જી.એસ.ટી. હેઠળ નાના કરદાતાઓને રાહત: હવે ભરી શકશે ટેક્સ અંદાજિત ધોરણે…

Spread the love
Reading Time: < 1 minute

તા. 12.11.2020: 

ત્રિમાસિક GSTR 3B ભરવા હક્કદાર કરદાતાઓ ત્રિમાસના પ્રથમ બે મહિના માટે જી.એસ.ટી. અંદાજિત ધોરણે ભરી શકશે. 

CBIC દ્વારા નોટિફિકેશન 84/2020, તા. 10.11.2020 બહાર પાડી નીચે મુજબની જોગવાઈઑ કરવામાં આવેલ છે.

  • 5 કરોડ સુધીના કરદાતાઓને નોટિફિકેશન 81/2020, તા. 10.11.2020 દ્વારા જી.એસ.ટી. નિયમોમાં બદલાવ કરી ત્રિમાસિક GSTR 3B ભરવાની છૂટ આપવામાં આવેલ છે.
  • આ પ્રકારના કરદાતાઓને નિયત શરતોને આધીન ત્રિમાસના પ્રથમ બે મહિનાઑ માટે અંદાજીત ધોરણે ટેક્સ ભરવા છૂટ આપવામાં આવેલ છે.
  • આવા કરદાતાએ અગાઉના ત્રિમાસિક ગાળામાં/માસિક રિટર્નમાં કેશ લેજર ડેબિટ કરી ભરેલ કુલ ટેક્સના 35% રકમ ઈલેક્ટ્રોનિક કેશ લેજરમાં ભરી આપવાની રહેશે.
  • NIL ટેક્સ ભરવા પાત્ર કરદાતા કે કેશ લેજરમાં અથવા ક્રેડિટ લેજરમાં ભરવા પાત્ર ટેક્સ થી વધુ રકમ જમા હોય તેવા કરદાતાએ આ પ્રમાણે અંદાજિત ધોરણે ટેક્સ ભરવાની જરૂર રહેશે નહીં.
  •  આ જોગવાઈ 01 જાન્યુઆરી 2021 થી લાગુ પડશે.
  • આ પ્રકારની અંદાજિત ટેક્સ ભરવાની સગવડ માત્ર એવા કરદાતાઓને મળશે જેમણે અગાઉના સમય માટેના “સંપૂર્ણ ત્રિમાસિક ગાળા” તમામ પત્રકો ભરેલા હશે. “સંપૂર્ણ ત્રિમાસિક ગાળા” એટ્લે સંપૂર્ણ 3 માસનો સમય. ઉદાહરણ તરીકે કોઈ કરદાતા 1 નવેમ્બર 2020 ના રોજ રજીસ્ટર થાય, અને 1 નવેમ્બર થી 31 ડિસેમ્બર 2020 નું રિટર્ન ભારે તો તે આ લાભ માટે “એલીજીબલ” ગણાશે નહીં. આવા કરદાતાએ આ રાહતો નો લાભ મેળવવા 1 ત્રિમાસ એટ્લેકે જાન્યુઆરીથી માર્ચનું રિટર્ન ભરવાનું રહેશે.

લેખક નોંધ: આ સુધારાનો હેતુ ચોક્કસ નાના કરદાતાઑને રાહત આપવાનો છે પણ જમીની સ્તરે આ પ્રકારે ટેક્સ ભરવા ખૂબ મુશ્કેલ સાબિત થશે.  ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે.

નોટિફિકેશન 85/2020, તા. 10.11.2020: notfctn-85-central-tax-Tax on Estimation

error: Content is protected !!