મહેસાણા સેલ્સ ટેક્સ બાર એસોસિએશન દ્વારા વાર્ષિક સાધારણ સભા અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો…

0
Spread the love
Reading Time: 2 minutes

સ્થળ: મહેસાણા

તારીખ: ૩૦/૦૫/૨૦૨૬

મહેસાણાના અગ્રણી કરવેરા સલાહકારો (Tax Practitioners) ની પ્રતિષ્ઠિત સંસ્થા મહેસાણા સેલ્સ ટેક્સ બાર એસોસિએશન” દ્વારા સમયના સુચારુ આયોજન, સંગઠનની મજબૂતી અને સભ્યો વચ્ચે પરસ્પર ભાઈચારો વધારવાના ઉદ્દેશ્ય સાથે એક ભવ્ય વાર્ષિક સાધારણ સભા (AGM) તેમજ સ્નેહ મિલન અને વિવિધ પ્રવૃત્તિઓથી સભર કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ સ્નેહ મિલન અને સામાન્ય સભામાં ખુબજ મોટી સંખ્યામાં કરવેરા નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા.

આ મિલન અને સામાન્ય સભા અંતર્ગત સભ્યોના સમયસર આગમન માટે સાંજે ૫:૩૦ કલાકથી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. ત્યારબાદ એસોસિએશનના નિર્ધારિત એજન્ડા મુજબ સાંજે ૦૬:૦૦ થી ૦૬:૩૦ કલાકે મહત્વપૂર્ણ સાધારણ સભા (General Body Meeting) યોજાઈ, જેમાં સંસ્થાના પ્રમુખશ્રી પ્રવીણભાઈ એમ. નાયકની અધ્યક્ષતામાં આગામી વર્ષના મહત્વના આયોજનો, જીએસટી (GST) અને સેલ્સ ટેક્સની કાયદાકીય અટપટી બાબતોની સમીક્ષા તેમજ નાણાકીય અહેવાલો રજૂ કરી ચર્ચા-વિચારણા કરવામાં આવી.

રાષ્ટ્ર પ્રત્યેની સંનિષ્ઠા અને આદર વ્યક્ત કરવા માટે સામાન્ય સભા પૂર્ણ થયા બાદ સાંજે ૦૬:૩૦ કલાકે તમામ સભ્યો દ્વારા સામૂહિક રાષ્ટ્રગાન કરવામાં આવ્યું. ટેક્સ પ્રેક્ટિશનર્સ સતત નાણાકીય પત્રકો અને કાયદાકીય ગૂંચવણો વચ્ચે માનસિક કામગીરીથી ઘેરાયેલા રહેતા હોઈ, તેઓના માનસિક હળવાશ, મનોરંજન અને સ્વાસ્થ્યને ધ્યાને રાખીને આ વર્ષે વિશેષ રૂપે સાંજે ૦૬:૩૫ થી ૦૭:૩૦ કલાક દરમિયાન રમત-ગમત‘ (સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ) નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જે આ સમગ્ર કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ હતું. કાર્યક્રમના અંતે તમામ આમંત્રિતો, સભ્યો અને મહાનુભાવો માટે રાત્રે ૦૭:૩૦ કલાકે ભવ્ય ડીનર (ભોજન સમારંભ) નું આયોજન રાખવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેસાણા સેલ્સ ટેક્સ બાર એસોસિએશનની મુખ્ય કારોબારી ટીમ જેમાં પ્રમુખ પ્રવીણભાઈ એમ. નાયક (૯૭૨૭૫ ૩૧૧૯૪), મંત્રી દેવાંગભાઈ એ. પટેલ (૯૭૧૨૧ ૬૬૯૫૫), ઉપપ્રમુખ રોનકભાઈ આઈ. શાહ (૯૪૨૬૪ ૩૪૭૮૮), સહ-મંત્રી હેમલભાઈ કે. ચાવડા (૯૪૦૯૨ ૮૨૮૮૬) તેમજ ઇમીડિએટ પાસ્ટ પ્રેસિડેન્ટ (IPP) કિરીટકુમાર એન. પટેલ (૯૮૨૫૦ ૮૭૮૦૬) ભારે જહેમત ઉઠાવી.

આયોજક સમિતિ વતી, એસોસિએશનના સેક્રેટરી દેવાંગભાઈ એ. પટેલે મહેસાણાના તમામ રજીસ્ટર્ડ સભ્યોનો સામાન્ય સભા તેમજ સ્નેહ મિલન કાર્યક્રમમાં સમયસર ઉપસ્થિત રહી સંગઠનને વધુ મજબૂત કરવા બદલ આભાર વ્યક્ત કર્યો.

હર્ષદ ઓઝા, ટેક્સ રિપોર્ટર (ઉત્તર ગુજરાત)

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!