ગુજરાત વેરા સમાધાન યોજના ની મુદત 15 ડિસેમ્બર 2019 સુધી વધારવામાં આવી: હજુ વેપારીઓ જોઈ રહ્યા છે યોજના માં સુધારા ની રાહ

Spread the love
Reading Time: < 1 minute

તા: 15.11.2019: ગુજરાત રાજ્ય દ્વારા સેલ્સ ટેક્સ, વેટ વગેરે કાયદા હેઠળ બાકીદારો માટે વેરા સમાધાન યોજના રજૂ કરવામાં આવી હતી. આ યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર 2019 હતી. આ મુદત માં વધારો કરી કરી 15 ડિસેમ્બર 2019 કરવામાં આવેલ છે. વેપારીઑ માટે આ મુદત વધોરો ચોક્કસ આવકારદાયક છે પરંતુ હજુ આ યોજના માં ઘણા સુધારા કરવા જરૂરી છે. મળતી માહિતી મુજબ આ યોજનામાં 20000 જેટલી અરજીઑ થવાનો અંદાજ છે. યોજનામાં જો સુધારા કરવામાં આવે તો મોટા પ્રમાણમા વેપારીઓ આ યોજના નો લાભ લઈ શકે છે. આમ, આ યોજનામાં ફેરફાર કરવામાં આવે તેવી માંગ વેપારીઓ માં ઉઠવા પામી છે.

error: Content is protected !!