જી.એસ.ટી. કાયદા હેઠળ બહાર પાડવામાં આવ્યા નોટિફિકેશન જે જાણવા છે તમારા માટે જરૂરી
Reading Time: < 1 minute
તા. 12.11.2020:
જી.એસ.ટી. કાયદા હેઠળ બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન નંબર 86, 87, 88 ની સરળ ભાષામાં સમજૂતી:
જી.એસ.ટી. કાયદા હેઠળ તા. 10.11.2020 ના રોજ કુલ 8 નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા છે. આ પૈકી નોટિફિકેશન 81 થી 85 સુધીના નોટિફિકેશનના અલગ અલગ લેખ લખવામાં આવેલ છે. જ્યારે નોટિફિકેશન 86, 87, 88 ની સંક્ષિપ્ત સમજૂતી આ લેખમાં આપવામાં આવી છે.
નોટિફિકેશન 86/2020, તા: 10.11.2020;
- આ નોટિફિકેશન દ્વારા અગાઉ બહાર પડેલ નોટિફિકેશન 76/2020 તા. 15 ઓક્ટોબર 2020 ને રદ્દ કરવામાં આવેલ છે.
- નોટિ. 75/2020 વડે ઓક્ટોબર 2020 થી માર્ચ 2021 ની GSTR 3Bની તારીખો જાહેર કરવામાં આવેલ હતી.
- હવે જ્યારે 10.11.2020 ના રોજ GSTના નિયમ 61(5) માં ફેરફાર કરવામાં આવ્યા હોય આ તારીખ અમલમાં રહેવી શક્ય ના હોય, નોટિફિકેશન 76/2020 રદ્દ કરવામાં આવેલ છે.
- નોટિફીકેશન 86/2020 તા 10.11.2020: notfctn-86-central Tax Recind 76 2020
- નોટિફિકેશન 76/2020 તા. 15.10.2020: notfctn-76-central-tax-GSTR 3B dATE REF
નોટિફિકેશન 87/2020, તા: 10.11.2020;
- આ નોટિફિકેશન દ્વારા જોબ વર્ક માટે ભરવાનું થતું ITC-04 ફોર્મની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે.
- જુલાઇ થી સપ્ટેમ્બર 2020 ના ITC 04 ફોર્મ્સ 30 નવેમ્બર સુધી ભરી શકાશે.
- નોટિફિકેશન 87/2020, તા. 10.11.2020: notfctn-87-central-tax-Extention of ITC 04
નોટિફિકેશન 88/2020, તા: 10.11.2020;
- જી.એસ.ટી. હેઠળ “ઇ ઇનવોસ” બનાવવું અમુક પ્રકારના કરદાતાઓ માટે ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
- 01 જાન્યુઆરીથી 100 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે ઇ ઇંવોઇસ બનાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
- અગાઉ આ ઇ ઇંવોઇસ 500 કરોડ ઉપરના ટર્નઓવર માટે લાગુ પડતું હતું. હવે આ નિયમો 100 કરોડથી વધુ ટર્નઓવર ધરાવનારાને લાગુ પડશે.
- નોટિફિકેશન 88./2020 તા 10.11.2020: notfctn-88-central-tax-E Invoice
- નોટિફિકેશન 13/2020, તા. 21.03.2020 (Ref): notfctn-13-central-tax-E Invoice Reference
CBIC દ્વારા દિવાળીના તહેવારોમાં 8 જેટલા મહત્વના નોટિફિકેશન બહાર પાડી ટેક્સ પ્રોફેશનલ્સને દિવાળી દરમ્યાન પણ જી.એસ.ટી.થી નજીક રહેવા સામગ્રી પૂરી પાડી છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે.