લોક ડાઉન 3.0 કે લોક ડાઉન માં છૂટ નો ભાગ 1??? કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાઇ મહત્વની છૂટછાટ

Spread the love
Reading Time: 6 minutes

લોકડાઉનમાં હવે ઝોન આધારિત રાહતો. ગ્રીન તથા ઓરેન્જ ઝોનમાં પ્રતિબંધોમાં મોટા પાયે રાહતો…

વાંચો શું તમે ખોલી શકો છો તમારી ઓફિસ??? કઈ દુકાનો ખુલશે અને કઈ રહેશે બંધ

 

 

 

By Bhavya Popat, Advocate & Editor Tax Today

 

તા. 03.05.2020: તારીખ 01 મે 2020 ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન વધારવાની જાહેરાત કરી દેવામાં આવેલ છે. સામાન્ય રીતે પ્રધાનમંત્રીએ લોકડાઉન વધારવાની જાહેરાત કરતાં હોય છે. પરંતુ આ વખતે પ્રેસ વિજ્ઞપ્તિ દ્વારા આ જાહેરાત કરવામાં આવેલ છે. આ અંગે મોડી રાત્રે ગૃહ ખાતા દ્વારા લોક ડાઉન ની નવી માર્ગદર્શિકા અંગે આદેશ પણ બહાર પડ્યો છે. આ આદેશ નું સરળ અર્થઘટન કરવા પ્રયાસ કર્યો છે. હું ચોક્કસ માનું છું કે આ લોકડાઉન 3.0 નથી પરંતુ લોક ડાઉન માં છૂટછાટ 1.0 છે…

સુધારેલા આદેશ દ્વારા નીચે મુજબ જાહેરાત કરવામાં આવેલ છે.

  • લોકડાઉન ભાગ 3 એ 04 મે 2020 થી 17 મે 2020 સુધી, સમગ્ર દેશમાં અમલી રહેશે.
  • આ સુધારેલી માર્ગદર્શિકા 04 મે 2020 થી અમલી બનશે.
  • સમગ્ર દેશના નવી ગાઈડ્લાઇન એ ત્રણ ઝોન ઉપર આધારીત રહેશે. આ ઝોન જિલ્લા પ્રમાણે ગણાશે.

 

    • ગ્રીન ઝોન: એવા ઝોન કે જ્યાં COVID-19 ના કોઈ પણ કેસ થયા નથી અથવા જ્યાં છેલ્લા 21 દિવસમાં કોઈ પણ કંફોર્મ કેસ નથી.

 

    • રેડ ઝોન અથવા તો હોટ સ્પોટ જિલ્લા: સ્વાસ્થ્ય મંત્રાલય, ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલ એવા જિલ્લા જ્યાં મોટા પ્રમાણમા COVID-19 ના કેસો છે.

 

    • ઓરેન્જ ઝોન: જે જિલ્લા ના તો ગ્રીન ઝોન માં આવતા હોય અને ના તો રેડ ઝોન માં આવતા હોય.

 

  • ભારત સરકાર નું સ્વસ્થ્ય મંત્રાલય દર અઠવાડિયે રાજ્ય સરકાર તથા કેન્દ્ર શાશીત પ્રદેશો ને આ ઝોન અંગેનું લિસ્ટ મોકલશે.

 

  • રાજ્ય સરકાર/કેન્દ્ર શાશીત પ્રદેશ આ લિસ્ટ માં આવેલ જિલ્લાઓમાં વધારાના જિલ્લાઑ ને રેડ ઝોન કે ઓરેન્જ ઝોન માં લઈ શકશે.

 

  • કોઈ પણ કારણો સાર રાજ્ય સરકાર/કેન્દ્ર શાશીત પ્રદેશ કોઈ જિલ્લાઓ ને રેડ માંથી ઓરેન્જ માં અથવા ગ્રીન માં કે ઓરેન્જ માં થી ગ્રીનમા લઈ શકશે નહીં.

 

  • સામાન્ય રીતે તમામ ઝોન માં મ્યુનિસિપલ કોર્પોરેશન નો વિસ્તાર તથા તેની બહાર નો વિસ્તાર એમ બન્ને નો સમાવેશ થતો હશે. આવા કિસ્સામાં ઝોન માં નીચે મુજબ ફેરફારો રાજ્ય સરકારો / કેન્દ્ર શાશીત પ્રદેશમાં કરી શકશે.

 

  • જ્યારે કોઈ જિલ્લાને રેડ ઝોન તરીકે વર્ગીકૃત કરવામાં આવેલ હોય અને મ્યુનિસિપલ કોર્પોરેશન બહારના વિસ્તારમાં છેલ્લા 21 દિવસમાં કોઈ કંફોર્મ કેસ ના હોય તો આ મ્યુનિસિપલ કોર્પોરેશન બહાર ના વિસ્તાર ને ઓરેન્જ ઝોન તરીકે જાહેર કરી શકશે.

 

  • જ્યારે કોઈ જિલ્લાને ઓરેન્જ ઝોન તરીકે વર્ગીકૃત કરવામાં આવેલ હોય અને મ્યુનિસિપલ કોર્પોરેશન બહારના વિસ્તારમાં છેલ્લા 21 દિવસમાં કોઈ કંફોર્મ કેસ ના હોય તો આ મ્યુનિસિપલ કોર્પોરેશન બહાર ના વિસ્તાર ને ગ્રીન ઝોન તરીકે જાહેર કરી શકશે.

 

  • આ કિસ્સામાં COVID-19 નો કેસ જ્યાં ઉદભવ્યા હોય ત્યાંના ગણાશે. જ્યાં દર્દી ની સારવાર થતી હોય ત્યાંના ગણી શકાય નહીં.
  • સમગ્ર દેશમાં નીચેની પ્રવૃતિઓ 04 મે થી બે અઠવાડીયા માટે બંધ રહેશે:
  1. તમામ ડોમેસ્ટિક તથા આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓ.
  2. તમામ રેલ સેવા
  3. મેટ્રો રેલ સેવા
  4. આંતર રાજ્ય બસ સેવા
  5. આંતર રાજ્ય વ્યક્તિઓની અવરજવર (મેડિકલ ઈમરજન્સી સિવાયની)
  6. તમામ શાળા, કોલેજ, કોચિંગ ક્લાસ વગેરે. જો કે ઓનલાઈન લર્નિંગ ની છૂંટ રહેશે.
  7. હોટેલ તથા હોસ્પિટાલીટી સેવાઓ (COVID 19 હેઠળ જરૂરી સેવા આપતી હોટેલ સિવાય)
  8. તમામ સિનેમા ગૃહ, શોપિંગ મોલ, જિમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સ્વિમિંગ પુલ, એન્ટરટેઇનમેંટ પાર્કસ, થિયેટર, બાર, ઓડિટોરિયમ, સભાગૃહ અને આ જેવા સ્થળ
  9. તમામ સામાજિક, રાજકીય રમત ગમત, મનોરંજન, શૈક્ષણિક, સંસ્કૃતિક, ધાર્મિક કર્યેક્રમો તથા અન્ય સમ્મેલનો.
  10. તમામ પ્રકારના ધાર્મિક સ્થળો, પુજા સ્થળો પ્રજા માટે બંધ રહેશે. ધાર્મિક મેળાવડા પર ચુસ્ત પ્રતિબંધ મૂકવામાં આવેલ છે.
  • લોકો ની સુખાકારી તથા સલામતી માટે ના પગલાં:

 

    • તમામ ઝોનમાં ફરજિયાત જરૂરિયાત સિવાયની પ્રવૃતિ સાંજે 7 વાગ્યા થી સવારે 7 વાગ્યા સુધી સદંતર બંધ રહેશે. સ્થાનિક સત્તાધિકારીઓ (કલેક્ટર/ડેપ્યુટી કલેક્ટર એમ સમજી શકાય) ધારા 144 નો ઉપયોગ કરી કરફ્યુ લગાડી શકે છે અને આ બાબત નું કડક પાલન થાય તે તેમણે જોવાનું રહેશે.

 

    • તમામ ઝોનમાં 65 વર્ષ ઉપરના વ્યક્તિઓ, મેડિકલ પ્રોબ્લેમ ધરાવતા વ્યક્તિઓ, પ્રેગનંટ મહિલાઓ તથા 10 વર્ષ થી નીચેના બાળકો ને ફરજિયાત જરૂરિયાત સિવાય અથવા મેડિકલ જરૂરિયાત સિવાય ઘરની બહાર નીકળવા દેવામાં આવશે નહીં.

 

  • સમગ્ર દેશમાં પ્રતિબંધી ઉપર જણાવેલ 1 થી 10 પ્રવૃતિઓ સિવાય ઝોન મુજબ નીચેની પ્રવૃતિને પરવાનગી આપવામાં આવેલ છે.
પ્રવૃતિ રેડ ઝોન ઓરેન્જ ઝોન ગ્રીન ઝોન
સદંતર પ્રતિબંધિત પ્રવૃતિ

(સમગ્ર દેશ માં પ્રતિબંધ છે તે સિવાય ની પ્રવૃતિ)

  • સાઇકલ રિક્ષા
  • ઓટો રિક્ષા
  • ટેક્સી તથા ઓનલાઈન ટેક્સી
  • જીલ્લામાં તથા આંતર જિલ્લા બસ સેવા
  • વાળંદ, સલૂન તથા સ્પા

 

  • જિલ્લા તથા આંતર જિલ્લા બસ સેવા

 

  • ટેક્સી તથા ઓનલાઈન ટેક્સ 1 ડ્રાઈવર તથા 2 પેસેંજર સાથે ચાલી શકશે.

 

  • સમગ્ર દેશ માં પ્રતિબંધિત પ્રવૃતિ સિવાય ની પ્રવૃતિ બાબતે કોઈ પ્રતિબંધ નહીં.
  • બસ સ્ટેશન તથા બસો 50% મર્યાદામાં ચાલુ રાખી શકાશે.
વ્યક્તિ ની અવરજવર

 

  • ફોર વિલ માટે 2 વ્યક્તિ
  • ટુ વિલ માટે એક વ્યક્તિ
  • આંતર જિલ્લામાં વ્યક્તિઓ ની અવરજવર
  • ફોર વિલ માટે ડ્રાઈવર ઉપરાંત 2 વ્યક્તિ ની પરવાનગી
કોઈ બંધન નહીં
શહેરી વિસ્તારમાં ઔધ્યોગિક પ્રવૃતિ
  • SEZ યુનિટ,
  • એકપોર્ટ ઓરિએંટેડ યુનિટ,
  • ઔધ્યોગિક વિસ્તાર માના ઉદ્યોગ
  • જરૂરી ચીજ વસ્તુઓ ના ઉદ્યોગો
  • દવા, ફાર્મા, મેડિકલ લગતા ઉદ્યોગ
  • પેકિંગ મટિરિયલ ના ઉદ્યોગો
  • વગેરે (સાથે બિડેલ નોટિફિકેશન નો 9[ii(b)] જોવા વિનંતી
કોઈ બંધન નહીં કોઈ બંધન નહીં
શહેરી વિસ્તારમાં ઔધ્યોગિક પ્રવૃતિ તમામ ઔધ્યોગિક પ્રવૃતિ કોઈ બંધન નહીં કોઈ બંધન નહીં
શહેરી વિસ્તારની બાંધકામ પ્રવૃતિ જ્યાં બાંધકામ ની સાઇટ ઉપર જ મજૂર રહેતા હોય અને બહાર થી મજૂર લઈ આવવા ના પડતાં હોય તેવી બાંધકામ સાઇટ ચાલુ રહી શકશે. કોઈ બંધન નહીં કોઈ બંધન નહીં
ગ્રામ્ય વિસ્તારની બાંધકામ પ્રવૃતિ તમામ બાંધકામ પ્રવૃતિ ચાલુ રહી શકશે. કોઈ બંધન નહીં કોઈ બંધન નહીં
શહેરી વિસ્તારમાં મોલ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ તથા માર્કેટ

(શહેરી વિસ્તાર એટ્લે આ બાબત માટે મ્યુનિસિપલ કોર્પોરેશન તથા મ્યુનિસિપાલિટી બન્ને ગણવાના રહેશે)

  • તમામ મોલ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ તથા માર્કેટ બંધ રહેશે.
  • કોમર્શિયલ કોમ્પ્લેક્સ તથા માર્કેટ પ્લેસ માં આવેલ જરૂરી વસ્તુઓ ની દુકાનો ચાલુ રહી શકશે.
  • રહેણાંકી કોમ્પ્લેક્સ, છૂટક દુકાનો, રહેણાંકી વિસ્તારો પાસે ની દુકાનો જરૂરી તથા તે સિવાય ની તમામ દુકાનો ખૂલી શકશે.
  • સામાજિક દૂરી જાળવવી ફરજિયાત રહેશે.   
કોઈ બંધન નહીં કોઈ બંધન નહીં
ગ્રામ્ય વિસ્તારમાં મોલ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ તથા માર્કેટ મોલ સિવાયની તમામ દુકાનો ખૂલી શકશે.  કોઈ બંધન નહીં કોઈ બંધન નહીં
ઇ કોમર્સ પ્રવૃતિ ઇ કોમર્સ દ્વારા માત્ર જરૂરી વસ્તુઓ ની ડિલિવરી કરી શકાશે. કોઈ બંધન નહીં કોઈ બંધન નહીં
પ્રાઈવેટ ઓફિસો

(વકીલ, CA, એંજિનિયર વી. નો સમાવેશ આમાં થઈ જાઇ છે)

33% સ્ટાફ સાથે આ ઓફિસો શરૂ રાખી શકાશે. બાકી ના સ્ટાફે ઘરે થી કામ કરવાનું રહેશે. કોઈ બંધન નહીં કોઈ બંધન નહીં
સરકારી કચેરીઓ
  • ડે. સેક્રેટરી તથા તેની ઉપરના તમામ અધિકારીઓએ કામ પર રહેવાનુ રહેશે.
  • આ સિવાય ના કર્મચારીઓ એ કુલ સ્ટાફ ના 33% મુજબ રોટેશન દ્વારા હાજર રહેવાનુ રહેશે.
કોઈ બંધન નહીં કોઈ બંધન નહીં

 

 નોંધ: ઉપર પ્રતિબંધિત કરેલ ના હોય તેવી તમામ પ્રવૃતિઓ રાજ્ય સરકાર ના નિર્ણય ને આધીન ચાલૂ રહી શકશે.

  • તમામ રાજ્યો/UT માલ ની આંતર રાજ્ય હેરફેર ને પરવાનગી આપશે.
  • જે પ્રવૃતિઓ માટે અગાઉ અધિકારીઓએ પાસેથી પરવાનગી લેવામાં આવેલ છે અને આ પરવાનગી ની મુદત 03 મે સુધી છે તે પરવાંગીઓ વધારેલા લોકડાઉન માટે માન્ય ગણાશે. ફરીથી આ પરવાંગીઓ લેવાની રહેશે નહીં.

(નોંધ: ઉપર જાહેર કરેલી માર્ગદર્શિકાઓ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ છે. આમાં, ઉપર ની માર્ગદર્શિકાઑ ને આધીન ફેરફાર કરવાનો હક્ક રાજ્ય સરકારો/UT પ્રબંધન ને છે. જ્યાં સુધી ગુજરાત રાજ્ય ની વાત છે, રવિવાર તારીખ 03 મે ના રોજ આ અંગે માર્ગદર્શિકાઓ બહાર પડશે તેમ વિશ્વસનીય સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. રાજ્ય સરકાર ની માર્ગદર્શિકા બહાર આવે પછી જે તે વિસ્તાર ના કલેક્ટર આ અંગે પોતાનું જાહેરનામું બહાર પડશે. ત્યાર બાદ આ પ્રવૃતિઓ બાબતે નિર્ણય માન્ય ગણાય.)    

ઉપરોક્ત પ્રવૃતિઓ બાબત ની છૂટછાટ સાથે નીચેની બાબતોનું પાલન કરવું ફરજિયાત રહેશે. આ બાબતો નું પાલન થાય તે જે તે કલેક્ટર (DM) ની જવાબદારીમાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે.

જાહેર સ્થળો માટે:

  • તમામ વ્યક્તિઓએ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે.
  • જે તે જાહેર જગ્યાઓ ના સંચાલક એ સામાજિક દૂરી અંગે તકેદારી રાખવાની રહેશે.
  • કોઈ જાહેર સંસ્થા/મેનેજર જાહેર જગ્યાઓ ઉપર 5 કે તેથી વધુ વ્યક્તિઓ ને જમા થવા દેશે નહીં.
  • લગ્ન જેવા મેળવડા માં વધુમાં વધુ 50 લોકો ની હાજર રહી શકશે. તેઓએ સામાજિક દૂરી નો ખ્યાલ રાખવાનો રહેશે.
  • મૃત્યુ સમયે ઉતર ક્રિયામાં સામાજિક દૂરી નો ખ્યાલ રાખી મહતમ 20 વ્યક્તિઓ ને રહેવાની છૂટ રહેશે.
  • જાહેરમાં થૂંકવું એ ગુનો ગણાશે અને તેના બદલ દંડ કરવાની સત્તા સ્થાનિક સતાધિકારી ને રહેશે.
  • જાહેર સ્થળો ઉપર દારૂ, પાન, ગુટખા, ટોબેકો જેવી વસ્તુઓ નું સેવન પ્રતિબંધિત રહેશે.
  • દારૂ, પાન, ગુટખા, ટોબેકો જેવી દુકાનો એ ખાસ 6 ફૂટ ની દૂરી ગ્રાહકો જાળવે તે અંગે તકેદારી લેવાની રહેશે. એક સમયે 5 થી વધુ ગ્રાહકો ના ભેગા થાય તે અંગે તકેદારી રાખવાની રહેશે.

 

કામ ના સ્થળોએ:

  • કામ ના સ્થળોએ મોઢા ના કવર રાખવા ફરજિયાત રહેશે.
  • સામાજિક દૂરી જળવાઈ તે અંગે જેતે માલિક/મેનેજરે ધ્યાન રખવાનું રહેશે.
  • કામદારો ની પાળી, લંચ બ્રેક વગેરેમાં આયોજન કરી સામાજિક દૂરી જળવાઈ તે અંગે તકેદારી લેવાની રહેશે.
  • થર્મલ સ્કેનિંગ, હેન્ડ વોશ, સેનેટાઇઝર તમામ આવન તથા જાવન ના સ્થળોએ રખવાનું રહેશે.
  • વારંવાર કામ ની જગ્યાને સેનેટાઇઝ કરવાની રહેશે.
  • તમામ સરકારી તથા ખાનગી કર્મચારીઓ માટે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ રાખવી ફરજિયાત બનાવવામાં આવી છે. આ અંગે તકેદારી લેવાની જવાબદારી માલિક/મેનેજર/અધિકારી ની રહેશે.
  • મોટી ફિઝિકલ મિટિંગો ના કરવામાં આવે તેની તકેદારી લેવામાં આવે.
  • તમામ સરકારી તથા ખાનગી કામ ના સ્થળો ના અધિકારી દ્વારા નજીક ના COVID-19 ની સારવાર કરતી હોસ્પિટલ ની યાદી રાખવાની રહેશે. COVID ના કોઈ લક્ષણ જાણતા કર્મચારીને હોસ્પિટલે મોકલવાનો રહેશે તથા સૂચના મળે ત્યાં કર્મચારી ને ક્વોરનટાઇન કરવાનો રહેશે.
  • જ્યાં વ્યક્તિગ્ત કે જાહેર ટ્રાન્સપોર્ટ ની સેવાઓ ના મળી શકે તેમ હોય તેવા કિસ્સામાં કર્મચારીઓ માટે અવરજવર ની વ્યવસ્થા માલિક/મેનેજર/અધિકારી દ્વારા કરવામાં આવશે.
  • કર્મચારીઓ ને સ્વસ્થ રહેવા અંગે ટ્રેનીંગ આપવાની રહેશે.

( આ લેખ તૈયાર કરવામાં શક્ય એટલી કાળજી લવામા આવેલ છે. પરંતુ આ લેખ લેખક ના અભિપ્રાય ઉપર આધાર રાખે છે. આ અર્થઘટન ફાઇનલ છે તેવો કોઈ દાવો કરવામાં આવતો નથી. ટેક્સ ટુડે કે લેખક આ લેખ ઉપર કરવામાં આવેલ કોઈ કાર્ય અથવા ના કરવામાં આવેલ કોઈ કાર્ય માટે કોઈ પણ પ્રકારે જવાબદાર થશે નહીં.)

કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ આદેશ:MHA Order Dt. 1.5.2020 to extend Lockdown period for 2 weeks w.e.f. 4.5 (1).2020 with new guidelinesk

ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકાર ના ઓર્ડર ઉપરથી બહાર પાડેલ માર્ગદર્શિકા: Gujarat govt guidelines 03052020

ગુજરાત રાજ્ય ના ઝોન પ્રમાણે લિસ્ટ:આ લિસ્ટ નો સ્ત્રોત આધિકારિક નથી. માત્ર અંદાજ મળી રહે તે હેતુ થી આ લિસ્ટ આપેલ છે.

7 thoughts on “લોક ડાઉન 3.0 કે લોક ડાઉન માં છૂટ નો ભાગ 1??? કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાઇ મહત્વની છૂટછાટ

  1. Respected Sir
    Greetings from Laxmi opticians
    We are opticians in Ahmedabad
    Our shop is in Bodakdev area. Can we open our
    shop ?
    We are ready to implement government guidelines.
    Please guide us

    1. As Ahmedabad is in Red Zone. You need to see local order of Collector. Unless there is permission you cant open. Red Zones it shall be strict

Comments are closed.

error: Content is protected !!