જેતપુર ડાઇંગ એન્ડ પ્રિંટિંગ એસો. ના હોદેદારોની કરવામાં આવી નિમણૂંક

Spread the love
Reading Time: < 1 minute

પ્રમુખ તરીકે જેંતિભાઇ રમોલીયાની નિમણૂંક

જેતપુરના સૌથી મોટા ધંધાકીય એસો. માના એક એવા જેતપુર ડાઇંગ એન્ડ પ્રિંટિંગ એસો. નું સંચાલન ઘણા સમયથી ગવર્નિંગ બોડી દ્વારા ચલાવવામાં આવી રહ્યું હતું. 21 વ્યક્તિની કારોબારીની બિનહરીફ નિમણૂંક થયા બાદ કારોબારીના હોદ્દેદારોની પણ નિમણૂંક પણ બિનહરીફ કરવામાં આવી છે. એસોસીએશનના પ્રમુખ તરીકે જેંતિભાઇ રમોલીયા, સેક્રેટરી તરીકે  દિપુભાઇ જોગણીની નિમણૂંક કરવામાં આવી છે. નવા આવેલા પ્રમુખ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે એસોસીએશનના સભ્યોને પડી રહેલી તકલીફો બાબતે તેઓ અગાઉ પણ અવાજ ઉઠાવતા રહ્યા છે અને હજુ તેઓ આ પ્રશ્નોને ઉઠાવતા રહેશે. પ્રદૂષણએ હાલ આ ધંધાઓ માટે સૌથી મોટો પ્રશ્ન રહેતો હોય છે. આ પ્રકારના પ્રશ્નોનો યોગ્ય નિકાલ લાવવામાં એસોસીએશનના નવન્યુક્ત હોદ્દેદારો પ્રયાસ કરે તેવી આશા ધંધાર્થીઑ સેવી રહ્યા છે. લલિત ગણાત્રા, ટેક્સ ટુડે, જેતપુર

error: Content is protected !!