જી.એસ.ટી. હેઠળ લાગુ થયા આ મહત્વના ફેરફારો: કરદાતાઓ માટે થોડા સુધારાઓ છે ઉપયોગી થોડા છે વિરોધી

Spread the love
Reading Time: 2 minutes

નોટિફિકેશન 14/2022, તા. 05.07.2022 દ્વારા જી.એસ.ટી. નિયમોમાં થયા આ સુધારાઓ

તા. 07.07.2022: જી.એસ.ટી. કાઉન્સીલની 47 મી બેઠકમાં કરવામાં આવેલ સૂચનો ધ્યાને લઈ, CBIC દ્વારા જી.એસ.ટી. નિયમોમાં મહત્વના ફેરફારો જાહેર કરવામાં આવ્યા છે. આ ફેરફારોમાં મુખ્ય ફેરફારોમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે.

જી.એસ.ટી. રિટર્ન ભરવાના અભાવે જે કરદાતાઓનો જી.એસ.ટી. નોંધણી દાખલો સસ્પેન્ડ કરવામાં આવ્યો હોય, અને કરદાતા દ્વારા અધિકારી નોંધણી દાખલો રદ્દ કરે ત્યાં સુધીમાં બાકી જી.એસ.ટી. રિટર્ન ભરી આપવામાં આવે ત્યારે અધિકારી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવેલ જી.એસ.ટી. નોંધણી દાખલો સ્વમેળે (ઓટોમેટિક) રિવોક થઈ જશે તેવી આવકારદાયક જોગવાઈ કરવામાં આવેલ છે.

કોઈ કરદાતાને જી.એસ.ટી. હેઠળ ખોટી રીતે રિફંડ ચૂકવવામાં આવેલ હોય અને આ બાબતે અધિકારી દ્વારા તેનું ધ્યાન દોરવામાં આવેલ હોય અથવા તો આ બાબત કરદાતાને જાતે જ ધ્યાનમાં આવી હોય ત્યારે કરદાતા દ્વારા ખોટી રીતે આપવામાં આવેલ રિફંડ જેટલી રકમ વ્યાજ અને દંડ સાથે જમા કરવવામાં આવેલ હોય ત્યારે PMT 03A ફોર્મ દ્વારા આ રકમ “રી ક્રેડિટ” કરી આપવામાં આવશે તેવી આવકારદાયક જોગવાઈ કરવામાં આવી છે.

કરદાતા માટે હવે ટેક્સ ભરવામાં RTGS/NEFT, ઓનલાઈન બેંકિંગ ઉપરાંત UPI (Gpay, PhonePay, Paytm વી.) તથા IMPS દ્વારા પણ ટેક્સ ભરી શકશે તેવી આવકારદાયક જોગવાઈ કરવામાં આવેલ છે.

કરદાતાઓ હવે પોતાના એક GSTIN માંથી એક જ PAN પરના અન્ય GSTIN ઉપર કેશ લેજરમાં રહેલ રકમ ટ્રાન્સફર કરી શકશે તેવી આવકારદાયક જોગવાઈ કરવામાં આવેલ છે.

મોડુ રિટર્ન ભરવામાં આવતા કરદાતાઑ ઉપર લગતા વ્યાજ સંદર્ભે ગંભીર ગણી શકાય તેવી જોગવાઈ કરવામાં આવેલ છે. આ જોગવાઈ મુજબ કરદાતા દ્વારા જે માસમાં વેચાણ કરવામાં આવેલ હોય તે જ માસમાં આ વેચાણ GSTR 3B માં દર્શાવી તેના ઉપર ટેક્સ ભરી આપવામાં આવ્યો હોય તેવા કિસ્સામાં જ માત્ર કેશ લેજર દ્વારા ભરવામાં આવેલ રકમ ઉપર વ્યાજ લાગશે તેવી જોગવાઈ કરવામાં આવેલ છે. આ સિવાયના તમામ કિસ્સામાં કરદાતા દ્વારા વ્યાજ ક્રેડિટ અને કેશ લેજર બંને ઉપર લાગશે તેવી કરદાતા વિરોધી જોગવાઈ કરવામાં આવેલ છે. આ જોગવાઈના કારણે ઘણા કરદાતાઑ ઉપર અવ્યવહારિક વ્યાજ ભરવાની જવાબદારી આવશે તેવું નિષ્ણાતો માની રહ્યા છે.

આ ઉપરાંત GSTR 9 (વાર્ષિક રિટર્ન) ભરવામાં જે વિગતો આપવામાં મુક્તિ આપવામાં આવેલ હતી તે મોટાભાગની વિગતો આપવાની મુક્તિ પરત કરી આપવામાં આવી છે. આમ, નાણાકીય વર્ષ 2021-22 થી કરદાતાઓએ ઘણી વધુ વિગતો આપવાની રહેશે જે કરદાતાઓ માટે મુશ્કેલ સાબિત થશે.

આ તમામ સુધારાઓ જી.એસ.ટી. નિયમો 2017 માં કરવામાં આવેલ છે. આ સુધારાઓ અંગે કરવેરા નિષ્ણાંતોમાં મિશ્ર પ્રતીભાવ જોવા મળી રહ્યો છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે

error: Content is protected !!