કમ્પોઝીશન ની પરવાનગી ધરાવતા ડિલરનો નંબર રદ થાય ત્યારે સ્ટોકમાં રહેલ માલ સબંધે જી.એસ.ટી. ની રકમ ભરવાની થાય???

Spread the love
Reading Time: 3 minutes

By કિર્તિભાઈ શાહ, એડવોકેટ, ભુજ (નિવૃત વેટ અધિકારી)


 

 

 

 

       રજિસ્ટર્ડ પર્સન નો નોંધણી નંબર રદ કરવાની જોગવાઈ જી.એસ.ટી કાયદામાં કલમ ૨૯ હેઠળ કરવામાં આવી છે. વેટ કાયદામાં નોંધણી નંબર રદ ની તારીખ કાયદાથી નક્કી કરવામાં આવી હતી. પરંતુ જી.એસ.ટી માં આ તારીખ કાયદાથી નક્કી કરવામાં આવેલ જણાતી નથી.  

       વેચાણવેરા કાયદામાં ખરીદ કરેલ માલના સબંધે ભરેલ વેરા નું કેટલાક સંજોગોમાં “સેટ ઓફ” મળતું. જ્યારે વેટ તથા જી.એસ.ટી. કાયદામાં ભરેલ વેરાની “ક્રેડીટ” ની જોગવાઈ કરવામાં આવી છે. વેચાણવેરા કાયદામાં માલનો ઉપયોગ કરવામાં આવતો ત્યારે “સેટ ઓફ” મળતો જ્યારે વેટ તથા જી.એસ.ટી કાયદામાં માલનો ઉપયોગ કર્યા પહેલા,  જેવી ખરીદી કરે એટ્લે તુરંત મળવા પાત્ર ક્રેડીટ મળી જાય છે. એટ્લે વેટ અને જી.એસ.ટી કાયદામાં ક્રેડીટ માટે માત્ર યુઝ્ડ” શબ્દ વાપરવામાં નથી આવ્યો પણ “Intended to be used” “ એવા શબ્દો વાપરવામાં આવ્યા છે.

       જી.એસ.ટી સપ્લાય ઉપર લેવામાં આવે છે સ્ટોક ઉપર લેવામાં આવતો નથી. પરંતુ કલમ-૧૬ હેઠળ મળવાપાત્ર ક્રેડીટ લઈ લીધા બાદ તે માલનો ધંધા માટે ઉપયોગ કરવામાં ન આવે તો તેટલા પ્રમાણ માં લીધેલી ક્રેડિટની રકમ સરકાર માં ભરવાની થાય. આ માટેના પ્રસંગો પૈકી એક પ્રસંગ એવો છે કે જ્યારે કોઈ રજિસ્ટર્ડ વ્યક્તિ જેનું રજીશ્ટ્રેશન રદ થાય ત્યારે કેન્સલેશન ની આગલી તારીખે સ્ટોકમાં રહેલ માલની અને કેપિટલ માલની ક્રેડીટ જેટલી રકમ તેના “ક્રેડિટ” અથવા “કેશ” લેજરમાં ડેબિટ કરીને અથવા આવા માલનો ભરવાપાત્ર આઉટપૂટ ટેક્સ બે માંથી જે વધારે હોય, તેટલી રકમ ભરવાની થશે. આ જોગવાઈ જી.એસ.ટી કાયદાની કલમ ૨૯(૫) માં કરવામાં આવી છે.

       એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે, ક્ંપોઝીશન ની પરવાનગી ધરાવતી વ્યક્તિ ના કિસ્સા માં નંબર રદ થાય ત્યારે સ્ટોક માં રહેલ માલના કેસ માં આવા માલના સ્ટોક બાબતે કાપોઝીશન ડીલર ને કોઈ રકમ ભરવાની જવાબદારી ઉપસ્થિત થાય કે કેમ?

       એક એવો વિચાર છે કે, આ કલમ તમામ રજિસ્ટર્ડ વ્યક્તિ ને લાગુ પડે છે. કમ્પોજીટ ડીલર ને બાકાત રાખવામા આવેલ નથી. વળી કલમ ૨૯(૫) માં સ્ટોક ના માલ સબંધે ક્રેડિટ “અવેઇલ” કરી હોય એવા શબ્દો લખ્યા નથી. આવા શબ્દો કલમ ૧૮(૪) માં લખવામાં આવ્યા છે. Where any Registered person who has availed input tax credit અને તેથી કમ્પોજીસન ડીલર ના કેસમાં ૨૯(૫) હેઠળ રકમ ભરવાની થાય.

       ભુજ – કરછ ના એડ્વોકેટ આ કટારના શ્રી કિર્તિભાઈ શાહ ના અંગત મત પ્રમાણે કમ્પોઝીશન ડિલરને નંબર રદ સમયે સ્ટોકના માલ સબંધે કોઈ રકમ ભરવાની થાય નહીં. તેમના મત મુજબ આ જોગવાઈ ઉપર જણાવ્યા મુજબ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લીધી હોઈ તે કેસમાં જ લાગુ પડે. એટલું જ નહીં ઈન્પુટ ટેક્ષ ક્રેડિટ હોઈ પણ આઉટપુટ ટેક્ષ લયબીલીટી ન હોઈ અથવા આઉટપુટ ટેક્ષ લાયાબીલીટી હોય પણ ઈન્પુટ ટેક્ષ ક્રેડિટ ન હોય ત્યાં પણ કલમ ૨૯(૫) ની જોગવાઈ લાગુ પડે નહીં,pay an amount by way of debit…….Credit of input tax ……….or the output tax payable whichever is higher.” આમ, ઈન્પુટ ટેક્સ નહીં પણ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ, “ડેબિટ” કરવાની છે.

       કંપોઝીશન ડીલર ના કેસ માં ઈન્પુટ ટેક્ષ ક્રેડીટ તો નથી જ લેવામાં આવેલ સાથે સાથે આઉટપુટ ટેક્ષ લયાબિલિટી પણ નથી. કલમ ૨(૮૨) માં આઉટપુટ ટેક્ષ ની વ્યાખ્યા આપવામાં આવી છે જે મુજબ “Means the tax chargeable “ કંપોઝીશન ડીલર ના આઉટપુટ ઉપર ટેક્ષ ચાર્જ કરવામાં નથી આવતો. કલમ ૨(૬૨) મુજબ કમ્પોજીસન ડીલર ના આઉટપુટ ઉપર ભરવાના થતાં ટેક્સ ને  “Tax Paid under the composition levy કહેવામા આવે છે. આમ, કંપોઝીશન ડીલર ના કેસ માં ઈન્પુટ ટેક્સ ક્રેડિટ અને આઉટપુટ ટેક્સ લાયબીલીટી બંને ન હોય અથવા શૂન્ય હોય કલમ ૨૯(૫) હેઠળ કોઈ રકમ કમ્પોઝીસન ડીલર ને ભરવાની થતી નથી.

       કલમ ૨૯(૫) પ્રોવિજો માં કેપિટલ ગુડ્જ ની ક્રેડિટ ની રકમ બાબત માં લીધેલ ક્રેડિટ “pay an amount equal to the input tax credit taken on the said capital goods“ એવા શબ્દો છે. આમ પ્રોવિજો સહિત આખી કલમ ના શબ્દો જોતાં સ્ટોક ના માલ બાબતે ભરવાની થતી રકમમાં ક્રેડીટ ને લાગેવળગે છે ત્યાં સુધી જે માલ ઉપર ક્રેડિટ લીધીજ ન હોઈ તે માલ ના સ્ટોક ઉપર કોઈ રકમ ભરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. આ રકમ જે ભરવાની થાઈ છે તે કોઈ ટેક્સ નથી પરંતુ અગાઉ ટેક્સની ક્રેડિટ લઈ લીધી છે તે પૈકી રકમ પરત ભરવાની છે.

આ એક અંગત મંતવ્ય છે કોઈ અલગ મંતવ્ય અવકારદાયક છે આ મંતવ્યને કાયદાનું સ્વરૂપ આપવાનું નથી. આપ, લેખક ને મો. ૯૪૨૮૩૦૮૮૬૭ ઉપર સંપર્ક કરી શકો છો.  

(એડિટોરિયલ નોટ: મારા સહિત મોટા ભાગ ના કર વ્યવસાયિકો માને છે કે કંપોઝીશન ની પરવાનગી ધરાવતા વ્યક્તિ ને પણ નોંધણી દાખલો રદ કરાવતા સમયે સ્ટોક માં રહેલ માલ ઉપર વેરો ભરવાનો થાય. પરંતુ આ લેખ ના લેખક શ્રી કિર્તિભાઈ શાહ નો મત આ બાબતે ઘણો “bold” તથા અલગ છે. આ લેખ માં આપવામાં આવેલ અભિપ્રાય લેખક ના અંગત અભિપ્રાય છે. આ બાબતે આપના કેસ માં કોઈ મંતવ્ય ઊભું કરતાં પહેલા આપના “ટેક્સ કન્સલ્ટન્ટ” નો અભિપ્રાય લેવો આવશ્યક છે. આ બાબતે સરકારશ્રી દ્વારા જલ્દી થી કોઈ યોગ્ય ખુલાસો આવે તે પણ આવકાર્ય છે.)

 

error: Content is protected !!