જી.એસ.ટી. હેઠળ લેઇટ ફી માફ કરવાનો નિર્ણય: નિર્ણય ઉત્તમ પણ જેમને અગાઉ ભર્યા છે તેમણે પણ આપો ન્યાય!!!

Spread the love
Reading Time: 2 minutes

“જી.એસ.ટી. લેઇટ ફી વિકટીમ” નામક ગૂગલ ફોર્મ બહાર પાડવામાં આવ્યા

તા. 17.06.2020: 12 જૂન ના રોજ જી.એસ.ટી. કાઉન્સીલ ની જે 40 મી બેઠક વિડીયો કોન્ફરન્સ દ્વારા મળી તે બેઠકમાં સર્વાનુમતે જી.એસ.ટી. હેઠળ રિટર્ન મોડા ભરવા બાબતે લગતી લેઈટ ફી “નીલ” રિટર્ન માટે માફ કરવા અને એ સિવાય ના રિટર્ન માટે રિટર્ન દીઠ 500 જેટલી ઓછી કરવા નિર્ણય લેવામાં આવેલ છે. આ નિર્ણય નો સૌ કોઈએ સ્વાગત કરે તે બાબત ચોક્કસ છે પરંતુ અગાઉ જે લેઇટ ફી કરદાતાઓ ને લગાડવામાં આવેલ છે તેનું શું તેવો વ્યાપક પ્રશ્ન કરદાતાઓ માં ઉઠવા પામ્યો છે. ભારતીય બંધારણ માં તમામ નાગરિકો ને એક સમાન અધિકાર આપવામાં આવ્યા છે જેને કડકીયા ભાષામાં “ઇક્વિટી બિફોર લો” કહેવાય છે. આ સમાનતા ના સિદ્ધાંત ને અનુસરી તો શું કરવા જે કરદાતાઓ એ આગાઉ પણ આ લાભ શું કરવા ના આપવામાં આવે?? હાલ COVID 19 માં સરકાર લોકોને તથા ધંધાર્થીઓ ને અનેક સહાય આપી રહી છે. તો આ પ્રકારની રાહત સરકારે ચોક્કસ આપવી જોઈએ તેવી માંગણી કરદાતાઓ માં ઉઠી રહી છે.

આ અંગે જામનગર ના જાણીતા એડવોકેટ જવાહર પુરોહિત ટેક્સ ટુડે ને જણાવે છે કે આ પ્રકાર ના વેપારીઓ વિષે ની માહિતી ભેગી કરવા અમે એક ગૂગલ ફોર્મ બનાવ્યું છે. આ ફોર્મ ભરી આપ ઓનલાઈન સબમિટ કરશો તેવી આપીલ અમે કરદાતાઓ ને કરીએ છીએ. મોટા ભાગે કરદાતાઓ નું કામ ટેક્સ પ્રોફેશનલ્સ કરતાં હોય છે. તેઓને વિશેષ અપીલ કરીએ છીએ કે આપના અસીલો માટે આ વિગતો ભરી આપ સહયોગ કરશો. વિશેષ માં આ અંગે વાત કરતાં ટેક્સ ટુડે એક્સપર્ટ અને અમદાવાદનાં જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મોનીષ શાહ જણાવે છે કે આપણે લેઇટ ફી ઓછી કરવાના કે જતી કરવાના નિર્ણય ને સંપૂર્ણ રીતે અવકાર્યે છીએ પરંતુ આ લાભો ભૂતકાળમાં જેમણે લેઇટ ફી ભરેલ છે તેવા કરદાતાઓ ને પણ આપવામાં આવે તો આ પગલું સરકારનું આ મુશ્કેલ સમયમાં ખૂબ સકારાત્મક પગલું ગણાશે.

ટેક્સ ટુડે આ મુહિમ ને સંપૂર્ણ ટેકો આપે છે. અમારા બહોળા વાંચક વર્ગ ના લાભાર્થે આ ફોર્મની લિન્ક નીચે આપેલ છે.

Gujarati
error: Content is protected !!