વેપારીઓ સાવધાન: આવતા મહીનેથી બે જી.એસ.ટી. રિટર્ન નથી ભર્યા તો હવે નહીં બને ઇ વે બિલ

Spread the love
Reading Time: < 1 minute

તા. 17.11.2019: જી.એસ.ટી. કાયદા હેઠળ 50000 થી વધુ ના માલ ને જો ગામ ની બહાર વેચવામાં આવે તો ઇ વે બિલ બનાવવું ફરજીયાત છે. કંપોઝિશન સિવાય ના કરદાતા એ દર મહિને રિટર્ન ભરવા નું રહે છે. આ રિટર્ન ભવરમાં ઘણા કરદાતાઓ દ્વારા ચૂંક કરવામાં આવી રહી છે. આ કરદાતાઓ ઉપર લગામ લગાવવા ના હેતુથી આવતા મહિનાથી કોઈ કરદાતાના બે કે તેથી વધુ રિટર્ન જો બાકી હશે તો તેઓ ઇ વે બિલ જનરેટ નહીં કરી શકે. આવા કારદાતાના ઇ વે બિલ જનરેશન બ્લોક કરી દેવામાં આવશે. આ અંગે નીચેના ખુલાસા આપવામાં આવ્યા છે.

1. જે કરદાતા ના બે કે તેથી વધુ રિટર્ન બાકી હશે તેમના કંસાઈનર તરીકે અથવા કંસાઈની (વેચનાર અથવા લેનાર) તરિલે ના ઇ વે બિલ બ્લોક કરી દેવામાં આવશે.

2. બે બાકી રિટર્ન ની ખામી દૂર કરવામાં આવે ત્યારે આ ઇ વે બિલ ને જનરેશન ને અનબ્લોક કરવામાં આવશે.

3. બ્લોક થઈ ગયેલ GSTIN ના રિટર્ન જ્યારે ભરી દેવામાં આવશે તેના બીજે દિવસે સિસ્ટમ દ્વારા અનબ્લોક કરી દેવામાં આવશે.

4. જો કરદાતાએ રિટર્ન ભર્યા પછી તરત ઇ વે બિલ બનાવવા અનબ્લોક કરવું હોય તો ઇ વે બિલ પોર્ટલ ઉપર અન બ્લોક સ્ટેટ્સ ના ઓપશન ઉપર જઈ પોતાનો GSTIN નાંખી અનબ્લોક કરી શકાશે.

5. જો ઉપરોક્ત પ્રક્રિયા કરવા છતાં બ્લોક GSTIN અન બ્લોક ના થાય તો કરદાતા હેલ્પડેસ્ક નો સંપર્ક કરી શકે છે.

જોકે હાલ રિટર્ન બાકી હોય તો એક મેસેજ આવવા ના શરૂ થઈ ગયા છે પણ ઇ વે બિલ જનરેટ થઈ શકે છે. કારદાતાએ હવે આ બાબતે ખૂબ કાળજી રાખવી પડશે તે નિશ્ચિત છે.

error: Content is protected !!