ટેક્સ ફાઈલ કરતી વખતે આ વાતોનું રાખો ધ્યાન

Spread the love
Reading Time: 3 minutes
  • ટેક્સ ફાઈલ કરતી વખતે આ વાતોનું રાખો ધ્યાન
  • ફોર્મ્સના નિયમોમાં કરવામાં આવ્યા છે ફેરફાર

ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2022 છે. આ વખતે નવા ITR ફાઇલ ફોર્મના નિયમોમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. હવે તમે ટેક્સ ફાઇલ કરતી વખતે આ માહિતી છુપાવી શકશો નહીં. ઉપરાંત, રિટર્ન ફાઇલ કરતી વખતે તમારે કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે માટે તમારે આને ધ્યાનમાં રાખવું જોઈએ.

પેન્શનર્સ માટે કેટેગરી 
ITR ફોર્મ્સમાં પેન્શનરોને પેન્શનના સ્ત્રોત વિશે માહિતી આપવી પડશે. પેન્શનરોએ Nature of Employment ડ્રોપ-ડાઉન મેનૂમાં કેટલાક વિકલ્પોમાંથી એક પસંદ કરવાનું હોય છે. જો તમે કેન્દ્ર સરકારના પેન્શનર છો તો Pensioners – CG પસંદ કરો, જો તમે રાજ્ય સરકારના પેન્શનર છો તો  Pensioners – SC પસંદ કરો, જો તમે જાહેર ક્ષેત્રની કંપનીમાંથી પેન્શન મેળવતા હોવ તો  Pensioners – PSU પસંદ કરો અને બાકીના પેન્શનરો  Pensioners – Others પસંદ કરો જેમાં EPF પેન્શનનો સમાવેશ થાય છે.  હવે તો તિજોરીની વેબસાઇટ  પરથી પીપીઓ નંબર  અને  બઁક ખાતા નંબર લખેથી ઓનલાઇન સર્ટિફિકેટ મેળવી શકાય છે.

EPFમાં લાગશે ટેક્સેબલ વ્યાજ
જો તમે EPFમાં એક વર્ષમાં 2.5 લાખ રૂપિયાથી વધુનું યોગદાન આપો છો તો તમારે વધારાના યોગદાન પર મળેલા વ્યાજ પર ટેક્સ ચૂકવવો પડશે. તેના વિશે ITR ફોર્મમાં જણાવવું પડશે. આમ ન કરવા પર આવકવેરા વિભાગ તરફથી નોટિસ આવી શકે છે. જો તમે પણ EPFમાં 2.5 લાખ રૂપિયાથી વધુનું યોગદાન આપો છો તો ચોક્કસપણે કરપાત્ર વ્યાજની જાહેરાત કરો.

ઘર-જમીનની ખરીદી
જો તમે ITR ફાઇલ સબમિટ કરતી વખતે ઘર અથવા જમીનનું વેચાણ કરેલ છે. તો તમારે આ માહિતી આપવી પડશે. ITR ફોર્મમાં તમારે કેપિટલ ગેન્સમાં ખરીદી તથા વેચાણ તારીખ વેચાણના વર્ષમાં આપવાની રહેશે. જો તમે 1લી એપ્રિલ 2021 થી 31મી માર્ચ 2022 વચ્ચે કોઈ જમીન વેચી હોય તો આ વર્ષે તેની માહિતી પણ જાહેર કરવાની છે.

બિલ્ડિંગ રિનોવેશનના ખર્ચની જાણકારી 
ITR ફાઇલ કરતી વખતે જમીન અથવા મકાનના રિનોવેશન પર થયેલા ખર્ચની માહિતી આપવી પડશે. લાંબા ગાળાના મૂડી લાભ પર પહોંચવા માટે આ ખર્ચ વેચાણ કિંમતમાંથી બાદ કરવો પડશે. આ માહિતી આપવી પણ જરૂરી છે.

કેપિટલની ઓરિજનલ કોસ્ટ 
અત્યાર સુધી માત્ર ઈન્ડેક્સ કોસ્ટ જણાવવી પડતી હતી, પરંતુ હવે તમારે ઈન્ડેક્સ કોસ્ટની સાથે મૂળ કિંમત પણ આપવી પડશે. આ વખતે આવકવેરા વિભાગે ITR ફોર્મ જાહેર કરતી વખતે આ તમામ નવા નિયમો પણ જણાવ્યા હતા. દરેક પસાર થતા વર્ષ સાથે, આવકવેરા વિભાગ નિયમોને વધુ કડક બનાવે છે, જેથી ટેક્સ ચોરીની આશંકાઓને ઓછી કરી શકાય.

રેસિડેન્શિયલ સ્ટેટસની જાણકારી 
તમારે તમારૂ રેસિડેન્શિયલ સ્ટેટસ આપવું પડશે. જો તમે ITR-2 અથવા ITR-3 ફોર્મ ભરી રહ્યા છો તો તમારે જણાવવું પડશે કે તમે ભારતમાં કેટલા સમયથી રહો છો. અગાઉ પણ ITR ફોર્મ્સમાં રેસિડેન્શિયલ સ્ટેટસ પૂછવામાં આવ્યું હતું. જેથી સાચી સ્થિતિ જાણી શકાય.

ESOP પર ટેક્સ ટાળવાની માહિતી
પ્રથમ, સ્ટાર્ટઅપના કર્મચારીને ESOP પર કર ચૂકવવાનું ભવિષ્ય માટે મોકૂફ રાખી શકાય છે. પરંતુ હવે કેટલાક નિયમો અને શરતો લાગુ કરવામાં આવ્યા છે. આ વખતે ITR ફોર્મ ભરતી વખતે કર્મચારીને વિલંબિત કરની રકમ જણાવવી પડશે. તમારે નાણાકીય વર્ષ 2020-21માં વિલંબિત કરની રકમ, 2021-22માં બાકી રહેલ કર, જે તારીખ પર તે કંપનીનો કર્મચારી નથી રહ્યો તેની જાણકારી આપવાની રહેશે.

વિદેશી સંપત્તિ અને કમાણી
જો કોઈની વિદેશમાં પ્રોપર્ટી છે અથવા તેણે વિદેશમાંથી કોઈ સંપત્તિ પર ડિવિડન્ડ અથવા વ્યાજ મેળવ્યું છે તો તેની માહિતી આપવી જરૂરી છે. ITR ફોર્મ-2 અને ITR ફોર્મ-3 નો ઉપયોગ કરો. જો તમે પણ ITR ભરવા જઈ રહ્યા છો અને તમારી પાસે વિદેશમાં કોઈ પ્રોપર્ટી છે તો તેના વિશે ચોક્કસ જણાવો. જો દેશની બહાર કોઈ પ્રોપર્ટી વેચવામાં આવી હોય તો તેના વિશે પણ જણાવવું પડશે.

ડિમેટ ખાતા થયેલ વ્યવહાર ની વિગત આપવી

ઘણા કરદાતાઓ આ વિગત લાવવા આળસ કરે છે પણ  ડિમેટ ખાતા ધ્વારા મળેલ ડિવિડંડ અને સિક્યુરિટી નું વેચાણ કરેલ હોય તો ડિમેટ ખાતું હોય ત્યાથી પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેંટ લાવવું જરૂરિ છે.

આમ આવકવેરા આવક ની સામે બાદ માંગવાની જરૂરી ક્પાતોની વિગતો પણ આપવી….

અમિત સોની ( ટેક્ષ એડવોકેટ), પ્રતિનિધિ ટેક્સ ટેક્સ ટુડે, નડિયાદ

૯૮૨૪૭૦૧૧૯૩

error: Content is protected !!