ધ ટેક્ષ પ્રેકટીશનર એસોસિએશન નડીઆદ ના વર્ષ ૨૦૨૪-૨૫ ના હોદ્દેદારો વરાયા.
આગામી વર્ષ માટે ચેતનભાઈ ગજ્જર બનશે પ્રમુખ, ઉપ પ્રમુખ તરીકે પ્રેમલભાઈ શાહની સર્વાનુમતે વરણી
તા 24-04-2024 ના રોજ ધ ટેક્ષ પ્રેકટીશનર એસોસિએશન નડીઆદ ની વાર્ષિક સાધારણ સભા હોટલ જલાશ્રય ખાતે યોજાઈ. એજીએમમાં આઈપીપી કંદર્પભાઈ ગજ્જરે વર્ષ ૨૦૨૪-૨૫ ની કમિટી માટે પ્રમુખ ચેતનભાઈ ગજ્જર,ઉપ પ્રમુખ પ્રેમલભાઈ શાહ,મંત્રી વિનીતભાઈ સોની, સહ મંત્રી દિવ્યેશ જોટાણીયા,ખજાનચી હાર્દિક ઠક્કર,આઈપીપી અમિત પંચાલ બોર્ડ ઓફ મેમ્બર્સમાં સીએ પ્રકાશ શાહ, સીએ જાગૃત શાહ,ગૌરાંગ પટેલ -કપડવંજ, કેતુલ સોની, સીએ હિરેન પટેલ, સીએ જીતેશ સોદાગર, વિશાલ દરજી,મૌલીક પ્રજાપતિ, હાર્દિક શાહ નામની જાહેરાત કરી જે સૌ સભ્યોએ સર્વાનુમતે બહાલી આપી.
નડિયાદ એસોસિએશનના પાસ્ટ પ્રેસિડેન્ટ સીએ રવિભાઈ અને એડવોકેટ અમિત સોની બંને હાલમાં ગુજરાતના એપેક્ષ એસોસિએશનમાં ઉત્કૃષ્ટ કામગીરી કરીને નડિયાદ એસોસિએશનનુ ગૌરવ વધારવા બદલ પ્રમુખ અમિતભાઇ પંચાલ દ્વારા સન્માનિત કરવામાં આવેલ. હાલમાં એસોસિએશનની સભ્ય સંખ્યાબળ ૧૨૩ છે. આ સભામાં કારોબારી સભ્યો, પાસ્ટ પ્રેસિડેન્ટો, સામાન્ય સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.બ્યૂરો રિપોર્ટ, ટેક્સ ટુડે