ગુજરાત “વેટ” ખાતનું “ડેટા વેર હાઉસ” ઘણા સમય થી બંધ!! કામગીરીઓમાં વિલંબ થતાં વેપારીઓમાં નારાજગી

Spread the love
Reading Time: < 1 minute

છેલ્લા ચાર દિવસથી સર્વર છે બંધ 

ગુજરાત વેટ ડિપાર્ટમેંટનું ડેટા વેર હાઉસ છેલ્લા ચાર દિવસથી બંધ હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ સિસ્ટમ બંધ હોવાથી વેપારીઓ ની આકારણી, રિફંડ સહિતના કામોમાં વિલબ થઈ રહ્યો છે. ઘણીવાર દૂર આવેલી વેટ કચેરીઓ એ વેપારી કે તેમના વકીલ પહોચે ત્યારે આ બાબત ની તેમણે જાણ થાય છે. આ કારણે ઘણા વેપારીઓ તથા વકીલોની અધિકારીઓ સાથે બોલાચાલી થઈ રહી હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે. એક અધિકારી પોતાનું નામ ના આપવાની શરતે જણાવે છે કે વેપારી કે વકીલ જ્યારે વેટ ઓફિસે પોતાની કામગીરીઓ બાબતે પહોચે ત્યારે ડેટા વેર હાઉસ બંધ હોવાથી અમે તેમનું કામ કરી શકવા અસમર્થ હોઈએ છીએ. ક્યારેક સર્વર ની તકલીફના કારણે વેપારીઓના રોષનો ભોગ ખાતાના અધિકારીઓએ બનવું પડતું હોય છે. આ “ડેટા વેરહાઉસ” જલ્દી શરૂ થાય તેવી આશા વેપારીઓ સેવી રહ્યા છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

error: Content is protected !!