ગિર સોમનાથ ટેક્સ બાર એશોશીએશન દ્વારા સાંસદ, ધારાસભ્યો તથા અધિકારીઓને જી.એસ.ટી. પોર્ટલ ની સમસ્યાઓ અંગે આપવામાં આવ્યું આવેદન:

Spread the love
Reading Time: < 1 minute

તા. 13.02.2020: સમગ્ર ગુજરાતમાં એકજ દિવસે તમામ જિલ્લાઓમાં સાંસદ, ધારાસભ્યો, કલેક્ટર, CGST-SGST ના ઉચ્ચ અધિકારીઓ ને જી.એસ.ટી. ની ટેકનિકલ ખામીઓ અંગે આવેદન આપવામાં આવ્યા હતા. વેરાવળ, ઉના તથા કોડીનાર ના 35 જેટલા કર નિષ્ણાંતોએ સાથે મળી, ગીર સોમનાથના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, તાલાળા ના ધારાસભ્ય શ્રી ભગાભાઈ બારડ, ઉના ના ધારાસભ્ય શ્રી પુંજાભાઇ વંશ, વેરાવળના ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા ને મળી જી.એસ.ટી. પોર્ટલ અંગે ની ટેકનિકલ ક્ષતિઓ અંગે વાકેફ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કલેક્ટર ગિર સોમનાથ, CGST તથા SGST ના ઉચ્ચ અધિકારીઓને પણ આ અંગે આવેદન પાઠવ્યું હતું. તમામ કર વ્યવસાયીકોએ એક સૂરે જણાવ્યુ હતું કે જી.એસ.ટી. ને એક કર પ્રણાલી તરીકે તેઓ સ્વીકારે છે. પરંતુ જી.એસ.ટી. પોર્ટલ કોઈ રીતે સ્વીકાર્ય નથી. 31 મહિના ઉપર નો સમય પસાર થઈ ગયો હોવા છતાં ટેકનિકલ પ્રોબ્લેમ ના કારણે ટેક્સ પ્રેક્ટિસ કરનાર ખૂબ ત્રસ્ત છે. આ આવેદન વેપારી આગેવાનો ને પણ આપવામાં આવ્યા છે અને જણાવવામાં આવ્યું છે કે જી.એસ.ટી. અંગે ની ટેકનિકલ ખામીઓનો ભોગ વેપારીઓ બની રહ્યા છે અને આ અંગે તેઓએ જાગૃત થવું જરૂરી છે.

ઉલ્લેખનિય છે કે ગુજરાતભરમાં જોઇન્ટ એશોશીશન એક્શન કમિટી દ્વારા જાહેર કરાયેલ આવેદન આપવાના કર્યેક્રમના ભાગ રૂપે આ આયોજન થયેલ હતું. ઉપલબ્ધ સમાચારો મુજબ ગુજરાત ના લગભગ તમામ જિલ્લાઓમાં આ આવેદન આપવામાં આવ્યા છે. ગિર  સોમનાથ ના કો ઓરડીનેટર, ભવ્ય પોપટ દ્વારા આ કર્યેક્રમ માં ઉના, કોડીનાર, તાલાળા તથા વેરાવળ ના તમામ સભ્યોનો આભાર માનવમાં આવ્યો છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.

error: Content is protected !!
18108