જેતપુર ટેક્સ કન્સલ્ટન્ટ એસોશિએશન દ્વારા પોર્ટલની તકલીફો સામે આપવામાં આવ્યું આવેદન

Spread the love
Reading Time: 2 minutes

તા.13.02.2020: જીએસટી જુલાઈ 2017 થી દેશ ભર માં લાગુ થયો તેને આશરે 30 મહીના જેવો ખાસો સમય પસાર થઈ ગયો હોવા છતાં જીએસટી પોર્ટલ પર રીટર્ન ભરવામાં વાંરવાર ટેકનીકલ ઈશ્યુ ઉભા થતા હોય, સર્વર કાયમી ધોરણે ડાઉન રહેતું હોય, અંદાજીત 1 કરોડ ઉપર નોંધાયેલા વેપારીઓ હોવા છતાં જ્યારે પોતાનું રીટર્ન ભરવા જાય ત્યારે વાંરવાર 1.5 લાખથી વધુ પોર્ટલ ઉપર લોગીન થઈ શક્તુ નથી અને થોડી વાર રહી લોગીન કરો એવો મેસેજ આવી જાય છે અડધો દીવસ બેસીએ ત્યારે લોગીન થઈ શકાય છે. તેમાં પણ વીચીત્ર અને વીવીધ પ્રકાર ની ટેકનીકલ એરર આવી જાય છે જેથી રીટર્ન સમયસર ભરી શકાતું નથી અને આ સર્વર ની ખામી ના લીધે વેપારીઓ ને વાંરવાર ખોટી રીતે દંડ અને લેઈટ ફી ભરવી પડે છે. ઉપરોક્ત બાબતે વાંરવાર રજુઆતો કરવા છતા પણ આ સમસ્યા નું આજ દિન સુધી કોઈ પણ પ્રકારનું નીવારણ થયેલ ના હોય આજ રોજ સમગ્ર ગુજરાત ના ટેક્ષ એશોસીએસન દ્વારા થયેલ આયોજન મુજબ અમો જેતપુર ટેક્ષ કન્સટન્ટ એશોસીએશન દ્વારા જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને જેતપુર ડાઈંગ પ્રીન્ટીંગ એશોસીએશન ને સાથે રાખી ને પોરબંદર જીલ્લા ના સંસદ સભ્યશ્રી, જેતપુર જામકંડારોણા ના ધારાસભ્યશ્રી, સ્ટેટ ટેક્ષ ઓફીસ જેતપુર અને સેન્ટ્રલ ટેક્ષ ઓફીસ ગોંડલ, ને કાળી પટ્ટી બાંધી ને આવેદન પત્ર આપી પોર્ટલ ની ખામી સુધારવા આજરોજ રજુઆતો કરેલ છે અને તા. 18.02.2020 ના રોજ સમગ્ર ગુજરાત ના ટેક્ષ એશોસીએશન દ્વારા મોન રેલી નું અમદાવાદ ખાતે આયોજન કરેલ છે. આ રજુઆતો અને મૌન રેલી કર્યા પછી પણ જો કોઈ સુધારો નહી થાય તો ના છુટકે ગાંધી ચીન્ધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવેલ છે. ટેક્સ ટુડે,જેતપુર

error: Content is protected !!