ગીર સોમનાથ ટેક્સ બાર એશો. તથા ટેક્સ ટુડે દ્વારા વાર્ષિક રિટર્ન પર યોજાયું ગ્રૂપ ડિશકશન

Spread the love
Reading Time: < 1 minute

ઉના, તા: 14.04.2019: ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે

ગીર સોમનાથ ટેક્સ બાર એશો. દ્વારા ટેક્સ ટુડે ના સહયોગ થી જી.એસ.ટી. વાર્ષિક રિટર્ન અંગે ગ્રૂપ ડિશકશન નું આયોજન સોમનાથ મુકામે હોટેલ સુરભિ ખાતે કરવામાં આવ્યું હતું.  આ ગ્રૂપ ડિશકશન માં વેરાવળ, જુનાગઢ, અમરેલી, પોરબંદર, જેતપુર, ઉના વી. થી અંદાજે 35 સભ્યો હજાર રહ્યા હતા. જી.એસ.ટી. હેઠળ નું વાર્ષિક રિટર્ન ને સમજવા તમામ સભ્યો એ પ્રયાસ કર્યો હતો. આ ગ્રૂપ ડિશકશન ના ગાઈડ તરીકે અમદાવાદ ના જાણીતા CA મોનીષ શાહ એ સેવા આપી હતી. એકંદરે તમામ ટેક્સ પ્રોફેશનલ્સે એ મત વ્યક્ત કર્યો હતો કે વાર્ષિક રિટર્ન ને જરૂરિયાત થી વધુ લાંબુ તથા જટિલ અને ટેકનિકલ બનાવવા માં આવ્યું છે. આ ફોર્મ માં પહેલા પણ સુધારા કરવામાં આવ્યા છે. હજુ ઘણા સુધારા ને અવકાશ છે. સરલીકરણ અંગે ટેક્સ પ્રોફેશનલ્સ નો અભિપ્રાય લેવામાં આવે તે જરૂરી છે. જી.એસ.ટી. કાયદા ને તમામ વર્ગો એ આવકાર આપ્યો છે. પરંતુ જી.એસ.ટી. ફોર્મ્સ  ખૂબ જટિલ છે તે અંગે સર્વત્ર લાગણી પરવર્તી રહી છે. આશા રાખીએ કે Goods and Service Tax એ ધીમે ધીમે Good and Simple Tax પણ બને.

error: Content is protected !!