શું જી.એસ.ટી.આર. 2 & 3 ની જેમ જી.એસ.ટી.આર. 9 પણ પ્રથમ વર્ષ માટે મુલત્વી ના રાખવું જોઈએ???

Spread the love
Reading Time: 2 minutes

વાર્ષિક રિટર્ન બની રહ્યા છે “લોઢાં ના ચણા”….શું આ છે સરળ જી,.એસ.ટી. કાયદો??

ઉના તા: 09.05.2019: ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

જી.એસ.ટી. કાયદા હેઠળ નાણાકીય વર્ષ 2017 18 ના વાર્ષિક રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 30 જૂન 2019 છે. કંપોઝીશન પરવાનગી ધરાવતા વ્યક્તિ દ્વારા આ રિટર્ન ફોર્મ GSTR 9A માં તથા તે સિવાય ના નોંધાયેલ વ્યક્તિ તમામ આ ફોર્મ GSTR 9 માં ભરવાનું થાય છે. જી.એસ.ટી. કાયદા હેઠળ જો સૌથી વધુ ટીકા પાત્ર કોઈ બાબત બની હોય તો તે તેની રિટર્ન ભરવા અંગે ની અવ્યવહારુ પદ્ધતિ હશે. જી.એસ.ટી.આર. 01,02 કે 03 ની અવ્યવહારુ પદ્ધતિ હોય કે હવે આ વાર્ષિક રિટર્ન અંગે નું અવ્યવહારુ ફોર્મ, પોતાની એર કન્ડિશન ઓફિસો માં બેસી ને અધિકારીઓ તથા તેની ટીમ (જેમાં વ્યવસાયિકો નો પણ સમાવેશ થયેલ છે) દ્વારા ભારત ના છેવાડા ના ગામ ના નાના નોંધાયેલ વ્યક્તિ દ્વારા રિટર્ન કેવી રીતે ભરશે તે અંગે જ્યારે નિર્ણય કરવામાં આવે ત્યારે આ મુશ્કેલીઓ પડે તે સ્વાભાવિક છે.  “રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ” જેવી કંપની નું કામ સાંભળતા વ્યવસાયિકો જ્યારે પોતાના અનુભવ ઉપર થી “રીલાયન્સ મેડિકલ” જેવી નાની વેપારી પેઢી ને ભરવાના રિટર્ન માં અવ્યવહારુ વિગતો માંગે ત્યારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ કાયદો ક્યારે ગુડ એન્ડ સિમ્પલ ટેક્સ બનશે તે પ્રશ્ન સમયોચિત છે!!!

જી.એસ.ટી.આર. 9 રિટર્ન વાર્ષિક રિટર્ન છે. મૂળભૂત રીતે વર્ષ 2017-18 નું વાર્ષિક ફોર્મ 30 સપ્ટેમ્બર 2018 સુધી માં ભરવાનું હોય. પણ લોકો ના હિત માટે (અહયા GSTN ની યોગ્ય તૈયારી ના અભાવે એવું પણ સાથે વાંચવું”) તેની તારીખ વધારી ને 30 જૂન 2019 સુધી કરવામાં આવેલ છે. આ ફોર્મ લાગુ કર્યા ના થોડા સમય માં 2 વાર તો તેમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફેરફારો કર્યા છતાં, આ ફોર્મ માં રહેલ અમુક વિગતો ભરવી તે વ્યવસાયિકો માટે પણ માથા નો દુખાવો સાબિત થઈ રહી છે. આ રિટર્ન માં સુધારા અંગે વિવિધ વ્યાવસાયિક એશોશીએશન દ્વારા રજૂઆતો કરવામાં આવેલ છે. હાલ માંજ “ ધી કમર્શિયલ ટેક્સ પ્રેકટીશનર એશો. જામનગર” દ્વારા આ અંગે મહત્વ ની રજૂઆત કરવામાં આવેલ છે. જી.એસ.ટી.આર. 9 ફોર્મ ને લગતી ઘણી મુશ્કેલીઓ અંગે આ આવેદન પત્ર માં રજૂઆત કરવામાં આવેલ છે. વિશ્વસનીય સૂત્રો અનુસાર તારીખ 13.05.2019 ના રોજ વાર્ષિક રિટર્ન અંગે દિલ્હી ખાતે “હાઇ પાવર” મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે નેશનલ એક્શન કમિટી ઓફ જી.એસ.ટો. પ્રોફેશનલ્સ ના રાષ્ટ્રીય સયોજ્ક તથા ધી કોમર્શિયલ ટેક્સ પ્રેકટીશ્નર એશો. જામનગર ના પ્રમુખ શ્રી અક્ષત વ્યાસ જણાવે છે કે મળતી માહિતી મુજબ વેપારીઓ માં મોટા પ્રમાણ માં આ રિટર્ન ભરવા અંગે ખૂબ દ્વિધા પ્રવર્તી રહી છે. આ અંગે 13 મે ના રોજ ની મિટિંગ માં જી.એસ.ટો.આર. 9 ની સરળતા અંગે નિર્ણય લેવાઈ તથા તે અંગે નું નોટિફિકેશન/સર્ક્યુલર/ ક્લેરિફિકેશન જલ્દી થી બહાર પાડવામાં આવે તેવી લોક માગણી ઉઠી રહી છે.  આજ બાબત ટેક્સ ટુડે ને પણ પોતાના વાચકો તથા લેખકો ની ટીમ દ્વારા પણ જાણવા મળેલ છે. ટેક્સ ટુડે જામનગર એશો. દ્વારા રજૂ થયેલ પ્રશ્નો વિષે ગંભીરતાથી વિચાર કરવા તથા તે અંગે તુરંત ખુલાસા બહાર પાડવા સરકાર ને અપીલ કરે છે. આ ઉપરાંત ટેક્સ ટુડે સરકાર ને એ પણ અપીલ કરે છે કે જી.એસ.ટી. કાયદા ની કલમ 172 ની રૂએ નાણાકીય વર્ષ 2017-18 માટે ના વાર્ષિક રિટર્ન ભરવામાથી નોંધાયેલ વ્યક્તિ ઑ ને મુક્તિ આપી દેવી જોઈએ. આમ ના કરી શકાય તો કલમ 168 ની રૂએ યોગ્ય સૂચનાઓ આપી આ ફોર્મ ને સરળ બનાવવું જોઈએ. આ રિટર્ન ની મુદત જાહેર હિત માં વધારવી અને તે અંગે ની જાહેરાત વહેલી કરવી પણ અત્યંત જરૂરી છે. બ્યૂરો રિપોર્ટ ટેક્સ ટુડે

error: Content is protected !!