક ₹5 લાખથી વધુ → ₹5,000 દંડ
- અન્ય કેસમાં → ₹1,000
- Interest
બાકી ટેક્સ પર Section 234A/B/C મુજબ વ્યાજ લાગે છે.
- Loss Carry Forward નહીં મળે
જો Business Loss અથવા Capital Loss હોય તો સમયસર ITR જરૂરી છે.
- Refundમાં વિલંબ
મોડું રિટર્ન ભરવાથી Refund મોડું મળે છે.
ખોટું ITR Form ભરવાથી શું થાય?
ઘણા કરદાતા સરળતા માટે ITR-1 ભરી દે છે, જ્યારે તેમને ITR-2 અથવા ITR-3 ભરવું જોઈએ.
આથી:
- Return Defective બની શકે
- Notice આવી શકે
- Refund અટકી શકે
- Penalty લાગી શકે
અટલે યોગ્ય ફોર્મ પસંદ કરવું અત્યંત જરૂરી છે.
AIS અને Form 26AS ચેક કરવું કેમ જરૂરી?
હાલમાં આવકવેરા વિભાગ પાસે લગભગ તમામ નાણાકીય માહિતી ઉપલબ્ધ હોય છે.
જેમ કે:
- Bank Interest
- Share Transactions
- Mutual Funds
- Property Purchase
- Credit Card Spending
- TDS
આ તમામ માહિતી:
- AIS (Annual Information Statement)
- Form 26AS
માં દેખાય છે.
ITR ભરતા પહેલા આ બંને ચકાસવા અત્યંત જરૂરી છે.
નવી Tax Regime કે જૂની Regime?
હાલ નવી Tax Regime Default બની ગઈ છે. પરંતુ કરદાતા પોતાની આવક અને Deduction પ્રમાણે પસંદગી કરી શકે છે.
જૂની વ્યવસ્થામાં લાભ
- 80C
- 80D
- HRA
- Home Loan Interest
વગેરે Deduction મળે.
નવી વ્યવસ્થા
- ઓછા Slab Rates
- ઓછા Deduction
યોગ્ય ગણતરી કર્યા વગર Regime પસંદ કરવી નહીં.
ITR ભરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો
PAN – Aadhaar Link હોવું જોઈએ
લિંક ન હોય તો Return Process અટકી શકે.
સેલેરીડ વ્યક્તિઓ માટે ખાસ સૂચના
નોકરી કરતા કર્મચારીઓએ ખાસ કરીને નીચેના દસ્તાવેજ તૈયાર રાખવા:
- Form 16
- Salary Slip
- Home Loan Certificate
- Bank Interest Certificate
- LIC/PPF/80C Proof
Share Market અને Crypto Investors માટે મહત્વપૂર્ણ
હાલ આવકવેરા વિભાગ Share Market અને Crypto Transactions પર ખાસ નજર રાખી રહ્યું છે.
નીચેની વિગતો સાચી રીતે જાહેર કરવી જરૂરી છે:
- STCG
- LTCG
- F&O Income
- Intraday Trading
- Crypto Gain
ખોટી વિગતો Notice તરફ દોરી શકે છે.
ઇન્કમ ટેક્સ રિટર્ન ફરજીયાત ભરવાપાત્ર હોય તેમના માટે તો ઇન્કમ ટેક્સ રીટર્ન ભરવું જોઈએ જ પરંતુ જે લોકોની આવક કરમુક્તિ મર્યાદાથી નીચે હોય તેઓએ પણ ઇન્કમ ટેક્સ રીટર્ન ભરવું જોઈએ. આ ઇન્કમ ટેક્સ રીટર્ન એક મહત્વપૂર્ણ નાણાકીય દસ્તાવેજ છે. Loan, Visa, Tender, Government Subsidy જેવી અનેક જગ્યાએ ITR મહત્વપૂર્ણ પુરાવો બને છે. યોગ્ય ITR Form પસંદ કરવું, સમયસર Return ભરવું અને તમામ આવક જાહેર કરવી અત્યંત જરૂરી છે.
